ઈમ્યૂનિટી બુસ્ટર છે મેથીનાં લાડુ, રોજ એક ખાવાથી મળશે આ બધી સમસ્યાઓ થી છુટકારો

શિયાળામાં લાડુ ખાવા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ફક્ત તમારી મીઠું ખાવાની ઈચ્છાને પૂર્ણ જ નહીં કરે પરંતુ કોરોનાના આ સમયમાં તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે. તંદુરસ્ત લોકો સામાન્ય રીતે મીઠી વસ્તુ ખાવાનું ટાળે છે. એમ પણ કહી શકાય કે તેઓ ખૂબ ઓછી માત્રામાં મીઠી વસ્તુઓ ખાય છે. જોકે, કેટલીક મીઠાઈઓ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ભારતીય મીઠાઈઓમાં લાડુ એક પરંપરાગત મીઠાઈ છે. ગૃહિણીઓ તેને ઘરે બનાવવાનું વધારે પસંદ કરે છે. તેને કોઈપણ તહેવાર પર સરળતાથી બનાવી શકાય છે અને સારા પણ લાગે છે. જો લાડુ માં ખાંડનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે અને તેમાં કેટલીક વિશિષ્ટ સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક થાય છે. મકરસંક્રાંતિ આવી રહી છે અને આ તહેવાર પર લોકો લાડુ અચૂક બનાવે છે. અહીંયા અમે તમને એવા લાડુ વિશે કહેવા જઈ રહ્યા છીએ, કે જે તમારી મીઠું ખાવાની ઇચ્છાને પણ સંતોષ આપશે અને કોરોના ના સમયમાં તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે.
શિયાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે મેથી-સુંઠ નાં લાડુ
શિયાળામાં આપણને ગોળ ખાવા ઉપરાંત બીજી બધી મીઠી વસ્તુઓ ખાવાનું મન થાય છે. શિયાળાની ઋતુમાં ઘણા ભારતીય પરિવારમાં સુંઠનાં લાડુ બનાવવામાં આવે છે. ઠંડીની ઋતુમાં આ લાડુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. સુંઠ મેથીનાં લાડુ ભારતીય પરિવારમાં ખૂબ જ લોકપ્રિય છે. અને ઘણા ભારતીયો આ લાડુ ઘરમાં બનાવે છે. આ લાડુ ખાઈને તમે આખી શિયાળાની ઋતુ શરદી અને ઉધરસ થી બચી શકો છો. સૂકી મેથી અને સુંઠ બંને ગરમ પદાર્થ છે. રોજ એક લાડુ ખાવાથી તમે શરદી થી બચી શકશો. આ ઉપરાંત આ લાડુ તમારી રોગપ્રતિકારક શક્તિ ને પણ વધારે છે. આદુમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. આદુ અને મેથી નું મિશ્રણ શિયાળામાં શરીરને ગરમ રાખે છે અને શરદીથી બચાવે છે.
સૂકા આદુ અને મેથીન નાં લાડુ બનાવવાની રીત
સામગ્રી
સફેદ ઘઉંનો લોટ
ઘી અથવા માખણ ૬૦ ગ્રામ
બ્રાઉન સુગર અથવા ગોળ ૩ થી ૪ કપ
સૂકા આદુનો પાવડર ૧ મોટી ચમચી
મેથીનો પાવડર ૧ મોટી ચમચી
વરીયાળી ૨ ચમચી
સૌપ્રથમ એક તપેલી લો, તેમાં થોડું ઘી મૂકી ઘઉંના લોટને શેકી લો. લોટ ને ધીમા અથવા મધ્યમ તાપ પર જ શેકવો. પંદર-વીસ મિનિટ બાદ તે આછા બ્રાઉન કલરનો થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો. પછી આ લોટને એક પ્લેટમાં ઠંડો થવા માટે રાખી દો. તેમાં આદુ પાવડર, મેથી પાવડર અને વરિયાળી મિક્સ કરો આ બધાને પણ મિક્સ કરતા પહેલા સેકી લો. તે પછી તેમાં ગોળ મિક્સ કરો. લાડુને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં સુકામેવા- કાજુ, બદામ વગેરે મિક્સ કરો. આ મિશ્રણને તમારા હાથ વડે મિક્સ કરો ત્યારબાદ તમારા હાથ વડે લાડુ બનાવો. લાડુ વાળતા સમયે તે પણ ધ્યાન રાખવું કે તે ખૂબ કઠણ તો નથી ને જો કઠણ લાગે તો તેમાં થોડું ઘી મિક્સ કરો. તો આ છે. શિયાળાની ઋતુ દરમ્યાન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને તમારા શરીરને ગરમ રાખવા માટે નો એક ઘરગથ્થું ઉપચાર.