ટીવી નાં આ ફેમસ સ્ટાર કોઈ મોટા મહાનગર માંથી નહીં પરંતુ મધ્યપ્રદેશ નાં નાના નાના શહેરમાંથી આવે છે

ટીવી નાં આ ફેમસ સ્ટાર કોઈ મોટા મહાનગર માંથી નહીં પરંતુ મધ્યપ્રદેશ નાં નાના નાના શહેરમાંથી આવે છે

મધ્યપ્રદેશ ને ભારત નું દિલ કહેવામાં આવે છે. મધ્ય પ્રદેશ નું  બધું જ અલગ છે. તે પ્રદેશની કળા થી લઇને ત્યાનાં લોકો પણ ખૂબ જ ફેમસ છે. ઇન્દોર દુનિયાભરમાં પોતાના નમકીન અને પૌવા માટે ફેમસ છે. તેમજ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ઝીલો નું શહેર કહેવામાં આવે છે. તેમજ ખજુરાહો અને ગ્વાલિયર જેવા શહેરોમાં પર્યટકોની ભીડ રહે છે. એટલું જ નહીં એમપી નાં લોકો બોલિવૂડ અને ટીવી માં પણ પોતાની છાપ છોડી રહ્યાં છે.

દિવ્યાંકા ત્રિપાઠી

ટીવી નાં સૌથી સુંદર ચહેરા માંથી એક એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ની રહેનાર છે. વર્ષ ૨૦૦૫ માં તે મિસ ભોપાલ બન્યા હતા. ત્યારબાદ તેઓં મુંબઈ આવ્યા હતા. અને પછી તેમણે પાછળ વળીને જોયું નહતું. દિવ્યાંકા નું ડેબ્યુ સીરીયલ ‘બનુ મે તેરી દુલ્હન’ સુપરહિટ રહી હતી. ત્યારબાદ સીરિયલ ‘યે હે મોહબતે’ માં ની સફળતા એ દિવ્યાંકા ને દેશભરમાં એક મોટી ઓળખ અપાવી હતી.

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે ફિલ્મોમાં પણ આવી ચૂકયા છે. તેનો જન્મ મધ્યપ્રદેશના ઈંદોરમાં થયો છે. અંકિતા એ જીટીવીની સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ માંથી પોતાની ઓળખ મેળવી હતી.

 આકાંક્ષા પૂરી

સીરીયલ ‘વિધ્ન હર્તા ગણેશ’ માં માતા પાર્વતી ની ભૂમિકા નિભાવી રહેલ આકાંક્ષા પૂરી ભોપાળ માંથી આવે છે. એક જમાનામાં આકાંક્ષા પુરી વિજય માલ્યાની એર લાયન્સ કિંગ ફિશર માં એર હોસ્ટેસ હતી. તેમણે મધુર ભંડારકરની ‘કૈલેન્ડર ગર્લ્સ’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. છેલ્લા થોડા દિવસોથી પોતાના એક્સ બોયફ્રેન્ડ પારસ છાબડા સાથેના બ્રેકઅપ ને લઈને તે હેડલાઈનમાં રહેછે.

સૌમ્યા ટંડન

સીરિયલ ભાભીજી ‘ઘર પે હૈ’ નાં અનિતા ભાભી નો રોલ કરી રહેલ ઘર ઘરમાં ઓળખ બનાવનાર સૌમ્યા ટંડન નો જન્મ પણ ભોપાલ માં થયો છે. ૨૦૦૬માં સીરીયલ ‘એસા દેશ હે મેરા થી’ એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ દેશભરમાં તેમને ઓળખ અનિતા ભાભી ની ભૂમિકાથી મળી હતી. સૌમ્યા એ ફિલ્મ ‘જબ વી મેટ’ માં કરીના કપૂર ની બહેનની ભૂમિકા નિભાવી હતી.

સંગીતા ઘોષ

સંગીતા ઘોષ એક્ટિંગ માં જાણીતો ચહેરો છે. તેમનો જન્મ મધ્યપ્રદેશ ની શિવપુરી માં થયો છે. દસ વર્ષની ઉંમરથી જ સંગીતા એ સીરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

વિવિયન ડીસેના

 

ટીવી નાં સલમાનખાન તરીકે ઓળખ મેળવનાર અભિનેતા વિવિયન ડીસેના મહાકાલની નગરી ઉજ્જૈન થી આવે છે. તેમની સિરિયલ ‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’ માં તેમણે નિભાવેલ હરમન સિંહ ની ભૂમિકા ફેમસ થઇ હતી.

આશુતોષ રાણા

આશુતોષ રાણા ને કોઈ ઓળખ ની જરૂર નથી. આશુતોષ બોલિવૂડ અને સીરીયલ ની  દુનિયામ નાં દિગ્ગજ કલાકાર છે. આશુતોષ રાણા મધ્યપ્રદેશનાં નાના ગામ ગાડરવારા  થી આવે છે.

શુભાંગી અત્રે

શુભાંગી અત્રે ટીવી પર ઘણા શો કરી ચૂકી છે. ઈન્દોરમાં જન્મેલા શુભાંગી અત્રે ‘કસોટી જિંદગી કી’ નાં માધ્યમથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યો હતો. તેમણે સીરીયલ કસ્તુરી માં લીડ રોલ પ્લે કર્યો હતો. અત્યારે તે ‘ભાભીજી ઘર પે હૈ’ માં અંગુરી ભાભી ની ભૂમિકા પ્લે કરી રહ્યા છે.

રીત્વિક ધનજાની

રીત્વિક ધનજાની નો જન્મ મધ્ય પ્રદેશ માં થયો છે. જન્મના થોડા સમય બાદ રીત્વિક અને તેમનો પરિવાર દુબઈમાં શિફ્ટ થઈ ગયો હતો.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *