તમારી ઉંમર અનુસાર જાણો તમારે કેટલી માત્રામાં ઘી ખાવું જોઈએ, વજન પણ ઓછું થશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે

પહેલાનાં જમાનામાં લોકો પોતાના ખાનપાનમાં રોજ દેશી ઘી નો ઉપયોગ કરતા હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ઘી ને લઇને ઘણી બધી ખોટી વાતો થવા લાગી. જેમ કે, ઘી ખાવાથી વજન વધે છે, ઘી સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું વગેરે વગેરે. ખરેખર ઘી ને લઈને આવી ખોટી વાતો રિફાઈન્ડ તેલ નો વ્યવસાય કરવા વાળી કંપનીઓએ ફેલાવી છે. જયારે હકીકત તો એ છે કે, ઘી નો ઉપયોગ કરી તમે તેનાથી મળતા ઘણા બધા ફાયદાઓ લઈ શકો છો. બસ તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે તમારે તમારી ઉંમરનાં હિસાબથી યોગ્ય માત્રામાં ઘી ખાવું જોઈએ.આજે અમે તમને ઉંમરનાં હિસાબથી યોગ્ય માત્રામાં ઘી ખાવા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, તમારે શુદ્ધ દેશી ઘી જ ખાવું. બજારમાં મળતા નકલી ઘી થી સાવધાન રહો. નકલી ઘી સફેદ રંગનું હોય છે જ્યારે શુદ્ધ ઘી હલકા પીળા રંગનું હોય છે. બને ત્યાં સુધી ઘરની મલાઈ માંથી બનેલું શુદ્ધ ઘી જ ખાવ.
૧૮ વર્ષથી નાની ઉમર
બાળકો અને કિશોર વય નાં લોકોએ રોજ ની બે-થી ત્રણ ચમચી ઘી ખાવું જોઈએ. વધારે સ્પષ્ટ રીતે કહીએ તો આ વર્ગનાં લોકોએ રોજ ૧૫ થી ૨૦ ગ્રામ ઘી ખાવું જોઈએ. તેનાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે.
૧૮ થી ૪૫ વર્ષનાં લોકો
આ કેટેગરીમાં યુવાવર્ગ આવે છે. આ લોકોએ રોજ ૧૦ થી ૧૨ ગ્રામ ઘી ખાવું જોઈએ. એટલે કે દિવસ દરમિયાન બે ચમચી ઘી ખાવું જોઈએ.
૪૫ થી ૬૦ વર્ષ નાં લોકો
આ કેટેગરીમાં મોટી ઉમર નાં લોકો આવે છે. તેઓએ રોજ ૮ થી ૧૦ ગ્રામ એટલે કે એક ચમચી ઘી ખાવું જોઈએ.
ગર્ભવતી મહિલાઓએ
ગર્ભવતી મહિલાઓ અને બાળકોને સ્તનપાન કરાવતી મહિલોઓએ રોજ ૨ થી ૩ ચમચી ઘી ખાવું જોઈએ. તે તમારા દ્વારા નિર્ધારિત દૂધની ગુણવત્તામાં સુધારો કરશે.
૬૦ વર્ષથી વધારે ઉમરનાં લોકોએ
જે લોકોની ઉંમર ૬૦ વર્ષથી ઉપરની હોય તેમણે ડોક્ટરની સલાહ લઈને પછી કેટલું ઘી ખાવું તેની માત્રા નક્કી કરવી જોઈએ. એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે તમારી ઉંમરનાં પ્રમાણમાં ઘી નું સેવન કરો છો ત્યારે તમારી બોડી તેને સારી રીતે ઓબ્સેર્વ કરે છે. પરિણામે તમને ઘી દ્વારા યોગ્ય ઉર્જા પ્રાપ્ત થાય છે.