તુલસી નાં છોડ ની પૂજા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવાથી થશે લાભ, જાણો તેની સાથે જોડાયેલી માન્યતાઓ

તુલસી પૂજન કરવાથી ઘણા લાભ થાય છે. જે લોકો આ પવિત્ર છોડની પૂજા કરે છે તેનાં પર ભગવાન વિષ્ણુ ની કૃપા બની રહે છે. જો કે તુલસી પૂજન કરતી વખતે ઘણા એવા નિયમોનું ધ્યાન રાખવું.જોઈએ અને આ નિયમોનું પાલન કરવાથી તુલસી પૂજન નો લાભ થાય છે. જે લોકો તુલસી પૂજન સાથે જોડાયેલા નિયમોનું પાલન કરતા નથી તેઓ પાપ નાં ભાગીદાર બને છે. ચાલો જાણીએ તુલસી પૂજન કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
Advertisement
તુલસી પૂજન કરતી વખતે ધ્યાનમાં રાખો આ વાતો
- એવી માન્યતા છે કે, રવિવાર નાં દિવસે તુલસી નાં પાન તોડવા જોઈએ નહિ. સાથે જ આ દિવસે તુલસી ને જળ અર્પણ કરવું જોઈએ નહિ. રવિવાર નો દિવસ ભગવાન વિષ્ણુ ને પ્રિય છે અને તુલસી નો છોડ પણ ખૂબ જ પ્રિય છે. તેથી રવિવાર નાં દિવસે તુલસી નાં પાન તોડવા જોઈએ નહીં અને તે દિવસે તુલસીજી ને જળ પણ અર્પણ કરવું નહીં એવું કરવાથી પાપ ચડે છે.
- તુલસીનો છોડ હંમેશા ઘર નાં આંગણામાં હોવો જોઈએ. આ છોડની પૂજા જરૂર કરવી સાંજના સમયે તુલસીજી સામે અંધકાર ના હોવો જોઈએ. આ છોડ ની પાસે દીવો જરૂર કરવો.
- જો તમારા ઘરમાં નવો તુલસીજી નો છોડ લગાવો હોય તો તેને ફક્ત ગુરુવાર નાં દિવસે લગાવો ગુરુવાર નાં દિવસે તુલસીનો છોડ લગાવો ખૂબ જ શુભ ગણવામાં આવે છે.
- વિષ્ણુ પુરાણ અનુસાર રવિવાર ઉપરાંત એકાદશી, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ અને સાંજનાં સમયે તુલસી નાં પાન તોડવા જોઈએ નહિ. એવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે.
- શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વગર તુલસી નાં છોડને અડવું જોઈએ નહિ. એવું કરવાથી તમે પાપ નાં ભાગીદાર બનો છો. તુલસી નાં છોડ પાસે સફાઈ જરૂર રાખવી ત્યાં ગંદુ રાખવું નહીં.
- તુલસીજી નાં પાન ભગવાન શિવ, ગણેશ અને ભૈરવજી ને ચડાવવા નહીં. આ ભગવાનને તુલસી પત્ર ચડાવવા શાસ્ત્રોમાં નિષેધ ગણવામાં આવે છે.
- ગુરુવાર નાં દિવસે વિષ્ણુની પૂજા કરતી વખતે તુલસીનું પાન જરૂર અર્પણ કરવું. એવું કરવું શુભ ગણાય છે. માન્યતા છે કે, વિષ્ણુજી ને જો તુલસીનું પત્ર અર્પણ કરવામાં આવે તો તે પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. અને ભક્તને ઈચ્છા મુજબ નું ફળ પ્રાપ્ત થાય છે. વિષ્ણુ ભગવાનની પૂજા કરતી વખતે તેમને તુલસીનું પાન ચડાવવાનું ભૂલવું નહીં. તમે ભગવાન ને ધરાવાનાં પ્રસાદ માં રાખી શકો છો.
- ગુરુવાર નાં દિવસે તુલસી પૂજા કરવાથી ડબલ ફળ પ્રાપ્ત થાય છે. ગુરૂવાર નાં દિવસે સવારે અને સાંજ નાં સમયે તુલસીજી નાં છોડ સામે દીવો જરૂર કરવો. આ ઉપરાંત ગ્રહણ હોય ત્યારે તુલસીજી નાં છોડને કપડાથી ઢાંકીને રાખો. આ સમય દરમ્યાન તુલસી ને અડવું નહીં ગ્રહણ પૂરું થયા બાદ તેની પૂજા કરવી.
Advertisement