તારક મહેતા માં પાછા ફર્યા દયાબેન, પરંતુ નારાજ થયા ફ્રેન્સ

ટેલિવિઝન નાં મોસ્ટ પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી દર્શકોની વચ્ચે પોતાની પકડ બનાવવામાં સફળ રહ્યા છે. પરંતુ દયાબેન ની ભૂમિકા નિભાવનાર દિશા વાકાણી ઘણા સમયથી ગાયબ છે એવામાં દયાબેન નાં ફ્રેન્સ શો માં તેમના પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એટલું જ નહીં ફ્રેન્સે વારંવાર શો નાં મેકર્સને દયાબેન ને પરત લાવવા માટે રીક્વેસ્ટ પણ કરેલી હતી. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ચશ્મા નાં લોકપ્રિય ભૂમિકા નિભાવનાર દિશા વાકાણી ૨૦૧૭ થી શો માંથી ગાયબ છે જેને કારણે શો માં દર્શકોને પહેલા મજા આવી રહી નથી. ૨૦૧૭ માં દયાબેન ની ભૂમિકા નિભાવનાર દિશા વાકાણી માં બન્યા હતા જેના કારણે તેઓ ગાયબ થઇ ગયા હતા. શો માં દરેક વખતે તેમનાં પરત આવવાની ખબર આવે છે.
દિશા વાકાણી નાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે કે, તે પરત આવી રહ્યા છે આ પોસ્ટ જોઈને તેમના ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા ત્યારે બીજી તરફ તેની આલોચના કરવામાં આવી હતી. કારણકે ઘણીવાર આવી વાત બની ચૂકી છે કે, દિશા વાકાણી શોમાં પરત ફરી રહ્યા છે પરંતુ અંતમાં ફ્રેન્ડ્સ ને ફક્ત નિરાશા જ હાથ લાગે છે જેના કારણે ગુસ્સો યોગ્ય છે. દિશા વાકાણી નાં નામથી વાયરલ થયેલ પોસ્ટમાં સાફસાફ લખ્યું છે કે, દયા બેન શોમાં પરત ફરી રહ્યા છે સાથે જ એ પણ લખવામાં આવ્યું છે કે તેમણે શૂટિંગ શરૂ કરી દીધું છે. આ પોસ્ટ જોયા બાદ આપણે અંદાજો લગાવવામાં આવી શકે છે કે તે શો માં પરત ફરી રહ્યા છે પરંતુ આ વાતની કોઈ યોગ્ય પુષ્ટિ કરવામાં આવી નથી.
જોકે શો નાં મેકર તરફથી પણ દિશા વાકાણી ની વાત પર કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ પોસ્ટ જોયા બાદ સોશિયલ મીડિયાના યુઝરને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. એક વ્યક્તિએ કહ્યું હતું કે જો તમે પરત ફરી રહ્યા નથી તો વારંવાર જુઠ્ઠું શા માટે બોલો છો મતલબ સાફ છે કે તારક મહેતામાં દિશા વાકાની પરત ફરશે એ લોકોને એક સપનું લાગી રહ્યું છે. એવામાં આ પોસ્ટ પર વિશ્વાસ કરવો યુઝર્સ માટે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. જોકે આ વાતની હજી સુધી કોઈ યોગ્ય પૃષ્ટિ પણ થઇ નથી.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૭ માં દયાબેન ની ભૂમિકા નિભાવનાર દિશા વાકાની એ મેટરનીટી લીવ લીધી હતી ત્યારબાદ તે શો માંથી ગાયબ થઇ ગયા હતા દિશા વાકાણી ને લઈને આજ સુધી ઘણા સમાચાર આવી ચૂક્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ રે એ પણ દાવો કર્યો છે કે, દિશા વાકાણી તારક મહેતા ને અલવિદા કહી ચુક્યા છે પરંતુ એ વાત ની પણ હજી સુધી પુષ્ટિ થઈ નથી.