સ્વસ્થ્ય અને મોતી જેવા દાંત મેળવવા માટે જાણો આયુર્વેદિક ઉપાય, આ ૫ ટુથ પેસ્ટ ઘરે જ કરો તૈયાર

સ્વસ્થ્ય અને મોતી જેવા દાંત મેળવવા માટે જાણો આયુર્વેદિક ઉપાય, આ ૫ ટુથ પેસ્ટ ઘરે જ કરો તૈયાર

સ્વસ્થ અને ચમકતા સફેદ દાંત જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. એવું માનવામાં આવે છે કે ખુલીને હસવાથી દરેક બિમારીઓ દૂર થાય છે. આપણી હંસી આપણા વ્યક્તિત્વનો મહત્વ નો  ભાગ ગણવામાં આવે છે. પરંતુ હસતી વખતે તમારા દાંત પીળા દેખાય તો તેનાં કારણે  તમે હસી નાં પાત્ર બની શકો છો. એટલું જ નહીં તેનો તમારા વ્યક્તિત્વ પર નકારાત્મક પ્રભાવ પડે છે. આજકાલ નાં સમયમાં એવા ઘણા લોકો છે જેને દાંત સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દાંત ને સારી રીતે સાફ ન કરવામાં આવે, ચા કે કોફી નું વધુ સેવન કરવામાં આવે, સિગરેટ પીવાથી, ગુટકા ખાવાથી વગેરેથી દાંત સંબંધી પીડા થવાની સમસ્યા રહે છે. ઉપરાંત ઘણી વાર જેનેટિક કારણોને લીધે પણ દાંત પીળા પડી જાય છે.

બજારમાં મળતા ટુથ પેસ્ટ તકલીફ દૂર કરવાનું પ્રોમિસ કરે છે. પરંતુ તેનાં ઉપયોગથી દાંતોને કોઈ વધારે ફાયદો થતો નથી. ઉલટુ કેમિકલયુક્ત બજારમાં ઉપલબ્ધ ટુથ પેસ્ટ ઉપયોગ કરવાથી દાંત વધારે ખરાબ થઈ શકે છે. જો દાંતની પીળાશ,પાયોરિયા  અને મોઢામાંથી આવતી દુર્ગંધ વગેરેથી છુટકારો મેળવવા ઈચ્છતા હોવ તો આજે અમે તમને આયુર્વેદિક ટુથ પેસ્ટ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જેને તમે સરળતાથી ઘરે તૈયાર કરી શકો છો અને સાથે સાથે કેમિકલ ફ્રી છે જેને કારણે દાંતોને વધારે ફાયદો પણ થશે.

હળદર થી દાંત થાય છે મજબૂત

આયુર્વેદિક માં હળદરને ખૂબ જ ગુણકારી ગણવામાં આવે છે. હળદર માં એન્ટી માઇક્રોબિયલ ગુણ મોજૂદ હોય છે જે દાંત માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. જો તમે હળદર થી બનેલી ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો તો તમને દાંત નાં બેક્ટેરિયા થી છુટકારો મળશે. હળદરની પેસ્ટ બનાવવા માટે હળદર પાવડર તેમાં સિંધાલૂણ અને સરસવ નું તેલ નાખી સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી આંગળીઓની મદદથી તમારા દાંત પર લગાવવું. આ પેસ્ટથી તમારા દાંત મજબૂત થશે અને દાંત સાથે સંબંધિત દરેક પરેશાની દૂર થશે તમને તેની અસર ૧૫ દિવસોમાં જ જોવા મળશે.

મોઢાની દુર્ગંધ થી છુટકારો અપાવે છે તજ પાવડર

મોઢાની દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે તજ થી બનેલી પ્રાકૃતિક ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય છે આ ટુથ પેસ્ટ બનાવવા માટે તજ પાવડર માં એક ચપટી બેકિંગ સોડા ઉમેરીને દાંત સાફ કરવા માટે તેનો ઉપયોગ કરવો આ ઘરેલુ રીતે બનાવવામાં આવેલ છે પેસ્ટ થી તમને ખૂબ જલ્દી પરિણામ પ્રાપ્ત થશે. જો તમે તેનાથી તમારા દાંત સાફ કરશો તો તમે લાંબો સમય સુધી ફ્રેશનેશ મહેસુસ થશે.

બેક્ટેરિયાથી બચાવે છે લીમડાની ટુથ પેસ્ટ

આજકાલના સમયમાં મોટા ભાગ નાં લોકોમાં દાંતમાં કીડા લાગવાની સમસ્યા ખૂબ જ જોવા મળે છે દાંત ને સારી રીતે સાફ ન કરવામાં આવે તો દાંતમાં કીડા થઈ શકે છે જો તમે આ પરેશાનીથી બચવા ઇચ્છતા હોવ તો આ પ્રાકૃતિક પેસ્ટ નો પ્રયોગ કરી શકો છો આ પેસ્ટ ને બનાવવા માટે લીમડા નાં પાનને લઈને સારી રીતે પીસી તેમાં લીંબુનો રસ ઉમેરી ત્યાર બાદ તેનાથી તમારા દાંત સાફ કરવાથી દાંત ની અંદર નાં કીડા ની સમસ્યાથી મુક્તિ મળે છે.

તુલસી ની ટુથ પેસ્ટ

તુલસી ને ખૂબ જ ગુણકારી ગણવામાં આવે છે. તુલસી ની અંદર એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે. જે દાંતનાં દુખાવાની પરેશાની માંથી રાહત અપાવે છે. તુલસી નો ઉપયોગ કરવાથી દાંત ની દરેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે છે. તેની પેસ્ટ બનાવવા માટે તુલસીના પાનને તડકામાં સૂકવવા. સુકાઈ ગયા બાદ તે પાનનો પાવડર બનાવી તે પાવડરનો ટુથ પેસ્ટ તરીકે રોજ ઉપયોગ કરી શકાય છે અને તેનાથી તમને પાયોરિયા જેવી સમસ્યાથી રાહત મળી શકે છે.

બેકિંગ સોડા

દાંતની પીળાશ થી છુટકારો મેળવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે બેકિંગ સોડાની પેસ્ટ બનાવવા માટે એક વાટકામાં અડધી ચમચી બેકિંગ સોડા લઈ તેમાં લીંબુનો રસ નાખી તેને સારી રીતે મિક્સ  કરી તમે કેળાની છાલ નો સફેદ ભાગ પણ સાથે મેળવી શકો છો આ રીતે પેસ્ટ તૈયાર કરી આંગળીની મદદથી અથવા બ્રશની મદદથી દાંતો પર લગાવી એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે અઠવાડિયામાં ૩ વાર જ આ પેસ્ટનો ઉપયોગ કરવો. જેનાથી તમારા દાંત મોતી જેવા સફેદ બનશે એટલું જ નહીં દાંત અને પેઢાં મજબૂત પણ થશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *