ઠંડી ની ઋતુ માં સવારે કડક અને ગરમ ચા પીવાથી થઈ શકે છે નુકસાન, જાણો ચા પીવાની સાચી રીત

ચા ભારત નાં લોકોનું પસંદગીનું પીણું છે. તેનાં વિના ધણા લોકોનાં દિવસ ની શરૂઆત થતી નથી. અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે એવામાં ઘણા લોકો એક કરતાં વધારે વાર ચા પીવાનું પસંદ કરે છે. કેટલાક લોકોને ચા ની ઈચ્છા એટલી બધી થાય છે કે, તેઓ બેડ પરથી ઊઠીને તરતજ ચા પીવે છે. જો તમે પણ ઠંડીમાં સવારે સવારે સૌથી પહેલા ચા પીવો છો તો આ વાતનું ધ્યાન રાખો કે, તમારી આદત તમારા સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. આ આદત નાં કારણે કેન્સર જેવી જાનલેવા બીમારી પણ થઈ શકો છે.શિયાળાની ઋતુમાં ચા તમારા જીવનું જોખમ કરે તે પહેલાં તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ચા ની આદત અચાનક થી છોડવી સંભવ નથી પરંતુ તમે તેને સાચી રીતે પીશો તો તેનું જોખમ ઓછું રહે છે. તો ચાલો જાણીએ ચા પીવાનો સમય અને ચા પીતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
- ક્યારેય પણ ખાલી પેટે ચા પીવી જોઈએ નહીં પહેલા થોડો નાસ્તો કરી અને ત્યારબાદ જ ચા પીવી જોઈએ ખાલી પેટે ચા પીવાથી એસીડીટી અથવા કેન્સર પણ થઈ શકે છે.
- શિયાળાની ઋતુમાં ઘણા લોકો એકદમ કડક ચા પીવાનું પસંદ કરે છે તે કારણે તેઓ ચા ને ખૂબ જ ઉકાળે છે આવી ભૂલ કરવી જોઈએ નહીં. વધારે ઉકાળેલી ચા સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક હોય છે.
- જ્યારે પણ ચા પીવી હોય ત્યારે તેની પહેલા ૧ ગ્લાસ પાણી જરૂર પીવું તેનાથી ચા વધુ નુકસાન કરશે નહીં.
- વધારે ગરમ ચા પીવી જોઈએ નહીં. વધારે ગરમ ચા પીવાથી અન્ન નળી નું કેન્સર થવાની સંભાવના રહે છે. તેથી થોડી ઠંડી ચા પીવી જોઈએ.
- ભોજન ની તુરત જ બાદ ચા પીવાનું બંધ કરવું જોઈએ એવું કરવાથી તમારા શરીર નાં પોષક તત્વો ભોજનને સારી રીતે અવશોષિત નથી કરી શકતા તેનાથી તમને ઘણી ગંભીર પ્રોબ્લેમ થઈ શકે છે.
- કેટલાક લોકોની આદત હોય છે કે ચા વધારે ઠંડી થઈ જાય તો તેને ફરી ગરમ કરીને પીવે છે. એવી ભૂલ કરવી જોઈએ નહીં બીજી વાર ગરમ કરેલી ચા ઝેર સમાન હોય છે માટે એકવાર બનાવેલી ચા ફરીથી ગરમ કરવી જોઈએ નહીં. તેમજ વધારે વાર પડેલી ઠંડી ચા પીવાથી પણ બચવું જોઈએ.