યુપી નું આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે, અહિયાં ની માટીની મદદથી દૂર થાય છે ગંભીર બીમારી

આયુર્વેદમાં માટીને ખૂબ ગુણકારી માનવામાં આવે છે.માટી ની મદદથી ઘણા રોગો દૂર કરી શકાય છે. ઉત્તર પ્રદેશ નાં ગોરખપુર શહેરમાં એક એવું મંદિર છે. જ્યાં ગંભીર બીમારીઓનો ઇલાજ ધૂપ, માટી, હવા અને પાણી જેવી પ્રાકૃતિક વસ્તુઓ થી કરવામાં આવે છે. પ્રાકૃતિક ચિકિત્સાલય આરોગ્ય મંદિર માં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આવે છે. અને પ્રાકૃતિક વસ્તુઓની મદદથી ઈલાજ કરાવે છે. આ ચિકિત્સાલય વિશ્વ પ્રસિદ્ધ છે. દુનિયાની દરેક જગ્યા પરથી લોકો અહીંયા આવીને પોતાનો ઈલાજ કરાવે છે.આરોગ્ય મંદિરના નિર્દેશક ડોક્ટર વિમલ મોદી અને ડોક્ટર રાહુલ મોદી જણાવે છે કે, આરોગ્ય મંદિર ની માટી, હવા અને પાણીથી ઈલાજ કરવામાં આવે છે. અહીંયા સારવાર માટે દેશ અને વિદેશથી લોકો આવે છે. માટીનાં લેપથી રોગ દૂર થાય છે. માટીનાં લેપથી નિવારક બેક્ટેરિયા વધે છે અને રોગ પેદા કરતા બેક્ટેરિયાનો નાશ થાય છે.
પ્રાકૃતિક ચિકિત્સાલય આરોગ્ય મંદિરમાં કામ કરવાવાળા લોકોનાં મત મુજબ અત્યાર સુધીમાં લાખો ની સંખ્યા થી પણ વધારે દર્દીઓની સારવાર કરવામાં આવી છે. અને દર્દી ત્યાંથી સ્વસ્થ થઈને જાય છે. આ ચિકિત્સાલય વર્ષ ૧૯૪૦ માં બનાવવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે, આરોગ્ય મંદિર નાં સંસ્થાપક વિઠ્ઠલદાસ મોદી ને ખૂબ જ ગંભીર બીમારી થઈ હતી. ૩ વર્ષ સુધી તેઓએ એલોપેથીક દવાનું સેવન કર્યું. પરંતુ તેની બીમારી દૂર થઈ નહીં ત્યારબાદ તેઓ પ્રાકૃતિક ચિકિત્સા ની મદદથી એકદમ સ્વસ્થ થઈ ગયા.બીમારી દૂર થયા બાદ તેઓએ વર્ષ ૧૯૪૦ માં સૌથી પહેલા એક ભાડા નાં મકાનમાં આરોગ્ય મંદિર ની સ્થાપના કરી. ત્યારબાદ ૧૯૬૨ માં આરોગ્ય મંદિર માટે એક મોટું ભવન બનાવ્યું. આજે આ આરોગ્ય મંદિર ખૂબ જ વિશાળ છે.
આ રોગો ની સારવાર થાય છે
આરોગ્ય મંદિરમાં ઘણી બીમારીઓની સારવાર થાય છે. અહીંયા પ્રાકૃતિક વસ્તુઓની મદદથી દમ, કબજિયાત, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, અમ્લપિત્ત, બ્લડ પ્રેશર, અર્થરાઈટિસ અને એલર્જી થી થતી દરેક બીમારીઓની સારવાર થાય છે. અહીંયા કામ કરનાર લોકોના અનુસાર આરોગ્ય મંદિરમાં વર્ષ ૨૦૧૯ માં ૫૦૮ લોકોને એકસાથે માટીનું લેપન કરી અને એશિયન રેકોર્ડ બનાવ્યો હતો. તનાવ, અનિંદ્રા, ગભરાહટ, બેચેની, સાંધાના દુખાવા, ચર્મ રોગ માટે માટી નાં લેપ ની સારવાર ઉત્તમ ગણાય છે. તેનાથી નાડી તંત્ર મજબૂત થાય છે. માટી નાં લેપ ની સારવાર તેનાં વિશેષજ્ઞ ની દેખરેખ નીચે કરવામાં આવે છે. જે લોકો માટી નો લેપ કરાવવા ઈચ્છે છે. તેઓએ સ્નાન કર્યા બાદ આ સારવાર કરવાની હોય છે. અત્યાર સુધીમાં આ કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક ચિકિત્સા સંબંધિત ૨૬ પુસ્તકો નું પ્રકાશન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં દર મહિને એક પત્રિકા ની ૧૦૦૦૦ કોપી પ્રકાશિત કરવામાં આવે છે. જેમાં માટી નાં લેપ સાથે જ અન્ય સ્વાસ્થ્ય સંબંધી માહિતી આપવામાં આવે છે.