ટીવી ની આ ૬ મોટી અભિનેત્રી ઓ સહન કરી ચૂકી છે ઘરેલૂ હિંસા, જાણો તેઓ નાં નામ

ટીવી ની આ ૬ મોટી અભિનેત્રી ઓ સહન કરી ચૂકી છે ઘરેલૂ હિંસા, જાણો તેઓ નાં નામ

ભારત માં દર પાંચ માંથી બે સ્ત્રીઓ ઘરેલૂ હિંસા એટલે કે, ડોમેસ્ટિક વાયલેસ નો શિકાર બને છે. જોકે આ મુદ્દા પર સ્ત્રીઓ ચૂપ રહેવાનું પસંદ કરે છે. ચૂપ રહેવા પાછળ કારણ તેનાં સંસ્કાર હોય છે. પરંતુ એમ કહેવાય છે કે, ત્રાસ આપવો યોગ્ય નથી પણ ત્રાસ સહન કરવો તે તેનાથી પણ ખરાબ છે. તેથી જે સ્ત્રીઓ ઘરેલુ હિંસા નાં પ્રશ્ને ચૂપ રહે છે, ત્તે કોઈ ને કોઈ રીતે પોતે જ આ માટે દોષિત છે. ડોમેસ્ટિક વાયલેસ સામાન્ય સ્ત્રીઓ ને નહીં પરંતુ મોટી મોટી અભિનેત્રીઓ એ પણ સહન કર્યો છે. આજે અમે તમને ટીવી જગત ની એવી ૬  અભિનેત્રી ઓ વિશે જણાવવાના છીએ જેણે, લગ્ન બાદ પતિ નાં ઘર માં આક્રમિક વ્યવહાર સહન કર્યો છે. પરંતુ ખાસ વાત એ છે કે, આ દરેકે હિંસા સામે પોતાનો આવાજ ઉઠાવ્યો. અને  તલાક લઈને નવા જીવન ની શરૂઆત કરી. ચાલો જાણીએ કે આ નીડર અભિનેત્રી ઓ વિશે કે જે સામાન્ય મહિલા માટે એક મિશાલ છે.

Advertisement

શ્વેતા તિવારી

ટેલિવિઝન નાં અભિનેત્રી શ્વેતા તિવારી એ પોતાનાં લગ્નજીવન માં ખૂબ જ દર્દ સહન કર્યું હતું. એક ઈન્ટરવ્યૂ માં આ વિશે તેણે ખુલી ને વાત કરી હતી. શ્વેતા તિવારી નાં પહેલા જીવનસાથી રાજા ચૌધરી તેની સાથે દુર્વ્યવહાર કરતા હતા. ત્યારબાદ શ્વેતા એ તેની સાથે તલાક લઈ અને અભિનવ કોહલી સાથે સબંધ બાંધીયા અભિનવ કોહલી પણ શ્વેતા ની સાથે અપમાન જનક વ્યવહાર કરતા હત. તેથી એક દિવસ કંટાળી ને શ્વેતા એ અભિનવ ની વિરુદ્ધ ઘરેલુ હિંસા નો કેસ કર્યો. સાથે જ તેણે તેનાં બાળકો ની કસ્ટડી લઈ અને અભિનવ સાથે સબંધ તોડી નાખ્યો.

દલજીત કૌર

ટેલિવિઝન માં ‘ગુડન તુમસે ના હો પાયેગા’ માં વેમ્પ ની ભૂમિકા ભજવનાર દલજીત કૌર ના લગ્ન શાલીન ભનોટ  સાથે થયા હતા. જ્યારે દલજીત કૌર ને લાગ્યું કે શાલીન સાથે રહેવું ખૂબ મુશ્કેલ છે. ત્યારે તેણે શાલીન વિરુદ્ધ ઘરેલુ હિંસા નો કેસ નોંધાવ્યો હતો. અને પોતાનાં દીકરા ની કસ્ટડી લઈ અને તેનાં થી દૂર થયા.

ડિમ્પી ગાંગુલી

ડિમ્પી ગાંગુલી  નાં લગ્ન રાહુલ મહાજન સાથે થયા હતા. લગ્ન નાં ઘણા સમય પછી તેનાં સંબંધ માં કોઈ પ્રેમ અને સન્માન ન હતા, જેનાં લીધે  ડિમ્પી ગાંગુલી એ રાહુલ મહાજન વિરુદ્ધ સ્થાનીય અને શારીરિક વિદ્રોપતા નો કેસ નોંધાવ્યો હતો. અને કે બંને એકબીજાથી અલગ થયા હતા.

દીપશિખા નાગપાલ

દીપશિખા નાગપાલ તેઓ એ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મો માં કામ કર્યું છે. જીવન પણ તેનું લગ્ન જીવન પણ સારું ન હતું. દીપશિખા એ એક ઇન્ટરવ્યૂ માં ખુલાસો કરતી વખતે કહ્યું હતું કે, તેનાં  પતિનાં લીધે તેને  ઘણી પરેશાનીઓ નો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં પરંતુ તેમનાં પતિ મારવા ની ધમકીઓ પણ આપતા જેના લીધે એક દિવસ હિંમત કરી ને તેઓએ પોતાનાં પતિ કેશવ અરોડા પર ઘરેલુ હિંસા નો કેસ નોંધાવી અને અલગ થયા હતા.

ચાહત ખન્ના

ચાહત ખન્ના ને “બડે અચ્છે લગતે હો” અને “કબુલ હે” જેવી સિરિયલો થી દર્શકો નો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. તે ઓન સ્ક્રીન જેટલી ખુશ હોય તેટલો જ કષ્ટ તેનાં ઓફ સ્કીન જીવન માં હતો મારપીટ અને શારીરિક દુર્વ્યવહાર થી કંટાળી ને ચાહતે પોતાનાં પતિ ફરહાન મિર્ઝા થી અલગ થવાનો નિર્ણય લીધો.

સોમ્યા શેઠ

બોલિવૂડ નાં જાણીતા અભિનેતા ગોવિંદા ની ભાણેજ સૌમ્યા શેઠ એ જણાવ્યું કે, લાંબા સમય સુધી તેની સાથે અપમાન જનક વ્યવહાર થયો હતો. સોમ્યા શેઠે એક પોસ્ટ માં લખ્યું હતું કે, દુનિયા પ્રેમ પર વિશ્વાસ કરે છે કે, બધું જ પ્રે મ થી સારું થઈ શકે છે. પરંતુ મેં ક્રૂરતા, અપમાન, અને શારીરિક દુર્ભાવના જોયા છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *