વૈજ્ઞાનિકો ને મળ્યાં કોરોનાવાયરસ નાં ૩ નવા લક્ષણો તેનાં પ્રત્યે ભૂલથી પણ ન રહેવું બેદરકાર

વૈજ્ઞાનિકો ને મળ્યાં કોરોનાવાયરસ નાં ૩ નવા લક્ષણો તેનાં પ્રત્યે ભૂલથી પણ ન રહેવું બેદરકાર

આ દુનિયામાં કોવિડ ફેલાયો તેને ૧ વર્ષ થી પણ વધુ સમય પસાર થઈ ગયો છે. પરંતુ તેનો પ્રકોપ ઓછો થયો નથી અને સતત વધારો થતો જાય છે. આ વચ્ચે તેનાં નવા લક્ષણો પણ સામે આવ્યાછે જે ચિંતા નો વિષય છે. કોરોનાવાયરસ ને લઈને આવેલ વૈજ્ઞાનિકો દ્વારા ઘણી શોધ કરવામાં આવી છે. કોરોનાવાયરસ પર સંશોધન કરવાથી તેના સાથે જોડાયેલ નવા લક્ષણો વિશે જાણકારી મળી છે. આ વાઇરસ નાં હવે નવા ૩ લક્ષણો વિશે જાણકારી મળી છે.સ્પેનના મેડ્રીડ માં કરવામાં આવેલ નવા સંશોધન મુજબ કોરોનાવાયરસ નાં દર્દીની જીભ હાથ અને પગમાં પરિવર્તન જોવા મળે છે. કોરોના વાયરસથી સંક્રમિત ૬૬૦ દર્દીઓ ઉપર કરવામાં આવેલ શોધ માં જાણવા મળ્યું છે કે ચાર માંથી એક દર્દીની જીભ અને હથેળીમાં બળતરા પગના તળિયામાં બળતરાની ફરિયાદ જોવા મળી છે. વૈજ્ઞાનિકો મુજબ કોરોના  નાં દર્દી  નાં મોઢા ની અંદર ગંભીર સંક્રમણ જોવા મળે છે.

જે લોકો કોરોના થી ગ્રસ્ત છે તેની જીભ પર સફેદ ડાઘ અને સોજો જોવા મળે છે. આ સ્થિતિને કોવીડ ટંગ નું નામ આપવામાં આવે છે. જેના કારણે દર્દીની સ્વાદની ક્ષમતા ઓછી થઇ જાય છે અને દર્દીની હથેળી અને પગનાં તળિયામાં બળતરા અને લાલાશ ની ફરિયાદ જોવા મળે છે. જીભ માં સોજો ઉપરાંત લગભગ ૧૫ ટકા દર્દીઓને હાથમાં બળતરા  પગનાં તળિયા માં બળતરાની સમસ્યા પણ જોવા મળે છે.

શોધકર્તા નુનો ગોજાજેલ એ જણાવ્યું છે કે જણાવ્યું છે કે, મધ્યમ થી સામાન્ય સંક્રમણ વાળા દર્દીઓ પર આ શોધ કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું છે કે લગભગ ૫૦ ટકા લોકોને ઓરલ કેવીટી  ની સમસ્યા થઈ છે જે ચિંતાનો વિષય છે. મહત્વની વાત છે કે અત્યાર સુધી કોરોના નાં લક્ષણો માં તાવ, ઉધરસ, ગળામાં ખરાશ ને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ આ સમસ્યાઓને લક્ષણ તરીકે ગણવામાં આવે છે. પરંતુ હવે આ લક્ષણોની સાથે જીભ પર સોજો હથેળી અને પગનાં તળિયામાં બળતરા આ નવા લક્ષણો નો સમાવેશ પણ થાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *