તમારા ચહેરા પર થી તમારા સ્વાસ્થ્ય નું રહસ્ય જાણી શકાશે, અરીસા ની સામે ઊભા રહીને આ રીતે જાણો

આ દુનિયા માં એવા ઘણા લોકો હોય છે કે, જે સવારે ઊઠી ને પોતાનો ચહેરો જોયા બાદ પોતાનાં દિવસ ની શરૂઆત કરે છે. ચહેરો દરેક વ્યક્તિ ની ઓળખ હોય છે. એટલું જ નહીં પરંતુ આપણે વ્યક્તિ નો ચહેરો જોઇને તેનાં હાવભાવ પરથી તેનો સ્વભાવ, વ્યક્તિત્વ અને તેનાં મૂડ વિશે જાણી શકે છે. જો કોઈ વ્યક્તિ ખુશ હોય તો તેનો ચહેરો ખીલેલો દેખાય છે. જયારે કોઈ વ્યક્તિ ઉદાસ હોય છે તો ચહેરો મૂરઝાયેલો લાગે છે. ચહેરા પરથી આપણા સ્વભાવ ની સાથે આપણી તંદુરસ્તી નો પણ ખ્યાલ આવે છે. જેમ કે ચહેરા પર નાં આંખ નાક, કાન પરથી આપણા શરીર માં થનાર બીમારીઓ વિશે અગાઉ થી સંકેત મળેછે. એવામાં જો તમારા આ કોઈ અંગ માં ગરબડ હોય તો તમારો ચહેરો ઝાંખો લાગે છે.આમ તમે અરીસા ની સામે ઉભા રહીને તમારો ચહેરો જોઈને તમારી બગડતી તંદુરસ્તી નો ખ્યાલ મેળવી શકો છો. ચાલો જાણીએ આ સંકેતો વિશે
માથા પર

તમારા માથા પર પીમ્પલ કે લાઈનીગ દેખાય તો આનો મતલબ એ છે કે, પિતાશય, લીવર કે પાચન ને લગતી કોઈ સમસ્યા છે. જોકે આપણું માથું શરીર ની નર્વસ સિસ્ટમ અને પાચન તંત્ર સાથે જોડાયેલ હોય છે. આથી માથા પર કોઈ પ્રકાર ની પરેશાની હોવાથી તમારા અંદર ની તકલીફ વિશે ખ્યાલ આવે છે.તમારા આ સમસ્યા ને હલ કરવા માટે તમારે તણાવ થી દૂર રહેવું જોઈએ અને નિયમિત યોગ અભ્યાસ કરવો જોઈએ. આ ઉપરાંત તમારી પાચન પ્રણાલી સારી રાખવી જોઈએ. તમારે ચરબી યુક્ત ખોરાક બંધ કરી દેવો જોઈએ. સવારે ઉઠીને નવશેકા પાણી માં લીંબુ નાખી ને પીવું જોઈએ.
આંખો લાલ રહેવી
તમે અરીસા માં સામે ઉભા રહી જુઓ કે તમારી આંખો લાલ દેખાય છે તો સમજવું કે ડિપ્રેશન અથવા ઈમુયની ડિસીઝ ની સમસ્યા છે. જો આ ઉપરાંત તમારી આંખો માં તમને પીળાશ દેખાય તો તેનું કારણ લિવર ને લગતી કોઈ સમસ્યા હોઈ શકે છે. આંખો ની નીચે વધારે પડતા ડાર્ક સર્કલ હોય તો તમને કમજોરી, અપૂરતી ઊંઘ અને શરીર માં આયર્ન નાં અભાવ ની તકલીફ છે.જો તમારી આંખો નીચે ડાર્ક સર્કલ અને આ રીતે પીળાશ દેખાય છે તો જલ્દી થી તમારા ડૉક્ટર નો સંપર્ક કરવો અને પૂરતી ઊંઘ લેવી, વધારે પ્રમાણમાં પાણી પીવું અને ડેરી પ્રોડક્ટ થી દૂર રહેવું.
વારંવાર શરદી થવી
જો તમને વારંવાર શરદી ની સમસ્યા હોય તો તેની પાછળ હાર્ટ પ્રોબ્લેમ અથવા બ્લડ પ્રેશર ની સમસ્યા હોઈ શકે છે શરદી ની સમસ્યા થી બચવા માટે મસાલા યુક્ત ખોરાક બંધ કરવો. ફેટી એસિડ, અળસી, ઓલિવ ઓઇલ જેવી વસ્તુ નું સેવન કરવું.
જીભ પર સફેદ ડાઘ
જો તમારી જીભ પર સફેદ ડાઘ દેખાય છે તો તેનો મતલબ શરીર માં ટોકસિન ની માત્રા વધી ગઈ છે. એવા માં તમારે ઇલાજ ની ખૂબ જ જરૂર છે. તુરંતજ તમારા ડૉક્ટર નો સંપર્ક કરવો. સતત વધતા ટોક્સિન ની માત્રા ને ઓછું કરવા માટે ડિટોક્સીફિકેશન કરવાની જરૂર હોય છે. તેનાં માટે પાણી એક રામબાણ ઈલાજ છે. તેથી તમારે વધારે માં વધારે પાણી પીવું અને ખાટા ફળો નાં જ્યુસ નું સેવન કરવું.
દાઢી પાસે ખીલ
ઘણી છોકરીઓ ને પિરિયડ નાં સમય દરમ્યાન દાઢી પાસે ખીલ થાય છે. તમારી ઉંમર નાં લીધે હોર્મોન્સ માં થતા ઇન બેલેન્સ નાં કારણે થાય છે. આ સમય દરમ્યાન ગભરાવાની કોઈ જરૂર નથી તમારા હોર્મોન્સ ઇન બેલેન્સ થી બચવા માંગતા હોવ તો તણાવ થી દૂર રહેવું અને પૂરતી ઊંઘ લેવી. નિયમિત રીતે યોગાભ્યાસ કરવો.