વર્ષ ૨૦૨૧ માં ગ્રહો ને મનાવવા માટે કરો આ સરળ અને સહજ ઉપાય, કરતાની સાથે જ જીવનમાં થશે ચમત્કારી પરિવર્તન

ગ્રહ દોષ દૂર કરવા માટે અને તેનું શુભ પરિણામ પ્રાપ્ત કરવા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે. ગ્રહને મનાવવા માટે જરૂરી નથી કે હંમેશા મોંઘા રત્નો જ ધારણ કરવા જોઈએ. આ તમામ ઉપાયો અપનાવીને તમે તમારી જીંદગીમાં ચમત્કારિક પરિવર્તન મેળવી શકો છો. તો ચાલો જાણીએ કઈ વસ્તુઓ અપનાવાથી ગ્રહોનો શુભ પ્રભાવ મેળવી શકાય છે.
સૂર્ય ગ્રહ
સૂર્યદેવ નો શુભ પ્રભાવ મેળવવા માટે અને તેની નારાજગી દૂર કરવા માટે ક્યારેય પણ ખોટું ન બોલવું જોઈએ. આ ઉપાય કરવાથી સૂર્ય સંબંધી દોષ દૂર થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ પ્રારંભ થાય છે. ધ્યાન રાખવું કે જ્યારે તમે ખોટું બોલો છો ત્યારે જે તમારા અસ્તિત્વમાં ન હોય તે પરિસ્થિતિ પણ તમારી કુંડળી સાથે જોડાયેલ સૂર્યદેવને તે અસ્તિત્વ પેદા કરવું પડે છે. એવામાં સૂર્ય નું કામ વધી જાય છે અને તમારે સંકટ નો સામનો કરવો પડે છે.
ચંદ્ર ગ્રહ
ચંદ્રદેવ નું શુભ ફળ મેળવવા માટે ચંદ્ર સાથે જોડાયેલ દોષ દૂર કરવા માટે જે જેટલું બની શકે તેટલું સાફ-સફાઈ પર ધ્યાન આપવું. તમારી આસપાસ ની સફાઈ જ નહિ પરંતુ સ્વયં પણ સાફ રહેવું અને સ્વચ્છ કપડાં પહેરવા આ ઉપાયથી નિશ્ચિત ચંદ્રદેવની કૃપા મળે છે ધ્યાન રહે કે, ચંદ્રદેવ ને સૌથી વધારે ભય રાહુથી લાગે છે અને રાહુ અદ્રશ્ય ગ્રહ છે જીવનમાં રાહુ ગંદકી નાં પ્રતીક છે તેમજ ચંદ્રદેવ આપણા મનને આકર્ષિત કરે છે. જો તમે સ્વચ્છતા પર ધ્યાન નહીં આપો તો ચંદ્ર દેવ પ્રસન્ન થશે નહિ.
મંગળ ગ્રહ
મંગળ સૂર્ય નાં સેનાપતિ છે આપણા ભોજનમાં તે ગોળ સ્વરૂપે છે જ્યારે ઘઉં ને સૂર્યનું પ્રતિક ગણવામાં આવે છે. મંગળની કૃપા મેળવવા માટે રવિવાર નાં દિવસે ગોળ અને ઘઉંના લોટના લાડુ બનાવીને બીજાને ખવડાવવા આ ઉપાય કરવાથી મંગળ દેવ પ્રસન્ન થાય છે ધ્યાન રહે કે, સૂર્ય ઘઉં અને મંગળ ગોળ અને ચંદ્રમાં ઘી છે આ ત્રણેય ની મિત્રતા છે. એવામાં જ્યારે આ ત્રણેય મિત્રો મળીને ખુશ રહેશે તો તેની પ્રશંસા તમને જરૂર પ્રાપ્ત થશે.
