વર્ષો પછી પ્રિયંકા ચોપડાએ જણાવી પોતાની મુશ્કેલી, ‘એતરાજ’ ફિલ્મ માં બોલ્ડ સિન શૂટ કરતી વખતે શરીરમાં

અભિનેત્રી પ્રિયંકા ચોપડા એ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ૨૨ વર્ષ પુરા કર્યા છે. અને તેની ફિલ્મ એતરાજ ને થોડા સમય પહેલાં ૧૬ વર્ષ પુરા થયા છે. ફિલ્મમાં પ્રિયંકા એ એક બોલ્ડ યુવતીની ભૂમિકા નિભાવી હતી. અને આ ફિલ્મમાં તે નેગેટિવ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મ ને સોળ વર્ષ પુરા થયા બાદ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં પ્રિયંકા એ લખ્યું હતું. અને જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં કામ કરવું તેનાં માટે સરળ ન હતું. સોશિયલ મીડિયા પર એતરાજ ફિલ્મ સાથે જોડાયેલ વાત ને યાદ કરતા પ્રિયંકા લખે છે કે, વર્ષ ૨૦૦૪ માં મેં અબ્બાસ મસ્તાન ની આ થ્રીલર ફિલ્મ એતરાજ માં સોનયા રોય ની ભૂમિકા નિભાવી હતી.જે મારા દ્વારા નિભાવેલી ભૂમિકા માંથી સૌથી બોલ્ડ ભૂમિકા હતી. અને તે એક મોટું રિસ્ક પણ હતું. કારણકે હું ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી હતી. હું એ જણાવવા માંગુ છું કે, હું ખૂબ જ ડરેલી હતી. પરંતુ મારી અંદર નો આર્ટિસ્ટ કહી રહયો હતો કે, હું કંઈક અલગ કરું, અને સોનિયા ની ભૂમિકા એવીજ હતી, ચાલાક, શિકારી અને પોતાનાં વિશે જ વિચારવા વાળી પરંતુ આશ્ચર્યજનક રૂપથી ઈમોશનલ
પ્રિયંકા એ આ ફિલ્મ સાથે સંકળાયેલ એક વીડિયો પણ શેયર કરી હતી. અને કેપ્શન માં લખ્યું કે હું હંમેશ માટે અબ્બાસ મસ્તાન ની આભારી રહીશ, મારા જેવી નવી અભિનેત્રી ને તેણે આ પ્રકારનો રોલ આપી મારા પર વિશ્વાસ કર્યો મારી અંદરની ટેલેન્ટને સમજી અને મને તે ભૂમિકા નિભાવવા માટે પ્રેરિત કરવા માટે કે જે ભૂમિકા નિભાવીને આજે મને ગર્વ છે. ૧૬ વર્ષ પછી પણ હું જ્યારે વિચારું છું તો મને લાગેછે કે, એતરાજ ફિલ્મ મારા માટે એક ચેલેન્જ હતી. જેણે મને દરેક ભૂમિકા પૂરી હિમત સાથે નિભાવવાનું શીખડાવ્યું.
મહત્વની વાત છે કે, એતરાજ ફિલ્મ સુપરહિટ રહી. અને આ ફિલ્મમાં પ્રિયંકા ની ભૂમિકાને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. ત્યાં જ વર્ષ ૨૦૨૦ માં પ્રિયંકા એ ઈન્ડસ્ટ્રી માં ૨૦ વર્ષ પૂરા કર્યા છે. આ ફિલ્મમાં તેઓએ ખૂબ જ બોલ્ડ સિન આપ્યા હતા. જેને શૂટ કરતી વખતે પોતાના પર કંટ્રોલ કરવો ખૂબ મુશ્કેલ કામ હતું. આ સમયે પ્રિયંકા પોતાના પતિ નીક ની સાથે લોસ એન્જેલીસ માં રહે છે. અને ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.