તમારા નખ પર પણ જો હોય આવા નિશાન,તો સમજવું કે થશે ધનલાભ

તમારા નખ પર પણ જો હોય આવા નિશાન,તો સમજવું કે થશે ધનલાભ

સુંદર અને આકર્ષક દેખાવા માટે દરેક છોકરી ખાસ કાળજી લે છે. આવી સ્થિતિમાં તે ચહેરો હાથ,પગ અને નખ સુંદર રાખવા માટે ખુબજ મહેનત કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નખ  જોઈને કોઈપણ વ્યક્તિ ની પ્રકૃતિ, હાવભાવ, વર્તન અને ભવિષ્ય વગેરે વિશે જાણી શકાય છે. તો આજે અમે આ પોસ્ટમાં તમને નખ ને લગતી કેટલીક વિશેષ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ગુલાબી નખ

ગુલાબી નખ જોતા ખૂબ જ સુંદર લાગે છે અને નખ નું ગુલાબી હોવું તે ભાગ્યશાળી પણ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોનાં નખ ગુલાબી હોય છે, તેઓ આર્થિક રીતે ખૂબ મજબૂત હોય છે. આ લોકોને ક્યારેય આર્થિક મુશ્કેલી આવતી નથી. સમાજમાં ગુલાબી નખ વાળા લોકોને ખુબ જ માન મળે છે. તેઓ તેમની કારકિર્દીમાં ટોપ પર પહોંચે છે. અને જો કેટલાક કારણોસર તેઓ ટોપ પર ના પહોંચે તો પણ ઘરે અને ઓફિસમાં લોકો તેમની વાતો પર પૂર્ણ ધ્યાન આપે છે. તેમનું મગજ ખૂબ જ તેજ હોય છે અને તેથી જ તેઓ અઘરામાં અઘરું કામ પણ એક ચપટીમાં જ પૂર્ણ કરી દે છે.

લાલ નખ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર નાખ લાલ હોવા ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે અને જોવામાં પણ ખુબ સુંદર લાગે છે. જે છોકરીઓનાં નખ લાલ હોય છે તે દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. તેમની ખૂબસૂરતી જોઈને બધા જ તેમની સાથે મિત્રતા કરવાનું પસંદ કરે છે અને આ કારણે જ તેમનું ફ્રેન્ડ લીસ્ટ ખૂબ જ મોટું હોય છે. આ છોકરીઓ પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે અને તેમને ક્યારેય આર્થિક મુશ્કેલી આવતી નથી. તેમને ક્યારેય પૈસા અને સંપત્તિ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. એટલું જ નહીં આ છોકરીઓ નું વૈવાહિક જીવન પણ ખૂબ જ ખુશી થી ચાલે છે.

નખ પર બનેલું અર્ધચંદ્ર

જે છોકરીઓનાં નખ પર અર્ધચંદ્ર નું નિશાન હોય છે તે ખૂબ જ ખુલ્લા મનની હોય છે. આવી છોકરીઓ કોઇનાં દબાણમાં કામ કરવાનું પસંદ કરતી નથી અને તેઓ હંમેશા પોતાની રીતે જીવન જીવવાનું પસંદ કરે છે. આ છોકરીઓને તેમની કારકિર્દીમાં જલ્દીથી સફળતા મળે છે. જેનાં કારણે તેમનું જીવન ખૂબ જ સરસ રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ છોકરીઓ નાં જીવનમાં રાજ યોગ હોય છે. તેમને આખી જિંદગી દરમ્યાન કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી.

પીળા નખ

 

કેટલીક છોકરીઓ નાં નખ નો રંગ પીળો હોય છે. આ છોકરીઓ નું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. આવી છોકરીઓ માં હંમેશા લોહીનું પ્રમાણ ઓછું રહે છે અને તેને વારંવાર માથામાં દુઃખાવાની સમસ્યા રહે છે. એટલું જ નહિ પીળા નખવાળી છોકરીઓ સ્વભાવથી ચીડ-ચીડી અને ગુસ્સાવાળી હોય છે. તેમનું વૈવાહિક જીવન પણ ખૂબ જ તણાવ ભરેલું રહે છે.

નખ પર સફેદ કે કાળા ડાઘ

જે છોકરીઓને નખ પર સફેદ કે કાળા ડાઘ હોય છે તેમની તબિયત વારંવાર ખરાબ થતી રહેતી હોય છે. તેથી આ છોકરીઓએ તેમનાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ઉપરાંત તેમનું વૈવાહિક જીવન પણ ખૂબ જ તણાવ ભરેલું હોય છે અને વારંવાર તેઓ તેમનાં જીવનસાથી સાથે ઝઘડા કરતી હોય છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *