ટીન એજ માં બાળકો થવા લાગે છે કુટુંબથી દૂર,આ ૫ ટિપ્સ અપનાવવાથી તમારા સંબંધો બનશે મજબૂત

ટીન એજ માં બાળકો થવા લાગે છે કુટુંબથી દૂર,આ ૫ ટિપ્સ અપનાવવાથી તમારા સંબંધો બનશે મજબૂત

નાના બાળકો નો ઉછેર કરવાનું સરળ છે કેમ કે, તેમનું મગજ એક ખાલી કાગળ છે, જેના પર તમે જે પણ લખો છો તે છપાઈ જાય છે. જોકે જ્યારે બાળકો ટીન એજમાં પહોંચે છે ત્યારે તેમનાં મગજમાં અને શરીરમાં ઘણા ફેરફારો થાય છે. ઘણી વખત બાળકો લાગણીને સમજી શકતા નથી અને તેથી તેઓ પરિવારથી અંતર બનાવવાનું શરૂ કરે છે.

હકીકતમાં ટીનએજમાં બાળકોનાં મનમાં ઘણા સવાલો આવે છે. જે તેઓ પરિવાર સાથે શેયર કરી શકતા નથી. આ કારણે તેઓ તેમનાં પરિવારથી દૂર થતા જાય છે અને એકલા સમય વિતાવવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં પરિવારનાં લોકો માટે બાળકને સમજવું ખૂબ મુશ્કેલ બની જાય છે. અને આવી સ્થિતિમાં ઘરમાં ઝઘડા વધવા લાગે છે. જો તમે તમારા ટીનએજ નાં બાળક સાથે આવું કરો છો તો તેનાથી તમારી સમસ્યા દૂર નહીં થાય પરંતુ વધશે. અહીંયા અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે ટીનએજ નાં બાળકો સાથે કઈ રીતે વ્યવહાર કરવો.

 તેમને સ્પેસ આપો

લોકો માને છે કે સ્પેસ ખાલી મોટા લોકોને જ જોઈએ પરંતુ તે સાચું નથી ટીનએજનાં બાળકોને પણ પોતાની અલગ સ્પેસ જોતી હોય છે. ટીનએજમાં બાળકોનાં હોર્મોન્સમાં ઘણા ફેરફારો થાય છે. બાળકો પોતાના વિશે વિચારવાનું શરૂ કરે છે. તેમનામાં વિચારવાની અને સમજવાની સમજ પણ આવવા લાગે છે. ઘણીવાર તેઓ પોતે પણ સમજી શકતા નથી કે તેમને ગુસ્સો શું કામે આવે છે અને તેઓ ખુશ કેમ છે. આવી સ્થિતિમાં તેમને વારંવાર પ્રશ્નો ના પૂછો, અને તેમને થોડી સ્પેસ આપો. જ્યારે તમે તેમને તેમની પોતાની સાથે વાત કરવાની તક આપશો ત્યારે તેઓ તેમની સમસ્યાને સમજી શકશે.

 બાળકો પર વિશ્વાસ કરો

મોટાભાગનાં માતા-પિતા તેમનાં બાળકો પર વિશ્વાસ કરતા નથી. બીજા બાળકો સાથે પોતાના બાળકની વારંવાર સરખામણી કરીને પોતાના બાળકને પોતાના થી દુર કરે છે. દરેક બાળકની પોતાની અલગ ખાસિયત હોય છે. મોટાભાગનાં માતા-પિતાને લાગે છે કે, તેમનાં બાળક ને સહારા ની જરૂર છે અને તેઓ તેમનું કામ યોગ્ય રીતે નહીં કરી શકે. તેથી તેઓ કોઈ પણ કામ કઈ રીતે કરવું તે પોતાના બાળક ને ચોક્કસપણે કહે છે. હંમેશા તમારા બાળક સાથે આવું કરશો તો તે તમારા થી દુર થઈ જશે. બાળક ને તેની પોતાની રીતે કામ કરવાની મંજૂરી આપો અને તેની ક્ષમતા પર વિશ્વાસ કરો.

 જ્યારે ભૂલ કરે ત્યારે સમજાવો

ઘણાં માતા-પિતાને લાગે છે કે, જો બાળક ભૂલ કરે તો તેને ઠપકો આપવો જોઈએ અને મારવું જોઈએ. જ્યારે બાળક ટીનએજમાં હોય ત્યારે તેને મારવું નહીં કે ઠપકો પણ ના આપવો. સૌથી પહેલા એ જાણવાની કોશિશ કરો કે તેણે એ ભૂલ શા માટે કરી ત્યારબાદ તેને પ્રેમથી સમજાવો. જ્યારે બાળક ટીનએજમાં પહોંચે છે ત્યારે તેનામાં આત્મસન્માનની ભાવના વિકસિત થવા લાગે છે. તેમનામાં સંવેદનશીલતા વધવા લાગે છે આવી સ્થિતિમાં કોઈપણ ભૂલ પર ના તો તેને ઠપકો આપો કે ના તો તેની મજાક કરો. આવી સ્થિતિ માં જો કોઈ બાળક સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે, તો તેનાં વિકાસ પર અસર કરે છે. આવી સ્થિતિમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

ખર્ચ પર ધ્યાન આપો

મોટા થતાં બાળકો ની ઘણી બધી જરૂરિયાતો ઉત્પન્ન થવા લાગે છે. માતા-પિતાએ તેની કાળજી લેવી જોઇએ અને ખર્ચ અનુસાર બાળકને જરૂરી હોય તેટલા જ પૈસા આપવા જોઈએ. ખોટી શાન દેખાડવા માટે ક્યારેય પણ બાળકને પૈસા ના આપો. આ ઉમરનાં બાળકને ફોન, કાર અને બાઈક લેવાનો પણ શોખ થાય છે. જો તમે તેમની બિનજરૂરી જરૂરિયાતોને પૂર્ણ કરવાનું ચાલુ રાખશો તો તેઓ પૈસાનું મહત્વ ક્યારેય સમજશે નહીં.

મિત્રો પર ધ્યાન આપો

ટીનએજમાં બાળકો ઘણા મિત્રો બનાવે છે. આ ઉંમરમાં તેમને તમામ પ્રકારનાં લોકો આકર્ષિત કરે છે. સ્કૂલ સિવાય કોલોનીમાં પણ તેમની દોસ્તી વધે છે અને ઘણીવાર બાળકો તેમની ઉંમર થી બમણી ઉંમરનાં બાળક સાથે દોસ્તી કરે છે. જોકે, આ ઉંમરે બાળકો પર ખરાબ સંગતની અસર ઝડપથી થાય છે. આને કારણે ખાસ ધ્યાન રાખવું કે, તમારા બાળકનાં મિત્રો કેવા છે. આ માટે તેનાં પર શક ના કરો પરંતુ તેની સાથે મિત્ર બનીને વર્તન કરો. જો બાળકો સારી સંગત માં નથી તો તેને પ્રેમથી સમજાવો. બાળકો પર વિશ્વાસ કરો અને તેમને ખોટા અને સાચા નો તફાવત શીખવાડો.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *