વજન વધારવા માટેનાં સરળ ઉપાયો આ મુજબ છે, વજન વધારવા ઈચ્છતા લોકો જરૂરથી વાંચે

તમે ઘણા એવા લોકોને જોયા હશે કે ઘણું ખાવા છતાં પણ તેમનું વજન વધતું નથી. વ્યક્તિ નાં તો વધારે જાડો સારો લાગે અને ના તો વધારે પડતો દુબળો સારો લાગે દરેકે તેનું વજન કન્ટ્રોલ માં રાખવું જોઈએ. જોકે ખોટાં ખાનપાન થી વજન વધવાથી તમને નુકસાન થઈ શકે છે. ખરાબ કોલેસ્ટ્રોલ અને હૃદય ની બીમારીનું જોખમ પણ થઈ શકે છે.એવામાં આજે અમે તમને વજન વધારવા માટેની યોગ્ય રીત જણાવીશું. તેના માટે યોગ્ય ડાયટ અને એક્સરસાઇઝ પર ધ્યાન દેવું જરૂરી છે. વજન વધારવા માટે દૂધ, ઈંડા એવાકાડો, બટેટા, રાજમા, લાલ માંસ, ચિકન અને માછલી જેવી વસ્તુઓ ખાવાથી ફાયદો થાય છે. તેમાં પ્રોટીન હોય છે જે તમારા મસલ્સ ને ગ્રો કરવામાં મદદ કરે છે. એ ઉપરાંત તમારું વજન વધારવાના બીજા ઘણા ઉપાયો પણ છે.
ભોજનમાં વધારે કેલરીવાળો પૌષ્ટિક આહાર જેવા કે, રોટલી, બટેટા,માછલી વગેરેનો સમાવેશ કરવો જોઈએ. તમારા મસલ્સ ને ગ્રો કરે છે. સાથે જ તમારા હાડકા પણ મજબુત કરે છે.દિવસમાં પાંચ થી છ વાર ટુકડે ટુકડે જમવું. ભોજનમાં પ્રોટીન અને કેલરીવાળા ખોરાક નું પ્રમાણ વધારે રાખવું.જો વધુ વાર ભોજન ન કરી શકો તો વચ્ચે વચ્ચે બિસ્કીટ, બ્રેડ, ફળ જેવી હેલ્થી વસ્તુઓનું સેવન કરવું.વજન વધારવા માટે દૂધ અને દહીં પણ સારા સ્ત્રોત છે. દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા મસલ્સ અને હાડકાઓને મજબૂત કરી અને તમારું વજન વધારે છે. જો તમે રોજ સાધારણ દૂધ પી અને કંટાળી ગયા હોય તો મિલ્ક શેઈક પણ લઈ શકો છો.
દૂધમાં જો તમે બદામ નાખીને ખાઓ તો તે તમારા માટે વધારે યોગ્ય રહેશે. જો તમે ઈચ્છો તો બદામની સાથે ખજૂર પણ લઈ શકો છો. બદામ અને ખજૂર ને દૂધ માં ઉકાળીને પીવાથી વજન વધે છે.હેલ્ધી ભોજનની સાથે વ્યાયામ પણ જરૂરી છે. તેનાથી તમારી સહન શક્તિ વધશે. વ્યાયામ કર્યા બાદ તુરંત જ એન્જી શેઈક લેવું. તેમાં રહેલ કાર્બોહાઇડ્રેટ શરીરમાં ઈન્સ્યુલિન ની માત્રા માં વધારો કરે છે. સાથે જ પ્રોટીન અને કેલરી માં પણ વધારો કરે છે.
તમારા ભોજનમાં ફળ અને શાકભાજી નો વધારે ઉપયોગ કરવો. ખાસ કરીને મકાઈ, ગાજર બટાકા, કેળા વગેરે ભોજનમાં લેવાથી વજન જલ્દી થી વધે છે.દિવસ દરમિયાન આરામ કરવો જરૂરી છે. રોજ સાતથી આઠ કલાકની ઉંધ કરવી જોઈએ. જ્યારે તમે આરામ કરો છો. ત્યારે તમારા મસલ્સ જલ્દીથી ગ્રો કરે છે. ડોક્ટર ની સલાહ પ્રમાણે જો તમે વજન વધારવા માંગતા હોતો બપોર નાં ભોજન કર્યા બાદ ૪૫ મિનિટ થી એક કલાક સુધી આરામ કરવો જોઈએ.