વજન ઓછું કરવા માટે દિવસમાં બે વાર પીવો વરીયાળી ની ચા, બીમારીઓ રહેશે કોષો દૂર

Posted by

આદું લવિંગ વાળી ચા નાં ફાયદાઓ વિશે આપણે બધા જાણીએ છીએ. પરંતુ આજે અમે તમને વરીયાળી ની ચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે આપણે બધા કાચી વરિયાળી નો ઉપયોગ માઉથ ફ્રેશનર નાં રૂપમાં કરીએ છીએ. પરંતુ ઘણા ઓછા લોકો જાણે જાણે છે કે, જો રોજ વરીયાળી ની ચા પીવાનું શરૂ કરવામાં આવે તો તેનાથી ઘણા આશ્ચર્યજનક ફાયદાઓ થાય છે.

આ રીતે બનાવો વરીયાળી ની ચા

વરીયાળી ની ચા બનાવવા માટે એક કપ ગરમ પાણી ઉકળવા મુકો ત્યારબાદ ગેસ પરથી ઉતારી તેમાં એક ચમચી વરિયાળી નાખવી અને પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખવું. આમ કરવાથી વરિયાળી નો અર્ક ગરમ પાણી સાથે મિક્સ થઈ જશે. અને પાણી નો કલર પણ પીળો થઈ જશે. ત્યારબાદ આ પાણીને ગાળી ને દિવસમાં બે વાર પીવું. ધ્યાન રહે કે, તમારે વરીયાળી પાણીમાં નાખીને ઉકાળવા ની નથી. એવું કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. પાણી ઉકળ્યા બાદ ગેસ પરથી ઉતારી ને વરીયાળી નાખવાની છે.

વરીયાળી ની ચા થી થતા ફાયદાઓ

વરીયાળી ની ચામાં ફાઇબર હોવાને કારણે તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે આ રીતે તમને વારંવાર ભૂખ નથી લાગતી અને તમે ખાવાથી બચી શકશો. તે તમને એક્સ્ટ્રા કેલેરી લેવાથી બચાવે છે. આ રીતે તમારું વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

પાચનમાં સુધારો

વરીયાળી ની ચા પીવાથી પેટમાં ગેસ, પેટ ફૂલવું, એસીડીટી અને પેટ સંબંધી દરેક પરેશાનીમાં થી રાહત મળે છે. તે તમારા ડાયજેશન ને સુધારે છે. પાચન અને જઠરાગ્નિને નાં તંત્રને શાંત રાખે છે. તેમજ ગેસ્ટ્રીક અંજાઈમ નાં ઉત્પાદનને વધારે છે.

બ્લડપ્રેશરને કરે છે કંટ્રોલ

બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ ને કંટ્રોલ કરવાનું કામ કરે છે. વરિયાળીમાં પોટેશિયમનો સારો સ્ત્રોત હોય છે. જેથી બ્લડપ્રેશર નાં દર્દીઓ માટે તે લાભકારી ગણાય છે. તેને પીવાથી સોડિયમ ની સાઇડ ઇફેક્ટ ઓછી થાય છે.

પિરિયડ નાં દુખાવામાં આરામ

પીરિયડ્સ નાં દિવસોમાં રડાવી દે તેવા દુખાવાથી રાહત મેળવવા માટે વરીયાળી ની ચા મદદ કરી શકે છે. તેને પેઈન કિલર ની જગ્યા એ લઈ શકાય છે. જોકે તે નેચરલ છે તેથી પેઈન કિલર ની જેમ બોડીને કોઈ નુકસાન પહોંચાડતી નથી.

લોહીને સાફ કરે છે

બોડી માં જમા ટોક્સિન એટલે વિષાક્ત પદાર્થોને બહાર નીકાળવામાં વરીયાળી ની ચા ખૂબ જ કામ આવે છે. તેમાં રહેલ ફાઇબર અને ઈસેન્શીયલ ઓઈલ તમારા શરીરનાં લોહીને સાફ કરે છે. અને તમને ઘણી બીમારીઓથી બચાવે છે.

સોજા ઓછા કરે છે

વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે તેથી તેને પીવાથી તે સોજા ઓછા કરવામાં મદદ રૂપ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *