તારક મહેતા નાં કુવારા પોપટલાલ રિયલ લાઇફમાં ૩ બાળકો નાં પિતા છે, ખૂબ જ ફિલ્મી છે તેમની પ્રેમ કહાની

તારક મહેતા નાં ઉલ્ટા ચશ્મા સબ ટીવી નો કોમેડી શો છે. છેલ્લા ઘણા વર્ષોથી આ સીરિયલ દર્શકોનું મનોરંજન કરે છે. ટીઆરપી લિસ્ટમાં આ સીરિયલ નો હંમેશા ટોપટેનમાં સમાવેશ થાય છે. આ સીરિયલે કોમેડી ક્ષેત્રમાં પોતાની અલગ જ ઓળખ બનાવી છે. આ સીરિયલ નાં દરેક કલાકારો ખુબજ સારી ભૂમિકા નિભાવે છે. અને આપણને હસવા માટે મજબૂર કરી દે છે. આ કલાકારો માં એક પોપટલાલ નું પાત્ર છે.પોપટલાલ શો માં પત્રકારની ભૂમિકા નિભાવે છે. જેના લગ્ન હજી સુધી થયા નથી. શો માં પોપટલાલ ની ઉંમર દિવસે ને દિવસે વધતી જાયછે. પરંતુ ન તો તે અને ના ગોકુલધામ નાં લોકો તેમની દુલ્હન શોધી શક્યા. શો માં પોપટલાલ ની ઈચ્છા એક સુંદર અને સુશીલ છોકરી સાથે લગ્ન કરી અને ઘર વસાવવાની છે.
શું તમે જાણો છો શો માં પોતાનાં લગ્નને લઈને પરેશાન રહેનાર પોપટલાલ રિયલ લાઇફમાં મેરીડ છે. અને તેમનાં લવ મેરેજ છે. તારક મહેતા નાં શોમાં અવોડ વિનર વરિષ્ઠ પત્રકાર ની ભૂમિકા નિભાવનાર એક્ટર નું નામ શ્યામ પાઠક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક સમયે શ્યામ પાઠક નું સપનું એકટર નહીં પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું હતું. જોકે અભિનયનો તેને એટલો નશો ચડ્યો કે તેણે પોતાની કારકિર્દી તેમાં બનાવવાનું વિચારી લીધું. શ્યામ પાઠક એ દિવસોમાં સીએ નો અભ્યાસ કરી રહ્યા હતા. અચાનક સીએની નો અભ્યાસ કરતા તેમને ખ્યાલ આવ્યો કે, તેમનું મન તેમાં લાગતું નથી તેમણે કંઈક અલગ કરવું જોઈએ. શરૂઆત થી જ તેને એકટીગ માં રસ હતો એવામાં તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં એડમિશન લઈ લીધું.
એન એસ ડી માં એડમિશન લીધા બાદ તેઓએ પોતાની લાઈફ ની નવી શરૂઆત કરી. એન એસ ડી માં અભ્યાસ દરમ્યાન શ્યામ પાઠક ની મુલાકાત રેશમી સાથે થઇ. બંને એક જ ક્લાસમાં હતા અને બંને સારા મિત્ર બન્યા. શ્યામ જઈને રેશમી ને પ્રેમ કરવા લાગ્યા જ્યારે આ વાત ની રેશમી ને ખબર પડી ત્યારે તેમને પણ શ્યામ પાઠક સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. થોડા સમય બાદ તેઓ લગ્નગ્રંથિથી જોડાયા આજે શ્યામ પાઠક નાં ૩ બાળકો છે. જેમાં બે દીકરીઓ અને એક દીકરો છે. શ્યામ પાઠક પોતાનાં બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. અને પોતાનાં પરિવાર સાથે સુંદર જીવન પસાર કરે છે.
તમને જણાવી દઈએ કે, તાઇવાન ભાષાની ફિલ્મ થી શ્યામ પાઠકે પોતાનાં કેરિયરની શરૂઆત કરી હતી. જશોદાબેન જયંતીલાલ જોશી ની જોઇન્ટ ફેમિલી, સુખ બાય ચાન્સ જેવી સિરિયલમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે. જોકે તેમને સાચી ઓળખ તારક મહેતાનાં પોપટલાલ થી જ મળી. આજે તેને ઘરમાં લોકો એ નામથી જ ઓળખે છે.