સુવાની દિશાને લઇને રાખો વાસ્તુ શાસ્ત્ર નું ધ્યાન, થઈ શકે છે નુકશાન

વાસ્તુ શાસ્ત્ર અનુસાર સુવાની દિશાનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. વાસ્તુશાસ્ત્ર દિશાઓ પર નિર્ભર હોય છે. વાસ્તુ શાસ્ત્ર માં દિશાઓ ને ખૂબજ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું પાલન કરવું જરૂરી છે. તેમાં દિશાનાં આધાર પર જ શુભ અને અશુભ નક્કી કરવામાં આવેછે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે નું પાલન કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. તેની અવગણ નાં કરવાથી સંકટ આવી શકે છે.ઘણાં ખરાં લોકો કોઇપણ દિશામાં સૂઈ જતાં હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાચી દિશામાં પગ અને માથું રાખીને સૂવું આવશ્યક હોય છે. એટલે કોઈ પણ દિશામાં પગ અને માથું રાખીને સૂવાથી માનસિક તથા આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આજે તમને વાસ્તુશાસ્ત્ર ટીપ્સ જણાવીશું કે, વ્યક્તિ ને કઇ દિશામાં સૂવું જોઈએ. જેથી તેને પરેશાનીઓનો સામનો કરવો પડે નહી.
- વાસ્તુશાસ્ત્ર મુજબ ક્યારેય ઉતર કે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સુવું જોઈએ નહી.
- એ રીતે સૂવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને માનસિક તણાવમાં વધારો થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હંમેશા દક્ષિણ કે પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે.
- વાસ્તુ અનુસાર જે છોકરા અને છોકરીઓના લગ્ન થવામાં વિલંબ થતો હોય તેમણે ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ એવું કરવાથી તેનાં લગ્નન નાં જલ્દીથી યોગ બને છે અને યોગ્ય જીવનસાથી પણ મળેછે.
- વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ક્યારેય પણ વિવાહિત મહિલાઓ એ ઘરના વાયવ્ય ખૂણામાં સૂવું જોઈએ નહીં. આ દિશામાં સૂવાથી મનમાં અલગ વસાવાનાં વિચાર આવે છે.
- વાસ્તુ અનુસાર ઘરનાં વડીલોએ પશ્ચિમ દિશાની તરફ પગ રાખી ને સૂવું જોઈએ. પશ્ચિમ દિશા તરફ પગ રાખીને સૂવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સૂવાની જગ્યા પર ભૂલથી પણ પ્લાસ્ટીકના ફૂલ કે પ્લાન્ટ રાખવા જોઇએ નહીં. એવું કરવાથી ઘરમાં આર્થિક તંગી આવે છે.
- રોજ સવાર અને સાંજે કપૂર નો દરેક રૂમમાં કપૂર નો ધૂપ કરવો જોઈએ. એવું કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. અને પરિવાર નાં સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.