વર્ષ ૨૦૨૧ માં દરેક મુશ્કેલીઓથી બચવા માટે, જરૂર કરો આ ઉપાય, થશે ધનલાભ

દરેક નાં જીવનમાં પૈસા નું આગવું મહત્વ હોય છે. પૈસા વગર જીવનની કલ્પના કરવી પણ લગભગ મુશ્કેલ છે. એવું કહેવું ખોટું નહી રહે કે આજનાં ભૌતિકવાદી યુગમાં પૈસાથી દુનિયાની દરેક ખુશી ખરીદી શકાય છે. ૨૦૨૦ દરેક માટે ખૂબ જ મુશ્કેલીભર્યું રહયું. આર્થિક દષ્ટિકોણથી પણ સારું રહ્યું નથી.હવે ૨૦૨૦ નાં થોડા દિવસો જ રહ્યા છે. આ વર્ષે તમારા ભાગ્યે તમારો સાથ આપ્યો નથી જેના લીધે આર્થિક મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો આજે અમે વર્ષ ૨૦૨૧ માટે એવા ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ કે જે કરવાથી તમારી દરેક પરેશાનીઓ દૂર થ.શે
આ દિશામાં તિજોરી રાખવી
તમારા ઘરમાં જે તિજોરીમાં પૈસા, સોનું કે ચાંદી રાખતા હોવ તેને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. તિજોરી હમેંશા એ દિશામાં રાખવી જેનાં દરવાજા ઉત્તરની દિશામાં ખૂલતા હોય.હવે દરેક તિજોરીમાં અરીસો લગાવવામાં આવે છે. તમારી તિજોરીમાંઅરીસો લાગેલ ના હોય તો તેને જરૂરથી લગાવો. માનવામાં આવે છે ,કે તેનાથી ઘરમાં પૈસા અને સુખ સમૃદ્ધિ આવે છે.
શનિદેવની પૂજા કરવી
દર શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ છે. તેનાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને ઘરમાં ધનની વર્ષા થતી રહે છે. ધ્યાન રહે કે શનિદેવની પૂજામાં ભગવાન શનિદેવ ને તેલ જરૂર અર્પણ કરવું. શનિદેવને તેલ ખૂબ જ પ્રિય છે. તેલ અર્પણ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
મફત ની સેવા ન લેવી
જીવનમાં ક્યારેય પણ મફત ની સેવા ના લેવી. તેવું કરવું શુભ ગણાતું નથી જો કોઈ કોઈ અધિકાર વ્યક્તિ એ લાંચ લેવાથી બચવું. આ ઉપરાંત તમે કોઈની મદદ લો છો તો તેને પરત કરવાનું ના ભૂલશો. ભલે તે તમારા ઘરની વ્યક્તિ જ હોય. કોઈની મદદ લેતા પહેલા દસ વાર વિચાર કરી લેવો જો તમે તેને પરત કરવામાં સક્ષમ ન હોત તો તેની મદદ લેતા પહેલાં તે વિશે વિચારવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે ખોટા રસ્તે કમાયેલ ધન ક્યારેય રોકાતું નથી તે કોઈને કોઈ કારણથી તમારા હાથમાંથી જતું રહે છે. એવામાં હંમેશા યાદ રાખું કે મહેનત અને ઈમાનદારી થી કમાયેલ ધન જ તમને સંતોષ આપી શકે છે.
તમારી આવક નો અમુક હિસ્સો દાન કરવો
ભગવાને તમને ધન સંપતી આપી હોય તો તમારે તેમાંથી જરૂરિયાત મંદોને મદદ કરવી જરૂરીયાત મંદને હંમેશા મદદ કરવી જોઈએ એવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધન સંપત્તિની ક્યારેય કમી થતી નથી. માનવામાં આવે છે કે, કમાણીમાંથી અમુક ભાગ દાન કરવાથી લક્ષ્મીજી અને કુબેરજી બન્નેનાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
કુબેર યંત્રની ઘરમાં સ્થાપના કરવી
તમારા ઘર નાં પૂજા સ્થળ પર કુબેર યંત્ર ની સ્થાપના જરૂર કરવી જોઈએ. આ યંત્રની પૂજા કરવાથી ઘરમાં ધનની કમી રહેતી નથી. તમને જણાવી દઈએ કે, કુબેરજી ને ધન નાં દેવતા માનવામાં આવે છે. તેથી તમારે દરરોજ વિધિ વિધાનપૂર્વક કુબેર યંત્રની પૂજા કરવી જોઈએ.
તુલસીને જળ ચડાવવું
તમારે દરરોજ સાંજે તુલસી ને દીવો કરવો અને સવારે તુલસીને જળ અવશ્ય ચડાવવું. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તુલસીની પૂજા કરવાથી ઘરનાં સભ્યો નું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. અને ઘરમાં ધન વૃદ્ધિ થાય છે. તથા તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમનાં આશીર્વાદ મળે છે.
ભૂલથી પણ આ કામ ન કરવું
જો તમારા ઘરમાં કોઈ વાસણ તૂટેલા હોય તો તરત જ તેને હટાવી દેવા. તૂટેલા વાસણ નો ઉપયોગ કરવાથી ઘરમાં આર્થિક તંગી આવે છે. તૂટેલા વાસણમાં ભોજન કરવાથી દરિદ્રતા આવે છે. એટલું જ નહીં ઘરમાં તૂટેલા વાસણ કે તૂટેલો સામાન પણ રાખવો જોઈએ નહીં. અને દરરોજ ઘરની સાફ સફાઈ કરવી જોઈએ.
શુક્રવાર નાં દિવસે
દરેક શુક્રવારે દક્ષિણવર્તી શંખ થી ભગવાન વિષ્ણુ ને સ્નાન કરાવવું એમ કરવાથી ઘરમાં ધન-ધાન્ય માં વૃદ્ધિ થાય છે. અને પરિવારમાં સંપન્નતા આવે છે. એટલું જ નહીં ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. ભગવાન વિષ્ણુ ને દક્ષિણાવર્તી શંખ થી સ્નાન કરાવવાથી પરિવારન નાં સભ્યો વચ્ચે સ્નેહ વધે છે સાથે જ માતા-પિતા નાં આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.