યુરિન ઇન્ફેકશન થી રાહત મેળવવા માંગતા હોવ તો, જરૂર અપનાવો આ અસરકારક ઘરેલુ ઉપાયો

યુરિન ઇન્ફેકશન થી રાહત મેળવવા માંગતા હોવ તો, જરૂર અપનાવો આ અસરકારક ઘરેલુ ઉપાયો

યુરીન ઇન્ફેકશન મૂત્રાશયની નળી માં સંક્રમણ કે સોજો આવવાને કહેવામાં આવે છે આ પરેશાની પુરુષોની અપેક્ષામાં મહિલાઓને વધારે થાય છે સાચી રીતે પાણી ન પીવાના કારણે અને લાંબા સમય સુધી યુરિન રોકી રાખવાના કારણે ઈન્ફેક્શન થઈ શકે છે. આ ઉપરાંત ડાયાબિટીસ, ગર્ભાવસ્થા, મોનોપોઝ નાં સમયમાં પણ ઈન્ફેક્શન થઈ શકે છે. એવામાં વારંવાર યુરિન જવું, યુરિનમાં બળતરા થવી, સાથેજ યુરિન માં લોહી આવવું કે પેટ નાં નીચેના ભાગમાં દુખાવો થવો જેવી સમસ્યા થવા લાગે છે. જોકે કેટલાક ઘરેલુ ઉપાયો કરવાથી યુરિન ઇન્ફેક્શન માંથી મુક્તિ મળી શકે છે. જે આ મુજબ છે.

 એલચી

સફેદ એલચી નું સેવન કરવાથી લાભ થાય છે. પાંચ થી છ સફેદ ઈલાયચી નાં દાણાને પીસી તેમાં એક ચમચી સૂંઠ પાવડર મેળવી અને તેમાં થોડું સિંધવ નમક નાખી સાથેજ દાડમ નો રસ ઉમેરી ને હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી યુરિન ઇન્ફેક્શન માંથી રાહત મળે છે.

નાળિયેર પાણી

યુરિન ઇન્ફેક્શનની સમસ્યા માં નારિયેળ પાણી ખૂબ જ ફાયદાકારક રહે છે. નાળિયેર  પાણી શરીરની અંદર ઠંડક કરે છે. નાળિયેર પાણી શરીરને હાઈડ્રેટ કરે છે. માટે નારિયેળ પાણી પીવાથી પેટમાં ઠંડક પ્રાપ્ત થાય છે. જેનાથી તમને યુરિન ઇન્ફેક્શન લાભ થાય છે.

આમળા

આમળા ની તાસીર ઠંડી ગણવામાં આવે છે ઇન્ફેક્શનમાં થી રાહત મેળવવા માટે આમળા નાં ચુર્ણમાં ચારથી પાંચ દાણા ઈલાયચી નાં પીસીને તેનું સેવન કરવાથી યુરિન ઇન્ફેક્શનમાં રાહત મળે છે.

સફરજન

સફરજન સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે. અને સફરજન વિનેગાર થી સ્વાસ્થ્ય ને ધણા ફાયદાઓ થાય છે. નવશેકા પાણીમાં એક ચમચી વિનેગાર નાખી અને તેમાં મધ ઉમેરી તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.

દહીં

દહીં માંથી મળતા ગુણો આપણા શરીરને સંક્રમણથી બચાવે છે. ઇન્ફેક્શનમાં દહીંનું સેવન કરવું જોઇએ તેનાથી યુરીન ઇન્ફેકશન માં થતી બળતરામાં રાહત મળે છે. આ ઉપરાંત છાશ પણ પી શકો છો દૂધ અને દહીં નો તમારી સવારની ડાયેટમાં સમાવેશ કરી શકો છો.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *