તમારા હાથ અને પગ ઠંડા પડી જતા હોય તો, તેને નજર અંદાજ કરવાની ભૂલ ના કરો, નહીં તો થઈ શકે છે ગંભીર રોગો

તમારા હાથ અને પગ ઠંડા પડી જતા હોય તો, તેને નજર અંદાજ કરવાની ભૂલ ના કરો, નહીં તો થઈ શકે છે ગંભીર રોગો

શિયાળાની ઋતુમાં હંમેશા જોવા મળે છે, કે કેટલાંક લોકોને ખૂબ જ ધ્રુજારી થાય છે. જ્યારે કેટલાક લોકોનાં હાથ ખૂબ જ ઠંડા પડી જાય છે. આવા લોકો હાથ અને પગને ગરમ રાખવા માટે ગ્લવસ અને મોજાનો સહારો લે છે. તેમ છતાં પણ હાથ અને પગ ગરમ નથી થતાહાથ-પગ ઠંડા પડી જવાનાં કારણે શરદી અને ઉધરસ થવાનો ડર પણ લાગે છે. તેમ છતાં લોકો તેના ખતરાને જાણ્યા વિના તેની અવગણના કરે છે. પરંતુ તે તમારા માટે ખૂબ મોંઘુ  સાબિત થઈ શકે છે.ખરેખર હાથ-પગ ખાલી ઠંડીનાં કારણે જ ઠંડા નથી પડતાં તેના બીજા કેટલાક કારણો પણ હોઈ શકે છે. આજે અમે આ આર્ટિકલ માં તમને આવા જ કારણો વિશે જણાવીશું. સાથે તેનાથી બચવા માટેનાં ઉપાયો પણ જણાવીશું.

 જાણો શું છે કારણ

  • જ્યારે શરીરમાં લોહીનું પરિભ્રમણ સરખી રીતે થતું નથી ત્યારે હાથ અને પગ ઠંડા રહે છે.
  • વિટામિન ડી ની ઉણપ ના લીધે પણ હાથ અને પગ ઠંડા પડે છે. આવી સ્થિતિમાં દરરોજ સવારે ૨૦ થી ૩૦ મિનિટ સુધી તડકો લેવો જોઈએ. જો તમે બ્લડપ્રેશરના દર્દી છો તો તમારા હાથ અને પગ ઠંડા રહી શકે છે.
  • જે લોકોનાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમનાં હાથ-પગ ઠંડા રહે છે.
  • શરીરમાં પૂરતું લોહી ના હોવું તે પણ હાથ અને પગ ઠંડા પડવા નું એક મુખ્ય કારણ છે.
  • નર્વસ સિસ્ટમ ડિસ્ઓર્ડેર ને લીધે તમારા હાથ અને પગ ફક્ત શિયાળા દરમિયાન જ નહીં પરંતુ અન્ય ઋતુમાં પણ ઠંડીનો અનુભવ કરશે.
  • હાથ પગ ગરમ ન થવાનું કારણ રેનોડ રોગ પણ છે.
  • કેટલીક દવાઓ લાંબા સમય સુધી લેવાનાં કારણે પણ તમને આ સમસ્યા થઈ શકે છે. એટલે કે, લાંબા સમય સુધી દવાઓનું સેવન કરવાથી ધમનીઓ સંકુચિત થઇ જાય છે. તેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ બગડે છે. આવી સ્થિતિ માં લાખો પ્રયત્નો કરવા છતાં પણ હાથ અને પગ ગરમ થતા નથી.

કઈ રીતે આ સ્થિતિમાં સારવાર લેવી

વિટામીન વાળો ખોરાક

 

તમારા ખોરાકમાં વિટામીન ડી અને વિટામીન બી-૧૨ નો સમાવેશ કરો. તમારા નિયમિત ભોજનમાં લીંબુ, નારંગી, બ્રોકોલી, આમળા, કેપ્સીકમ, અનાનસ, સૂકી દ્રાક્ષ, કીવી, પપૈયા સ્ટ્રોબેરી, ગોળ વાળું દૂધ અને કઠોળ નો સમાવેશ કરો. આ ઉપરાંત નવશેકું પાણી પીવાની આદત પાડો.

આયર્ન યુક્ત ખોરાક લો

હાથ પગ ઠંડા રહેવાનું સૌથી મોટું કારણ શરીરમાં લોહીનો અભાવ અથવા લોહીનું પરિભ્રમણ બરાબર ના થવું છે. આવી સ્થિતિમાં ખજૂર, લાલ માંસ, સફરજન, દાળ-કઠોળ પાલક, સૂપ અને સોયાબીન ખાઓ.

ગરમ ખોરાક લો

શિયાળામાં એવી વસ્તુઓ ખાઓ જે તમારા શરીરને અંદરથી ગરમ રાખે. આ માટે મગફળી, ચણા, સૂપ ,આદુનાં લાડુ, માછલી, દૂધ, ગોળ, જીરું, આદુ વાળી ચા, ઈંડા અને હળદરવાળા દૂધ નું સેવન કરી શકાય છે. આ ઉપરાંત તમારી જાતને દારૂ અને ધુમ્રપાન વગેરેથી દૂર રાખો.

સૂર્યનો તડકો મેળવો

શું તમારા હાથ અને પગ હંમેશા ઠંડા રહે છે. તો તમારે શિયાળાની ઋતુમાં ઓછામાં ઓછા ૨૦ થી ૨૫ મીનીટ સુધી તડકો જરૂર લેવો જોઈએ એ શરીરને વિટામિન ડી પ્રદાન કરે છે. સાથે સાથે લોહીનું પરિભ્રમણ વધારે છે.

ગરમ વસ્ત્રો પહેરો

તમારા પગને ગરમ રાખવા માટે હંમેશા મોજા પહેરો સાથે સાથે દિવસમાં એક વખત ગરમ પાણીથી હાથ અને પગને સેકો.

કસરત કરો

આમ તો કસરત દરરોજ કરવી જોઈએ. જો તમારા હાથ અને પગ ગરમ ન થતાં હોય તો સવારે લગભગ 30 મિનિટ સુધી લીલા ઘાસ પર ચાલવું. સૂર્યનમસ્કાર, પ્રાણાયામ અને મેડિટેશન જરૂર કરો તેનાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને હાથ પગ ગરમ રહે છે.

કેટલાક ઘરેલુ ઉપાયો

પગમાં નારીયલ તેલ ગરમ કરી ઘસવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને હાથ પગ ગરમ થાય છે. દૂધમાં મધ મેળવીને પીવો. ખાલી પેટે લસણ ખાઓ.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *