સંયુક્ત કુટુંબમાં લગ્ન કરતા પહેલા ગાંઠ બાંધો આ ૫ વાતો નહીં તો લડાઈ-ઝઘડા માં વીતી જશે જીવન

લગ્ન પછી મોટા ભાગની છોકરીઓ યુક્લિયર પરિવારમાં જવાનું સપનું જોતી હોય છે. માતા-પિતા નો પ્રયાસ પણ એવો જ હોય છે કે, છોકરી માટે કોઈ યુક્લિયર ફેમિલી શોધે. સંયુક્ત કુટુંબમાં લગ્ન કરવા માં બધા સંકોચ અનુભવે છે આનું કારણ એ છે કે, નવી પરણિત કન્યાને સયુંકત કુટુંબમાં એડજસ્ટ થવું ખુબજ મુશ્કેલ હોય છે. જો તમારા લગ્ન પણ એક સયુંકત કુટુંબ માં થઈ રહ્યા હોય તો ટેન્શન ના કરો. આજે અમે તમને સંયુક્ત કુટુંબમાં એડજસ્ટ થવાની થોડીક ટીપ્સ કહેવા જઈ રહ્યા છીએ.
પતિ પાસેથી માહિતી લેવી
લગ્ન પછી તમારા પતિ સાથે વધારે સમય વિતાવવો. તેમની પાસેથી કુટુંબનાં દરેક સભ્ય નો સ્વભાવ જાણવાનો પ્રયાસ કરો. તે તમને ઘર ને લગતા નિયમો પણ જણાવશે. તમારે ઘરમાં શું કામ કરવાનું અને કઈ રીતે રહેવાનું તે પણ જાણી લો. હકીકતમાં ઘરમાં મોટાભાગે ઝઘડાઓ કામ-કાજ અને રહેવાની આદત ને લઈને જ થતા હોય છે. આવી સ્થિતિમાં તમે પહેલે થી જ ઘર વિશે માહિતી મેળવી લેશો તો સંયુક્ત કુટુંબમાં એડજસ્ટ થવામાં સરળતા રહેશે.
સરખી ઉંમર નાં અને નાના સભ્યો સાથે મિત્રતા
સંયુક્ત કુટુંબમાં તમારી ઉંમરનાં અને તમારા થી નાના સભ્યો સાથે મિત્રતા જરૂર કરી લો. તેઓ તમને ઘરનાં બધા સભ્યોની પસંદ અને નાપસંદ સરળતાથી સમજાવી આપશે. આ ઉપરાંત તમે આ લોકોને કંઈ પણ કામ કરતાં પહેલાં પૂછી શકો છો કે, આ યોગ્ય છે કે નહિ. જો તેમની સાથે તમારી મિત્રતા થઈ જાય તો તે તમારો સાથ આપશે અને તમારી ભૂલો પણ છુપાવશે. આ ઉપરાંત તમારું મનોરંજન પણ કરશે અને તમને એકલતા પણ નહિ લાગે.
તમારી જવાબદારીઓ સમજો
સંયુક્ત કુટુંબ નો સૌથી મોટો ફાયદો એ છે કે, કોણે કયું કામ કરવું તેનાં ભાગ હોય છે. તમને દરેક કામમાં મદદ અને સલાહ મળી રહે છે. બીજી બાજુ જો તમે બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા હો તો સંયુક્ત કુટુંબમાં બાળક કેમ મોટા થઈ જાય છે તે ખબર જ નથી પડતી. તેની દેખરેખ માટે ઘરમાં ઘણા બધા લોકો હોય છે. તેથી સંયુક્ત કુટુંબમાં હળીમળીને રહેવા માટે તમારી જવાબદારીઓ સારી રીતે સમજી લો.
દરેક સાથે હળીમળીને રહો
સંયુક્ત કુટુંબ નાં દરેક સભ્ય સાથે સારી રીતે બોલો. બધાંને માન સન્માન આપો. બધાને સમય આપો તેમની તબિયત વિશે પૂછો અને તેમની સંભાળ લો. આ રીતે તેઓ તમને દિલથી પસંદ કરવા લાગશે અને મુશ્કેલી સમયે તમને સાથ આપશે.
ગેરસમજ થી બચો
તમે ઘરનાં સભ્યો વિશે જે સાંભળો છો તેનાં પર વિશ્વાસ ના કરો. ઘરનાં દરેક સભ્ય ને જાતે જ સમજવાની કોશિશ કરો. કોઈની વાતમાં ના આવી જાવ બધાની સાથે સારો સંબંધ બનાવી રાખો.