ટીવી ની અક્ષરા વહુ ને થયો બીજી વાર પ્રેમ, જાણો કોના પર આવ્યું હિના ખાન નું દિલ

ટીવી ની અક્ષરા વહુ ને થયો બીજી વાર પ્રેમ, જાણો કોના પર આવ્યું હિના ખાન નું દિલ

ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી ફેમસ અને લોકપ્રિય સીરીયલ માં વર્ષો સુધી અક્ષરા ની ભૂમિકા થી ફેમસ થયેલ હિના ખાન આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અને હંમેશા ઇસ્તા એકાઉન્ટ પર પોતાની ફોટોસ અને વીડિયો શેયર કરતી રહે છે હિના ખાન એ  અભિનેત્રીઓમાંથી છે જે પોતાના ફેન્સ સાથે હંમેશા જોડાયેલી રહે છે. હાલમાં હીના ખાને એક નવો વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓએ પોતાની અંગત જિંદગી વિશે ધણી  આશ્ચર્યજનક વાતો જણાવી હતી જાણો તેને શું કહ્યું હતુંહિના ખાને પોતાના વીડિયોમાં કહ્યું હતું કે મને બીજીવાર પ્રેમ થઈ ગયો છે. હિના નો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો ફેન્સ સતત પૂછી રહ્યા હતા કે તમારો બીજો પ્રેમ કોણ છે. તમને જણાવી દઈએ કે, વીડિયોમાં હિના ખાન પંજાબી ગીત ગાઈ છે.

હિના ખાન હવે ટીવી ધારાવાહિક ઉપરાંત ફિલ્મોમાં પણ ડેબ્યુ કરી ચૂકી છે. તેમજ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની ગ્લેમરસ ફોટો શેયર કરતી રહે છે. હાલમાં એક વિડિયો માં પંજાબી ગીત દુગી બાર પ્રેમ પર એક્ટિંગ કરતી જોવા મળે છે. વિડિયો શેયર કરતા સાથે કેપ્શન માં લખ્યું છે કે, મેં આ ગીત જોયું જેમાં ટેલેન્ટ સુનંદા શર્મા એ ગીત ગાયું છે અને લીરીકસ જાની એ લખ્યા છે અને અરવિંદ ખેરાએ તેને શૂટ કર્યું છે. આ વિડિયો ઉપરાંત હીનાખાન છેલ્લા કેટલાક દિવસો પહેલા પોતાની ફોટો શેયર કરી હતી જેમાં તે બાલ્કનીમાં બેસીને વાતાવરણનો આનંદ લેતી જોવા મળે છે. ફોટોમાં જોવામાં આવે તો હીના એ ઓરેંજ કલર નો શોર્ટ ડ્રેસ માં ખુબજ ગ્લેમરસ દેખાય છે. ફેન્સે આ ફોટો પર ખૂબ જ લાઇક આપી છે અને પોતાની પ્રતિક્રિયાઓ જણાવી  છે.

હિના ખાન સોશિયલ મીડિયા પર ક્યારેક ટ્રેડિશનલ ક્યારેક ગ્લેમર તો ક્યારેક બોલ્ડ લુકમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર હિના ખાન ખૂબ જ લોકપ્રિય છે અને તેના ફેન્સ તેનાં અંદાજ પાછળ પાગલ છે.મહત્વની વાત છે કે, હિના ખાન બિગ બોસની સિઝનમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળ્યા હતા. એટલુજ  જ નહીં તે હાલમાં જ બિગ બોસ ૧૪ માં સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાન નાં સિનિયર નાં રૂપમાં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, હિના ખાને ટીવી સીરીયલ “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” ની અક્ષરા ની ભૂમિકાથી ઓળખ મેળવી હતી. આ ઉપરાંત થોડા દિવસો સુધી તે “કસોટી જિંદગી કી” માં પણ કોમોલિકા ની ભૂમિકા માં પણ જોવા મળ્યા હતા. હવે તે ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. ફિલ્મ હૈકડ માં લીડ રોલ પ્લે કર્યો છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *