વધારે પાણી પીવાથી ફેટ બર્ન કરવામાં મળે છે મદદ, જાણો કેવી રીતે પાણી ઓછું કરે છે વજન

આજના સમયમાં ઓવર વેઈટ ની સમસ્યા ખૂબ જ વધવા લાગી છે તેનો ફક્ત શારીરિક પ્રભાવ જ નથી પડતો પરંતુ તેની સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડે છે. વજન નિયંત્રણ ન રહેવાથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે કિડની નાં રોગ જેવી ખતરનાક બિમારીઓનું જોખમ વધી જાય છે. લોકો વજનને કાબૂ કરવા માટે ઘણા પ્રયાસો કરે છે કેટલાક લોકો તો વેઇટલોસ માટે ડાયટીંગ અને અન્ય ઉપાયો પણ કરે છે. જોકે વિશેષજ્ઞોનું કહેવું છે કે, વધારે પાણી પીવાથી વજન ઘટવાની પ્રક્રિયા સરળ રહે છે. ચાલો જાણીએ તેના વિશેજે લોકો યોગ્ય માત્રામાં પાણી પીવે છે તેને વજન ઘટવામાં મદદ મળે છે. તેના શરીરને મેટાબોલિઝમ કરવાનું કામ કરે છે. સારું મેટાબોલિઝમ જનરેટ હોવાને કારણે ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. પાણી પીવાથી પાચન શક્તિ સારી થાય છે અને ફેટ કાર્બોહાઇડ્રેટ ને મોટાબોલિઝમ કરી દે છે. એવામાં શરીરમાં મોજુદ એક્સ્ટ્રા ફેટ બર્ન થઈ જાય છે.
જે લોકો વજન ઓછું કરવા ઈચ્છતા હોય તેઓએ જમ્યા નાં લગભગ અડધા કલાક પહેલા પાણી પીવું જોઈએ એવું કરવાથી પેટ ભરેલું રહે છે ને તમે વધારે ખાવાથી બચી શકો છો એક અધ્યયન મુજબ છે જે લોકો જમ્યા નાંએક કલાક પહેલા અડધો લીટર પાણી પીવે છે તેનું વજન બોડી ફેટ અને બોડી માસ ઇન્ડેક્સ અઠવાડિયા માં ઓછું થઈ જાય છે.દિવસ ભર શરીરમાં જે ટોકસીન જમા થાય છે તે તરલ પદાર્થનું સેવન થી તેને શરીર માંથી બહાર નીકળવા માં મદદ મળે છે. પાણી શરીર ને ટોક્સિન કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત લીક્વીડ લેવાથી શરીરમાં કેલરી પણ ઓછી બને છે.
એક્સપર્ટ અનુસાર જે લોકો ને સોડા, ચા અથવા કોફી પીવાની આદત હોય છે. તેની જગ્યાએ પાણી પીવાનું શરૂ કરી દે. સરળ શબ્દોમાં કહીએ તો આ પદાર્થોની કેવિંગ પાણીથી દૂર કરી શકાય છે. સતત છ મહિના એવું કરવાથી લોકોના શરીરમાં ૨ થી ૨.૫ પર્સન્ટ સુધી વજન ઓછું થઈ શકે છે.
એટલું જ નહીં એક શોધમાં લોકોને અડધો લીટર ઠંડુ અને નોર્મલ પાણી પીવડાવવામાં આવ્યું હતું તેઓની અડધા કલાક માં બીજાની તુલનામાં બે થી ત્રણ ટકા વધારે કેલરી બર્ન થઈ હતી એવામાં એ કહી શકાય કે, જ્યારે શરીર આરામની મુદ્રામાં હોય ત્યારે પણ વધારે પાણી પીવાથી તે સમય દરમ્યાન પણ કેલરી બર્ન થતી રહે છે.