સૂર્યોદય પહેલાં આ લોકો નો ચહેરો ના જોવો જોઈએ, આખી જિંદગી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે

ઘણા સમય પહેલાં ની વાત છે. એક દિવસ સવાર માં માલવા નાં રાજા ભોજ કોઈ જરૂરી કામ માટે પોતાનાં રથ પર સવાર થઇને રાજ્ય ની બહાર જઈ રહ્યા હતા.ચાર સફેદ ઘોડા સાથે તેની સવારી રાજ્ય માર્ગ પર થી પસાર થઈ આગળ વધી રહી હતી. અચાનક રાજા ભોજ ની નજર રસ્તા પર પડી. તેણે એક તેજસ્વી બ્રાહ્મણ ને જતા જોયા. તેણે રથ ચાલક ને રથ રોકવા માટે આદેશ આપ્યો. મહારાજ નાં આદેશ થી રથ ચાલકે રથ રોકયો. અચાનક રથ રોકાવા થી ઘોડાઓ ને થોડી પરેશાની થઈ. રાજા ભોજ રથ પર થી ઉતર્યા અને તેમણે મહર્ષિ બ્રાહ્મણ ને હાથ જોડી અને નમસ્કાર કર્યા. આ જોઈને બ્રાહ્મણ દેવતા એ તેની આંખો બંધ કરી દીધી. બ્રાહ્મણે રાજા નાં અભિવાદન નો જવાબ પણ ના આપ્યો. આ જોઇને રાજા ભોજ ને ખૂબ આશ્ચર્ય થયું. તે પછી રાજા ભોજે નમ્રતા થી હાથ જોડીને કહ્યું મહારાજ તમે ન તો મારા અભિવાદન નો જવાબ આપ્યો કે ન મને કોઈ આશીર્વાદ આપ્યા. ઊલટા નું તમે મને જોઈ અને તમારી આંખો બંધ કરી લીધી. તમારા આવા વ્યવહાર નું કારણ શું છે?
રાજાની વાત સાંભળીને બ્રાહ્મણ દેવતા એ ખૂબ વિચાર કરીને જવાબ આપ્યો. મહારાજ અમારા શાસ્ત્રો માં લખેલું છે કે, જો સવાર માં કોઈપણ દુષ્ટ કર્મ કરવા વાળો વ્યક્તિ સામે મળી જાય તો આંખો બંધ કરી લેવી જોઇએ તેનો ચહેરો ના જોવો જોઈએ. મહારાજ તમે ભલે ખૂબ જ પ્રતીભાશાળી અને પ્રજાવત્સલ રાજા , પરંતુ તમે દાન આપવા માં કંજૂસાય કરો છો. તમને જોઇને એવું લાગે છે કે તમે સંસાર માં ફક્ત લેવા જ આવ્યા છો. તમે જે લીધું છે તે પાછું ભરવા નહીં.સંસાર માંથી લીધેલા ઋણ ને ચૂકવવું પડે છે. જો કોઈ વ્યક્તિ ને સંસાર માં માન-સન્માન પ્રાપ્ત થાયછે, તો તેણે તેનું મૂલ્ય પણ ચૂકવવું પડે છે. તેથી આપણા હિન્દુ ધર્મ માં દાન નુંખૂબજ મહત્વ બતાવ્યું છે. આથી મેં ધર્મશાસ્ત્ર નું પાલન કરતાં તમારો ચહેરો જોયો નથી. આપ મને માફ કરશો. આ વાત બ્રાહ્મણે ડર્યા વગર રાજા ને કહી. મહારાજા ભોજે બ્રાહ્મણ ની વાત સાંભળી અને પોતાની ભૂલ સુધારી. અને તે જ દિવસ થી ગરીબો ને મુક્ત મન થી દાન દેવાનું શરૂ કર્યું.