વજન ઓછું કરવા માટે ફાયદાકારક રહે છે આ ઉપાયો, જાણો તેનાં વિશે

વજન ઓછું કરવા માટે ફાયદાકારક રહે છે આ ઉપાયો, જાણો તેનાં વિશે

તમે હંમેશા વિચારતો કે, તમે કસરત ખૂબ કરો છો ડાયટિંગ પણ કરો છો તો પણ તમારુંવજન ઓછું થતું નથી. અહીંયા અમે તમને કેટલીક નાની-નાની વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ. કદાચ આ બધી વસ્તુઓ તમારું વજન ઓછું કરવા માટે મદદ રૂપ બની શકે.

સવારનો નાસ્તો

સવાર નાં નાસ્તામાં મીઠી વસ્તુ ખાવાનું ટાળો. આજકાલ ઘણા બધા ફ્લેકસ નાં પેકેટો આવી રહ્યા છે. તેમાં સ્વીટ ની માત્રા હોય છે. તમને એમ થશે કે એટલું સ્વીટ ક્યાં હોય છે, પરંતુ આવી સ્વીટ વસ્તુ ખાવાથી તમારી ભૂખ વધે છે. તેનાં બદલે ઈંડા અથવા દલિયા ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહિ.

દૂધ વગરની ચા

દૂધ વગર ની ચા નું સેવન કરવું વધારે ઉત્તમ રહે છે. આપણા સાયન્ટિસ્ટોએ શોધ્યું છે કે ચા માં થિયાફલે્વીન્સ અને થિયા રુબીગિન્સ હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે પરંતુ દૂધ ચા નાં આ ગુણો ને નાબૂદ કરી દે છે.

 લેબલ વાંચો

આજકાલ બજારમાં ખાવા-પીવાની ઘણી બધી વસ્તુઓ સુંદર પેકિંગમાં મળતી હોય છે. તેનાં  પરનાં લેબલ આપણે ઘણીવાર વાંચવાનું ભૂલી જઈએ છીએ. લેબલ વાંચવાથી તમને ખબર પડી જશે કે, તેમાં કેટલી કેલરી છે. તમે કસરત ભલે થોડી ઓછી કરી લો પરંતુ લેબલ વાંચવાનું ક્યારેય ના ભૂલો.

ફ્રુટ જ્યુસ નહિ ફ્રુટ ખાઓ

ડોક્ટર અને ડાયટિશિયન કહે છે કે ફ્રુટ ખાઓ એટલે, આપણે ફ્રુટ જ્યુસ પીઈ લઇએ છીએ. ખરેખર આ વજન વધારવાની એક રેસીપી છે. અને જો બજારમાં પેક કરેલા તૈયાર ફ્રુટ જ્યુસ લેશો તો તેમાં સ્વીટ નું પ્રમાણ પણ વધારે હોય છે માટે તે પીવાથી વજન વધે છે. અમેરિકન જરનલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રીશન અનુસાર તમે ફ્રુટ જ્યૂસ નાં બદલે ફ્રૂટ ખાઈને તમારું વજન ઘટાડી શકો છો.

દહીં ખાઓ વજન ઘટાડો

દહીં ખાવાથી પણ વજન ઓછું થઈ શકે છે. ઇન્ટરનેશનલ જરનલ ઓફ ઓબેસિટી અનુસાર દહીં વધારે ખાવા વાળા લોકોનું વજન ઝડપથી ઘટતું હોય છે. દહીંમાં રહેલા કેલ્શિયમ અને પ્રોટીન ચરબી ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ દહીં ને હંમેશા દૂધમાંથી મલાઈ કાઢી ને પછી જ જમાવો. દહીં રાત્રે ના ખાવું. સવારે અથવા બપોર નાં ભોજનમાં ખાવ.

 ૩૨ વખત ચાવવું

દાદીમા કહેતા હતા કે, ચાવી ચાવી ને જમો ૩૨ વાર ચાવો. તે સાચું છે વધુ ચાવસો તો જીભ દ્વારા મગજ ને  સંદેશ મળતો રહેશે કે તે વધુ પાચક રસ આપે અને ખોરાક જલ્દીથી પચી જશે.

પૂરતી ઊંઘ કરો

ઊંઘ પૂરી થવી ખૂબ જ જરૂરી છે. હાલમાં થયેલ એક સ્ટડી અનુસાર પૂરતી ઊંઘ ના થવાથી વજન વધે છે તેથી આઠ કલાકની પૂરતી ઊંઘ કરવી જરૂરી છે.

ભૂખ્યા ના રહો

સૌથી મહત્વની વાત જો તમારે વજન ઓછું કરવું હોય તો ખોરાક છોડશો નહીં જંકફૂડ છોડો.

ચિંતાથી મુક્ત રહો

ચિંતાથી દૂર રહો, એકલા પણ ના રહો, એકલતા થી બીજી બધી બિમારીઓ તો થાય જ છે સાથે-સાથે મેદસ્વીપણું પણ વધે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *