તુલસી નાં પાન નાં ઉપયોગથી દૂર થશે, જીવન ની દરેક મુશ્કેલીઓ

હિન્દુ ધર્મમાં તુલસીનાં છોડ નું ધાર્મિક મહત્વ છે. લગભગ દરેક હિંદુના ઘરમાં તુલસીનો છોડ હોય છે. લોકો સવારે અને સાંજે તુલસીનાં છોડની પૂજા કરે છે. તુલસીનાં છોડને સ્વર્ગ નો છોડ પણ કહેવામાં અવે છે. તુલસી નો છોડ ભારતમાં દરેક જગ્યાએ સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. તેને સૌભાગ્ય નો છોડ પણ કહેવામાં આવે છે. તુલસીનાં છોડને સાક્ષાત માં લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ થાય છે પ્રસન્ન
તુલસી નાં છોડ ને ઘરની બહાર લગાવવામાં આવે છે. તેનો સ્પર્શ કરીને ઘરની અંદર આવતી હવા અમૃત સમાન હોય છે. તેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર રહે છે સાથે જ વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તુલસી નાં છોડ ને દરરોજ જળ ચઢાવવામાં આવે છે. તુલસી નાં છોડથી વ્યક્તિનું સ્વાસ્થ્ય તો સારું રહે જ છે. સાથેજ ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન રહે છે. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થવાથી ઘરમાં ક્યારેય પણ નાણાકીય તંગી આવતી નથી.
ઘરમાં લક્ષ્મીજી નો વાસ થાય છે
તુલસીનાં છોડને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં લગાવવામાં આવે તો તે ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યા રહેતી નથી. શાસ્ત્રોમાં તુલસીનું મહત્વ બતાવવામાં આવ્યું જ છે. આજે અમે તમને તુલસી નાં ઉપાયો જણાવીશું કે જેનાથી તમે તમારી પરેશાનીઓ દૂર કરી શકો છો.
તુલસી નાં છોડ નાં ઉપાયો
- જો તમે આર્થિક સમસ્યા થી દૂર રહેવા ઇચ્છતા હો તો તમારા ઘરે તુલસીનો છોડ અવશ્ય લગાવો. અને તે છોડ નું દર ગુરૂવારે વિધિવત પૂજન કરવું. તુલસીનાં છોડને જળ ચડાવતી વખતે તેમાં થોડું દૂધ પણ ઉમેરવું. કમળનાં ફૂલની માળા ચડાવી. અને માં લક્ષ્મી નું ધ્યાન કરવું અને વિષ્ણુસહસ્ત્ર નાં પાઠ કરવા. ઘરની વચ્ચે જ તુલસીનો છોડ લગાવો. એવું કરવાથી તમને આર્થિક સમસ્યા કયારેય આવશે નહી.
- જો તમને રાતનાં ભયાનક સપના થી ડર લાગતો હોય તો તમારા સુવાના સ્થાન પર તુલસીનાં પાન રાખવા આમ કરવાથી રાતનાં તમે શાંતિથી ઉંઘી શકશો અને નકારાત્મક શક્તિઓ તમારાથી દૂર રહેશે.
- જો પતિ-પત્ની વચ્ચે હંમેશા ઝઘડાઓ થતા હોય તો તેઓએ પોતાની પાસે પાંચ પાંચ તુલસીનાં પાન હંમેશા રાખવા જોઈએ. દરરોજ પૂજા વખતે આ પાનને બદલી અને નવા પાન રાખવા. આવું સતત ૨૧ દિવસ સુધી કરવાથી ઝઘડાઓ ઓછા થશે. સુકાયેલા પાન ને જળમાં પ્રવાહિત કરી દેવા.