તમારા પ્રેમ સંબંધને મજબૂત બનાવવા, આ વેલેન્ટાઈન ડે પર કરો આ ઉપાય

તમારા પ્રેમ સંબંધને મજબૂત બનાવવા, આ વેલેન્ટાઈન ડે પર કરો આ ઉપાય

કપલ્સ આખું વર્ષ વેલેન્ટાઈન વીક ની આતુરતાથી રાહ જોતા હોય છે જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વેલેન્ટાઇન વિક પ્રેમ જીવન જીવી રહેલ લોકો માટે ખૂબ જ ખાસ ગણવામાં આવે છે. પ્રેમી પંખીડાઓ ૧૪ ફેબ્રુઆરી ની ખુબજ આતુરતા રાહ જોતા હોય છે. આ દિવસને  યાદગાર બનાવવા માટે કપલ્સ કેટલાય પ્લાનિંગ પહેલેથી જ કરવા લાગે છે. જેનાથી તેમની લવ લાઇફમાં કંઈક નવીનતા જોવા મળે પરંતુ આ પ્રયત્ન કરવા છતાં પણ એવા ઘણા કપલ હોય છે જેના જીવનમાં કોઇ ને કોઇ પ્રકારની પરેશાનીઓ આવ્યા જ કરે છે. જો તમારા લગ્ન જીવનમાં પરેશાનીઓ ચાલી રહી હોય તો એવામાં જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલ કેટલાક ઉપાયો અપનાવી શકો છો.

જ્યોતિષશાસ્ત્રમાં લવ રિલેશનશિપ મજબૂત બનાવવા માટે કેટલાક ઉપાયો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ઉપાયો કરવાથી તમારો પ્રેમ સંબંધ વધારે મજબૂત બની શકે છે તો ચાલો જાણીએ વેલેન્ટાઇન વીક માં રિલેશનશીપ ને મજબૂત બનાવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ.

તિલક કરવું

પૂજા પાઠ કર્યા બાદ માથા પર તિલક કરવામાં આવે છે તમારામાંથી ધણા એવા લોકો હશે જેમને તેનાં ગોચરન નું નામ ખબર હશે અથવા તો સાંભળ્યું હશે. તમને જણાવી દઈએ કે, આ એક સિદ્ધ વસ્તુ છે જેનો ઉપયોગ ઘણી ચીજો માં કરવામાં આવે છે. જો તમારા રિલેશનશિપને મજબૂત બનાવવા ઈચ્છતા હોવ તો રોજ તમારા ગોચરન નાં નામનું તિલક તમારા માથા પર લગાવવું. તિલક લગાવવાથી સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે એટલું જ નહીં તમારી લવ લાઈફમાં ચાલી રહેલી પરેશાનીઓ દૂર થાય છે અને તમારો પ્રેમ સંબંધ મજબૂત બને છે.

આ મંત્રનો જાપ કરવો

તમારે લવ રિલેશનશિપ મજબૂત બનાવવા ઇચ્છતા હોવ તો વેલેન્ટાઇન વીક માં મહિલાઓએ ગુરુ ન મંત્ર જાપ અને પુરુષો એ શુક્ર નાં મંત્રનો જાપ કરવો. એવું કરવાથી ગુરુ અને શુક્ર નાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા પ્રેમ જીવનમાં ચાલી રહેલ દરેક પરેશાનીઓ દૂર થાય છે. વેલેન્ટાઈન ડે પર આ મંત્રો નો જાપ કરવાથી પ્રેમ સંબંધો મજબૂત બને છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

દેવિકા કાત્યાયની ની પૂજા કરવી

ધાર્મિક શાસ્ત્રો અનુસાર પ્રેમ વિવાહ કે પ્રેમ જીવન મજબૂત બનાવવા માટે દેવી કાત્યાયનીની પૂજા કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રીકૃષ્ણને પતિનાં રૂપમાં મેળવવા માટે દેવી રુકમણી એ દેવી કાત્યાયનીની પૂજા કરી હતી. ત્યારબાદ તેની સાથેજ દુર્ગા સપ્તશતી નાં મંત્ર નિયમિત રૂપથી કરવા એવું કરવાથી તમને મનપસંદ જીવનસાથીની પ્રાપ્તિ થાય છે અને તમારા વચ્ચે નો પ્રેમ સંબંધ મજબૂત બની રહે છે.

રાધા કૃષ્ણની ઉપાસના કરવી

હંમેશા જોવા મળે છે કે, કોઈ વ્યક્તિ કોઈ ને ખુબ જ પ્રેમ કરે છે પરંતુ કોઇના કોઇ કારણે તેના સંબંધમાં પરેશાનીઓ જ આવે છે જેના કારણે ધીમે ધીમે સંબંધ તૂટવા સુધી પહોંચી જાય છે. જો તમારા પ્રેમ જીવનમાં પણ પરેશાની આવી રહી હોય અને તેને દૂર કરવા ઈચ્છતા હોવ તો આ વેલેન્ટાઇન વીક પર રાધાકૃષ્ણની ઉપાસના જરૂર કરવી તેના માટે તમારા ઘરના મંદિરમાં રાધાકૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરીને નિયમિત રૂપથી પૂજા કરવી સાથે જ રાધાકૃષ્ણ જી પાસેથી પ્રેમ નાં આશીર્વાદ માંગવા.

આ રત્ન ધારણ કરવું

જો તમારો પ્રેમસંબંધ વિવાહ સુધી પહોચી ન રહ્યો હોય તો તમારી લવ લાઇફ મજબૂત બનાવવા માટે કે તમારા પ્રેમ જીવન નું ભવિષ્ય સુંદર બનાવવા માટે ઓપલ નું રત્ન ધારણ કરવું.  જ્યોતિષ અનુસાર આ રત્ન ધારણ કરવાથી પ્રેમ સંબંધ મજબૂત બને છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *