સ્વપ્ન શાસ્ત્ર મુજબ માનસિક શાંતિ, સુખ અને ધન પ્રાપ્તિ માટે ખાસ માનવામાં આવે છે આ સપનાઓ જાણો તેની માન્યતાઓ

કહેવામાં આવે છે કે, સ્વપ્ન શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ તર્ક સાચા હોય છે. સ્વપ્ન શાસ્ત્રોમાં અન્ય સપનાઓ ની જેમ એવા સપનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેનાથી માનસિક શાંતિ અને ધનલાભ નાં યોગ બની શકે છે. સ્વપ્ન શાસ્ત્રોમાં સપના નું અધ્યયન કરવામાં આવે છે કહેવામાં આવે છે ઘણા સપના ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને તેનું ફળ અવશ્ય મળે છે. સ્વપ્નશાસ્ત્ર સપનાઓ નાં તર્ક પર આધારિત શાસ્ત્ર છે, આ શાસ્ત્ર ની શોધ કરનાર સમુદ્ર નાં ઋષિઓએ સપનાઓ નું અધ્યયન કરીને તે જાણવાની કોશિશ કરી કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સપનું જોવે છે તે સપના નો સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ કઈ પ્રકારનું ફળ આપે છે. કહેવામાં આવે છે કે, સ્વપ્ન શાસ્ત્ર માં જણાવેલ તર્ક સાચા હોય છે.
સપના માં ગાય દેખાય
સ્વપ્નશાસ્ત્ર માનવામાં આવે છે કે, સપનામાં ગાયનું દેખાવું ખૂબ શુભ ગણાય છે. સપનાં માં ગાય દેખાવથી વ્યક્તિ નાં ભાગ્ય ખૂલી જાય છે કહેવામાં આવે છે ગાય માં ૩૩ કરોડ દેવી -દેવતાનો વાસ છે અને સપનામાં ગાય દેખાવાનો મતલબ એ છે કે, વ્યક્તિ પર ભગવાન ની કૃપા વરસી રહી છે. જણાવવામાં આવે છે કે, આ સ્વપ્ન જોવાથી વ્યક્તિ ને ચારેતરફથી સફળતા પ્રાપ્ત થાય છે. તે વ્યક્તિ માટે પ્રગતિ નાં માર્ગો ખૂલી જાય છે.
આકાશમાંથી સિક્કા પડતા દેખાય
આકાશમાંથી સિક્કાઓનું પડવું દેખાય તે સપનું સારું ગણવામાં આવે છે. પરંતુ તમારા પર પડતા દેખાય તો તે સપનાનો નકારાત્મક પ્રભાવ વ્યક્તિએ ઉઠાવો પડે છે. એવી માન્યતા છે કે આકાશમાંથી સિક્કા પડતા દેખાય તો તેનાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે અને ઘરની તેજુરી ભરવાની શરૂઆત થાય છે અને ધન વૃદ્ધિ નાં યોગ બને છે. આ સપનું આવે ત્યારે માતા મહાલક્ષ્મી અને અષ્ટ લક્ષ્મી નાં સ્ત્રોત નાં પાઠ કરવા. શક્ય હોય તો લાલ રંગ નાં પુષ્પ તેમને અર્પણ કરવા.
સપનામાં ઘોડો બાંધેલો દેખાય
એવી માન્યતા છે કે, જો કોઈ વ્યક્તિને સપનામાં ઘોડો બાંધેલો દેખાય તો આર્થિક તંગી દૂર થાય છે. કહેવામાં આવે છે કે, આ સપનાં નાં ફળથી બધા જ દુઃખ અને તકલીફો દૂર થઇ જાય છે. સુખની પ્રાપ્તિ થાય છે અને દરિદ્રતાનો નાશ થાય છે. બતાવવામાં આવે છે કે, આ સપનાથી ધન આગમન માં આવી રહેલા વિઘ્નો દૂર થાય છે પરંતુ આ સપનાં વિશે કોઈને જણાવવું નહીં.