બુધ ગ્રહ
બુધ ગ્રહનો રંગ લીલો હોય છે તે નવ ગ્રહોમાં શારીરિક રૂપથી સૌથી કમજોર અને બુદ્ધિ માં સૌથી આગળ છે. બુધ ગ્રહ સાથે જોડાયેલ દોષ દૂર કરવા માટે ગાયને લીલું ઘાસ ખવડાવવું. પૃથ્વી અને ગાય બંને શુક્ર ગ્રહ નું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે ઘાસ બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે તમે તો જાણો જ છો કે અન્ય વૃક્ષોની તુલના માં ધાસ કમજોર છે બિલકુલ તેમજ જેમ અન્ય ગ્રહોની તુલનામાં બુધ ગ્રહ કમજોર છે. ઘાસ એટલે બુધ અને ધરતી એટલે શુક્ર કહેવામાં આવે છે કે, ગાય ને લીલું ઘાસ ખવડાવવાથી તે ખુશ થાય છે અને તમને બુધ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે.
ગુરુ ગ્રહ
ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા માટે પોપટ ને ચણાની દાળ ખવડાવવાનું ફાયદાકારક ગણવામાં આવે છે. કારણકે પોપટ બુધ ગ્રહનું પ્રતીક ગણવામાં આવે છે અને ચણાની દાળ ગુરુ ગ્રહ નું પ્રતિક છે. તમે જાણતા હશો કે, પરિવારિક વિવાદ નાં ચાલતા ગુરુ ગ્રહ પોતાની પત્ની તારાથી નારાજ રહેતા હતા આ વાત બુધ ગ્રહને પ્રસન્ન ન આવતી અને તે પોતાના પિતા ગુરુ થી દુઃખી રહેતા હતા એવામાં જ્યારે તમે આ ઉપાય કરો તો બુધ સ્વરૂપ પોપટ ચણાની દાળ ખાઈને પેટ ભરે છે અને ખુશ રહેશે તો ગુરુ આપમેળે જ ખુશ થઇ જશે અને તમારા જીવનમાં તેની કૃપા વરસાવશે.
શુક્ર ગ્રહ
જો તમે શુક્ર નાં દોષથી પીડિત હોવ તો ગાયને રોટલી ખવડાવી એવું એટલા માટે કે, સૂર્ય ગ્રહ ઘઉં નાં પ્રતીક અને શુક્ર ને ગાય નું પ્રતિક ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે કોઈ બળવાન વ્યક્તિ પોતાના કરતાં કોઈને મોટા પદ પર આસાનીથી જોઈ શકતું નથી તેથી શુક્રને પણ સૂર્ય નાં આધીન રહેવાનું પસંદ નથી તેથી જ્યારે પણ તમે તેનાં શત્રુ સૂર્ય એટલે ઘઉં ગાયને ગાય એટલે શુક્ર ને ખવડાવશો તો નિશ્ચિત રૂપથી તેનો ગુસ્સો ઓછો થશે અને તમારા પર તેની કૃપા બની રહેશે.
શનિ ગ્રહ
શનિ ન્યાય નાં દેવતા અને શ્રમ નાં પુજારી છે. એવામાં જે કોઈ વ્યક્તિ મહેનત કરે છે તેને તન, મન અને ધન થી સમ્માન પ્રદાન કરશો અને તેની મદદ કરીએ તો શનિદેવ પ્રસન્ન થાય છે અને તેની કૃપા થી દરેક દોષ દૂર થાય છે. આપણને પરેશાનીમાંથી મુક્તિ મળે છે
રાહુ ગ્રહ
રાહુ છાયાગ્રહ છે. જે ભોજન આપવાથી ખૂબ જ જલદી શાંત થાય છે એવામાં જો તમે રાહુ સંબંધિત વ્યક્તિ જેમકે કુષ્ટ રોગી, ગરીબ વ્યક્તિ અને સફાઈ કર્મચારી વગેરેને ભોજન આપોછો તો તમને રાહુની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.
કેતુ ગ્રહ
કેતુ ગ્રહનાં દોષ નાં કારણે હંમેશા વ્યક્તિ શંકા નો શિકાર બને છે જેના કારણે તેને તમામ પરેશાની ઉઠાવી પડે છે કેતુ નાં દુષ્ટ પ્રભાવથી બચવા માટે સૌથી પહેલાં તમારે વડીલોની સેવા કરવાનું કામ કરવું. સાથે જ કૂતરાને મીઠી રોટલી આપવી.