“તાંડવ” માં કરવામાં આવ્યું હિંદુ દેવી-દેવતાઓનું અપમાન, જેનાં માટે બીજેપી સાંસદે પત્ર લખી મંત્રાલય પાસેથી કરી છે મોટી માંગણી

“તાંડવ” માં કરવામાં આવ્યું હિંદુ દેવી-દેવતાઓનું અપમાન, જેનાં માટે બીજેપી સાંસદે પત્ર લખી મંત્રાલય પાસેથી કરી છે મોટી માંગણી

હાલમાં જ રીલીઝ થયેલી વેબ સીરીઝ તાંડવ વિવાદોમાં ખરાબ રીતે ધેરાયેલી છે અને દરેક વ્યક્તિ આ વેબસીરીઝ ને બેન કરવાની માંગ કરી રહ્યું છે. તાંડવ સિરીઝમાં બતાવવામાં આવેલ એક સીન પર ઘણા લોકોએ આપત્તિ દર્શાવી છે અને હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો આરોપ સીરીઝ મેકર્સ પર લગાવવામાં આવ્યો છે. મહારાષ્ટ માં ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ મનોજ કોટકે તો સીરીઝને બેન કરવા માટે સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર ને પત્ર લખ્યો છે. આ પત્રનાં માધ્યમથી તેઓ એ સિરીઝમાં હિન્દુ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. મહત્વની વાત છે કે, ઓટીટી પ્લેટફોર્મ પ્રાઈમ વિડીયો પર તાંડવ સીરીઝને રિલીઝ કરવામાં આવી છે.

આ સીરીઝ માં ભગવાન શિવ ની ભૂમિકા નિભાવનાર એક એક્ટર અપશબ્દો આપતા જોવા મળે છે, જેના કારણે વિવાદ થયો છે. આ સીન ને લઈને લોકોએ આપત્તિ દર્શાવી છે અને દેશભર નાં લોકો એ જાણ્યું છે કે, હાલમાં જ રીલીઝ થયેલી તાંડવ સીરીઝ માં એવું લાગે છે કે, નિર્માતાઓએ જાણી જોઈને હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવી છે. મેકર્સ હિન્દુ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. હું સુચના અને પ્રસારણ મંત્રાલયને તત્કાલ રૂપથી ઓટીટી પ્લેટફોર્મ પર રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવા અને વિવાદન વેબ સીરીઝ તાંડવ પર બેન લગાવવાની માંગ કરું છું.

આ ઉપરાંત તેઓએ ઓટીટી પ્લેટફોર્મ પર પણ સવાલ કર્યા છે અને કહ્યું છે કે, એવું મહેસૂસ થાય છે કે, આજકાલ ઓટીટી પ્લેટફોર્મ વધારે પોપ્યુલર થઈ ગયું છે. ખાસ કરીને યુવાઓ વચ્ચે આ પ્લેટફોર્મ બધા જ પ્રકાર નાં સેંસર ઓથોરિટી થી મુક્ત છે અને આઝાદી નો ખોટો ફાયદો ઉઠાવી રહી છે. ડિજિટલ પ્લેટફોર્મ ને રેગ્યુલેટ કરવું જોઈએ તેઓએ પત્રમાં લખ્યું છે કે, ઓટીટી પ્લેટફોર્મ પર ચાલી રહેલ પ્રોગ્રામમાં હિંસા, ડ્રગ્સ, નફરત અને અશ્લીલતા થી ભરેલા હોય છે. ક્યારેક ક્યારેક તે હિન્દુઓ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *