તમારી આ ૬ ભૂલો ને લીધે ઘરમાં ક્યારેય વિરાજમાન નહીં થાય, માતા લક્ષ્મી

માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. અને માં લક્ષ્મીનું પૂજન કરવાથી જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી. જોકે ઘણીવાર આપણે લોકો માં લક્ષ્મીની પૂજા કરીએ છીએ છતાં પણ પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. અને ઘરમાં આર્થિક તંગી રહે છે. જો સાચા ભાવ સાથે માં લક્ષ્મીનું પૂજન કરવામાં ના આવે તો પૂજાનું કોઈ ફળ મળતું નથી. માટે તમે જ્યારે પણ માં લક્ષ્મીની પૂજા કરો ત્યારે સાચા મનથી પૂજન કરવું. માં લક્ષ્મીનું પૂજન વિધિ પ્રમાણે કરવામાં આવે તો પૂજા જરૂર સફળ થાય છે અને ઘરમાં ધનની બરકત રહે છે. ચાલો જાણીએ માં લક્ષ્મી નાં પૂજન ની વિધિ
પૂજન વિધિ
- સવારે ઉઠીને સ્નાન કરવું. ત્યારબાદ મંદિરની સારી રીતે સફાઈ કરીને માં લક્ષ્મીની મૂર્તિને ફૂલ અને ફળ અર્પણ કરવા.
- મહાલક્ષ્મી ને અત્તર ખૂબ જ પસંદ છે. તેથી પૂજા કરતી વખતે તેને અત્તર વાળી વસ્તુઓ અર્પણ કરવી. પૂજા કરતા પહેલા માં લક્ષ્મીનાં ચરણોમાં એક રૂપિયાનો સિક્કો પણ મૂકવો. માં લક્ષ્મીની મૂર્તિ સામે દીવો કરવો. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, માં લક્ષ્મીની પૂજા કરતી વખતે તેની સામે ઘીનો દીવો કરવો. દીવો કર્યા બાદ માતા લક્ષ્મી સાથે જોડાયેલ મંત્રોનો જાપ કરવો. અને માતાજીની આરતી કરવી. રોજ સવારે આ રીતે માં લક્ષ્મીની પૂજા કરવી.
- શુક્રવાર નો દિવસ માં લક્ષ્મી સાથે જોડાયેલો છે. માટે આ દિવસે માં લક્ષ્મીની વિશેષ પૂજા કરવી અને બની શકે તો વ્રત પણ રાખવું.
કરો આ ઉપાય
- પૂજા કરવા ઉપરાંત નીચે બતાવેલ ઉપાયો પણ કરવા આ ઉપાયો કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.
- જો કારણ વગર જ ખર્ચો થઈ રહ્યો હોય તો માં લક્ષ્મી નાં ચરણોમાં રોજ કમળનું ફૂલ અર્પણ કરવું. એવું કરવાથી ખર્ચા ઓછા થશે અને ધન ભેગુ થઈ શકશે.
- ધનની પરેશાની હોય ત્યારે માં લક્ષ્મી નાં મંદિરે જઈને માં ની સામે પાંચ દીવા કરવા અને કમળની માળા અર્પણ કરવી.
- પીપળા નાં વૃક્ષ પર માં લક્ષ્મી બિરાજમાન હોય છે. માટે પીપળા નાં વૃક્ષની પૂજા કરવી અને વૃક્ષની સામે દીવો કરવો સાથે જ વૃક્ષને જળ પણ અર્પણ કરવું.
- પૂજા કરવા માટે માં લક્ષ્મીની એવી મૂર્તિ ઘરમાં રાખવી જેમાં માં લક્ષ્મી નાં હાથમાંથી ધનની વર્ષા થતી હોય આ પ્રકારની મૂર્તિ ની પૂજા કરવાથી ધનનું આગમન થાય છે.
આ વાતોનું ધ્યાન રાખવું
- ક્યારેય પણ તૂટેલા કાંસકા થી વાળ ના ઓળાવવા આવું કરવાથી માં લક્ષ્મીજી નારાજ થાય છે.
- પૂજા નાં દીવા ને ફુક મારીને ક્યારેય ઓલવવો નહીં.
- રાત્રિ નાં સમયે પગ હંમેશા સાફ કરીને જ સૂવું.
- રાત્રિનાં સમયે કિચન જરૂરથી સાફ કરવું. અને કિચનમાં ગંદા વાસણ ન રાખવા આવું કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે.
- સૂર્યાસ્ત બાદ ઝાડુ લગાવવું નહીં અને ઝાડુને પગથી અડવું નહીં.
- માં લક્ષ્મી કેવળ એ જ ઘરમાં બિરાજમાન થાય છે જ્યાં સાફ-સફાઈ સારી રીતે કરવામાં આવે છે. માટે ઘરને હંમેશા સ્વચ્છ રાખવું.