વ્રત દરમિયાન પિરિયડમાં થવા પર ન કરવી જોઈએ આ ભૂલો, આ વાતોનું રાખો ધ્યાન

વ્રત દરમિયાન પિરિયડમાં થવા પર ન કરવી જોઈએ આ ભૂલો, આ વાતોનું રાખો ધ્યાન

હિન્દુ ધર્મમાં વ્રત રાખવાનું ખૂબ જ મહત્વ છે. ઘણી સ્ત્રીઓ દર મહિને એક વખત જરૂર રાખે છે. જો કે શાસ્ત્રો અનુસાર પિરિયડ દરમ્યાન વ્રત રાખવું ઉચિત ગણવામાં આવતું નથી.  માન્યતા છે કે, પિરિયડ પર થવા પર વ્રત રાખવાથી અને પૂજા કરવાથી ફળની પ્રાપ્તિ થતી નથી. આ ઉપરાંત સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ પિરિયડ નાં સમયે વ્રત કરવું યોગ્ય ગણવામાં આવતું નથી. જોકે પીરિયડ્સ દરમિયાન ખાલી પેટ રહીને ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને પેટમાં દુખાવાની પણ સમસ્યા થઈ શકે છે. આજે અમે તમને એવી વાતો જણાવવા જઇ રહ્યા છીએ જેને ધ્યાન રાખીને તમે પિરિયડ દરમિયાન વ્રત અને પૂજા કરી શકો છો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખી શકો છો.

આ રીતે વ્રત કરવું

જો પિરિયડ શરૂ થવા પહેલા તમે વ્રત રાખવાનો સંકલ્પ કર્યો હોય તો તમે વ્રત રાખી શકો છો જોકે આ વસ્તુઓનું ધ્યાન રાખવું તમારે ભૂખ્યા ન રહેવું સમય-સમય પર ફ્રુટ અને દૂધ લેવું. એવું કરવાથી પેટમાં દુખાવાની ફરિયાદ નહિ રહે અને વ્રતનો સંકલ્પ પૂર્ણ થશે જો તો સંકલ્પ પહેલા જ પિરિયડ માં થઈ જાવ તો તમારી બદલે ઘરનો કોઈપણ સભ્ય વ્રત રાખી શકે છે.

મનમાં ભગવાન નાં નામ લેવા

પિરિયડ નાં કારણે તમે વ્રત રાખી ન શકો તો પરેશાન થવાની જરૂર નથી એવી સ્થિતિમાં મનમાં ભગવાન નાં નામનાં જાપ કરવા અને તેમનું ધ્યાન કરવું. એવું કરવાથી તમારી આસ્થા બની રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે ફક્ત પિરિયડમાં થવા પર પૂજા ન કરવી.

ભોજન નું  પૂરું ધ્યાન રાખવું

પીરિયડ્સ દરમિયાન ઘણી મહિલાઓ પૂજા કરે છે અને વ્રત રાખેછે એવી સ્થિતિમાં મહિલાઓએ પોતાનું પૂરું ધ્યાન રાખવું જોઈએ વ્રત રાખ્યા પર સમય સમય પર ફળ ખાવા જોઈએ ઠંડી વસ્તુઓ ને બદલે ગરમ વસ્તુ નું સેવન કરવું જોઇએ અને કોફી વધારે પીવી જોઈએ તેનાથી પેટ અંદર થી ગરમ રહે છે અને દુખાવાની સમસ્યા રહેતી નથી. તમારું પૂરું ધ્યાન રાખવું અને યોગ્ય ડાઈટ  લેવી.

પતિ રાખી શકે છે

ઘણી સ્ત્રીઓ કડવા ચોથ નાં દિવસે જ પિરિયડ માં આવે છે તે કરવા ચોથ વ્રત ખૂબ જ કઠિન છે આ દરમિયાન કોઇપણ વસ્તુઓનું સેવન કરવામાં આવતું નથી તેથી જો તમે કરવા ચોથ નાં દિવસે વ્રત ના રાખી શકો તો તમારી બદલે તમારા પતિ વ્રત રાખી શકે છે.

આ કારણે માનવામાં આવે છે વ્રત રાખવાનું વર્જિત

શાસ્ત્રોમાં પિરિયડ દરમિયાન સ્ત્રીઓ ને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ કારણે પિરિયડ માં થવા પર મહિલાઓને પૂજા ન કરવાનું કહેવામાં આવે છે. કારણ કે પૂજા માટે ઘણી તૈયારીઓ કરવી પડે છે તે દરમિયાન તે મુશ્કેલ થઈ જાય છે પિરિયડ  દરમિયાન વધારે કામ કરવાથી ઘણી સ્ત્રીઓને ચક્કર આવવાની સમસ્યા થાય છે માટે  તે દરમિયાન વ્રત ના રાખવાની અને પૂજા ન કરવાની સલાહ આપવામાં આવે છે. જેથી સ્ત્રીઓ આરામ કરી શકે.

આ વાતોનું રાખો ધ્યાન

  •  શાસ્ત્રોમાં પિરિયડ દરમિયાન કોઈ પવિત્ર વસ્તુ અડવાનું વર્જિત ગણવામાં આવે છે તેથી પીરીયડ પર થવા પર પાઠ સાથે જોડાયેલ પુસ્તક, ગ્રંથ વગેરેને અડવું જોઈએ નહીં.
  • પીરિયડ્સ દરમિયાન તુલસી નાં છોડને જળ અર્પણ ન કરવું અને તે છોડ થી દૂર રહેવું માન્યતા છે કે, ભૂલ થી પિરિયડ દરમિયાન તુલસી નાં છોડને અડવો જોઈએ નહીં જો ભૂલથી છોડ નર અડાય જાય તો તે છોડ જલ્દીથી સુકાઈ જાય છે.
  • પૂજા નાં રૂમની અંદર પ્રવેશ કરવો નહીં મંદિર જવું જરૂરી હોય તો પવિત્ર થઈને  જ મંદિરે જવું.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *