શ્વાસની પરેશાની થી લઈને હૃદયની બીમારીને દૂર કરવામાં મદદરૂપ થાય છે આ ચા, જાણો તેને બનાવવાની રીત

લસણ રોગપ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે તેમાં એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો હોય છે. ભોજનનો સ્વાદ વધારવા લસણ નો ઉપયોગ કરવામાં આવે છે. તમે જાણો છો કે ભોજન નો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ લસણ ખૂબ જ ઉપયોગી છે. ઇમ્યુનિટી વધારવાથી લઈને ઘણી બીમારીઓથી રાહત આપેછે. લસણ ખાવાથી લોકોને ઘણા ફાયદાઓ થઈ શકે છે. વર્તમાન સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સજાગ થઈ ગયા છે એવામાં મોટે ભાગે લોકો પોતાના ખાદ્ય પદાર્થો ની ડાયટમાં દરેક વસ્તુનું ધ્યાન રાખે છે. તો ચાલો જાણીએ સ્વાસ્થ્ય પર લસણ ખાવાથી કયા સકારાત્મક પ્રભાવ પડે છે.
બ્લડ પ્રેશરની રાખે છે કાબૂમાં
એક અધ્યયન મુજબ હાઇબ્લડપ્રેશર નાં દર્દીઓ જો નિયમિત લસણ નું સેવન કરે તો તેનું બ્લડ પ્રેશર સ્તર જલ્દીથી અનિયંત્રિત થતું નથી એવામાં હૃદય નું કમજોર થવાનું જોખમ પણ રહેતું નથી.
હૃદય રોગમાં મદદરૂપ
હૃદય નાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સક્રિય ભૂમિકા નિભાવે છે. તેમાં એલિસિન હોય છે જે હૃદય રોગનાં જોખમને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. લસણ થી બનેલી ચા પીવાથી લોહી સંચાર યોગ્ય રહે છે. સાથે જ બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવા અને આટરીજ બ્લોક થવાથી બચાવવામાં મદદરૂપ થાય છે.
વજન ઓછું કરવામાં મદદરૂપ
સ્વાસ્થ્ય વિશેષજ્ઞો મુજબ રોજ સવારે ખાલી પેટ લસણ ખાવાથી વજન સરળતાથી ઓછું થઈ શકે છે અને મેટાબોલિઝમ મજબૂત થાય છે જેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે.
દૂર થશે શ્વાસની પરેશાની
કેટલીક સ્ટડી મુજબ લસણની ચા પીવાથી અસ્થમા નાં દર્દીઓને લાભ પહોંચી શકે છે. આ ઉપરાંત આ કફ, ગળામાં સોજો તાવ, સાઈન્સ વગેરે પરેશાની માં લસણની ચા પીવાની સલાહ આપવામાં આવે છે.
ઇમ્યુનિટી વધારે છે
લસણ રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. કારણ કે તેમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી જેવા પોષક તત્વો હોય છે.
કઈ રીતે બનાવવામાં આવે છે લસણ ની ચા
એક કપ પાણીમાં બે થી ત્રણ લસણની કળી નાખી તેને ઉકાળવુ. ત્યારબાદ પાંચ મિનિટ ઉકાળ્યા બાદ ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ નાખી સ્વાદ મુજબ મધ મેળવી અને ગાળીને તેનું સેવન કરવું.