વધારે દૂધ પીવાથી થઈ શકે છે નુકસાન, રોગ પ્રતિકારક ક્ષમતાને કરે છે પ્રભાવિત

નાનપણમાં બાળકોને દૂધ પીવાની આદત પાડવામાં આવે છે જે સમયની સાથે બદલતી જાય છે કેટલાક લોકો ચા પીવે છે, કોઈ કોફી પીવા લાગેછે તો કેટલાક એવા લોકો છે જે હંમેશા ફક્ત દૂધ જ પીવે છે. દૂધ પીવાથી આમ તો ઘણા ફાયદાઓ થાય છે. બાળકોને તો એમ કહીને દૂધ પીવડાવવામાં આવે છે કે દૂધ પીવાથી તાકાત આવે છે પરંતુ દૂધ દરેક વ્યક્તિને શૂટ કરતું નથી વધારે દૂધ પીવાથી ઘણીવાર ઘણાં લોકોને નુકશાન પણ થાય છે. તો ચાલો જાણીએ દૂધ પીવાથી કયા પ્રકાર નાં નુકસાન થઈ શકે છે.
રોગપ્રતિકારક ક્ષમતા પર પ્રભાવ
ઘણીવાર ગાયનું દૂધ ની દૂધ નીકળતા પહેલા ગાય ને એન્ટીબાયોટિક દવા નું ઇન્જેક્શન આપવામાં આવે છે. આજકાલ વધારે દૂધ ની લાલચમાં મોટાભાગે લોકો આ પ્રકાર નાં ઇન્જેક્શન આપે છે. જે દુધ માં પણ આવે છે. જે મનુષ્યને નુકસાન પહોંચાડી શકે છે. જે દવા મનુષ્ય માટે બનેલી હોતી તેથી તે રોગપ્રતિકારક ક્ષમતાને નુકસાન પહોંચાડે છે. ઘણીવાર તેનાથી સંક્રમણ પણ ફેલાઇ શકે છે.
વજન વધવાની સમસ્યા
ઘણા લોકો વધારે દૂધ પીવે છે તેનાથી તેનું વજન વધી શકે છે. ઘણા લોકો દૂધ ફાટી ન જાય તેનાથી બચવા માટે તેમાં સોડા નાખે છે સોડા વાળું દૂધ પીવામાં આવે કે બાળકોને પીવડાવામાં આવે તો તેનું વજન વધી શકે છે. જે લોકોનું વજન વધારે હોય તેઓએ નિયમિત રૂપથી દૂધ પીવું જોઈએ નહીં અથવા જો તમે રોજ દૂધ પીવો છો તો યોગ્ય માત્રામાં પીવું જોઈએ.
ગેસની સમસ્યા
ઘણીવાર લોકો કહે છે કે, દૂધ પીવાથી તેનું પેટ ખરાબ થઈ ગયું છે આ વાત સાચી છે કારણ કે દૂધ દરેક ને શૂટ કરતું નથી. ગાયનાં દૂધ થી પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. દૂધ પીવાથી પેટમાં ગેસ બને છે જેનાં લીધે પેટમાં સોજો અને દુખાવો થાય છે. જો તમને પણ આ સમસ્યા હોય તો તેને ગંભીરતાથી લેવી નહીં તો આગળ જઈને પરેશાની થઈ શકે છે.
ઉલટી થવી
ઘણા લોકોને દૂધની સુગંધથી ઉલટી થાય છે. આ એવી સ્થિતિ માં થાય છે જ્યારે તમને લેકટોસ ની એલજી હોય એવામાં જબરજસ્તી કરવી જોઈએ નહીં પરંતુ ડોક્ટરની સલાહ અનુસાર દૂધનું સેવન કરવું જોઈએ નહીં તો આ સમસ્યા આગળ જઈને ચિંતાનો વિષય બની શકે છે.