વસંત પંચમી નાં દિવસે માં સરસ્વતીનો થયો હતો જન્મ, જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

વસંત પંચમી નો તહેવાર દર વર્ષે શુકલ પક્ષની પાંચમની તિથિ નાં દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે સરસ્વતી માતા નો જન્મ થયો હતો અને તેણે આ સંસારને સુંદર બનાવી દીધો હતો. વસંત પંચમી નાં દિવસે પીળા રંગ નું ખૂબ જ મહત્વ છે. પીળા રંગ માં સરસ્વતી સાથે જોડાયેલો છે તેથી આ તહેવાર દરમ્યાન ભક્ત પીળા રંગ નાં કપડા જરૂર પહેરે છે. આ વર્ષે ૧૬ ફેબ્રુઆરી નાં આ તહેવાર આવી રહયો છે.
વસંતપંચમી નું શુભ મુહૂર્ત
૧૬ ફેબ્રુઆરી સવાર નાં ૩:36 મિનિટ થી વસંત પંચમી ની તિથી શરૂ થઈ જશે. જે આગલા દિવસે એટલે કે ૧૭ ફેબ્રુઆરી નાં ૦૫ :૪૬ મિનિટે સમાપ્ત થશે. વસંત પંચમી તિથી ૧૬ ફેબ્રુઆરી નાં આખો દિવસ રહેશે. આ વર્ષે વસંત પંચમી નાં માં સરસ્વતીની પૂજા નું શુભ મુહૂર્ત લગભગ સાડા પાંચ કલાક નું રહેશે જે ૬ :૫૯ મિનિટથી બપોર નાં ૧૨:૩૫ સુધી નું રહેશે તમે આ સમય દરમ્યાન પૂજા કરી શકો છો.
વસંત પંચમી ની પૂજા વિધિ
વસંત પંચમી નાં દિવસે સવારે મંદિરની સારી રીતે સફાઈ કરી ત્યારબાદ એક બાજોઠ ની સ્થાપના કરી તેનાં પર માં સરસ્વતીની મૂર્તિ ની સ્થાપના કરવી.બાજોઠ પર પીળા રંગ નું સ્વચ્છ વસ્ત્ર પાથરવું અને માં સરસ્વતી ની મૂર્તિ ને પીળા રંગ નાં ફૂલ અર્પણ કરવામાં માં ની સામે દીવો કરવો. ત્યારબાદ ચંદન, હળદર, પીળી મીઠાઈ અને ચોખા અર્પણ કરવા. પૂજા નાં સ્થળ પર વાધ યંત્ર અને પુસ્તકો રાખવા.માં સરસ્વતી સાથે જોડાયેલ મંત્ર અને માં નાં જન્મની કથા કરવી. માં સરસ્વતીવંદના નાં પાઠ પણ જરુર કરવા.
વસંત પંચમી નું મહત્વ
વસંત પંચમી નો દિવસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ વિશેષ ગણવામાં આવે છે. આ દિવસે માં સરસ્વતીની પૂજા કરી જ્ઞાન અને શિક્ષા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જે લોકો કળા ક્ષેત્રે જોડાયેલા છે તેના માટે આ તહેવાર ખૂબ જ ખાસ હોય છે. જે લોકો સાચા મનથી આ દિવસે માં સરસ્વતીની પૂજા કરે છે તેની દરેક મનોકામના માં પૂર્ણ કરે છે.
વસંત પંચમી ની કથા
પૌરાણિક કથા અનુસાર ભગવાન બ્રહ્માજી એ જ્યારે સૃષ્ટિની રચના કરી હતી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી વૃક્ષ, નદી અને જીવજંતુઓ જોઈને તે ખુબ ખુશ થયા પરંતુ કોઈ એક વસ્તુની કમી તેને મહેસૂસ થઇ રહી હતી. આ કમી ને પૂર્ણ કરવા માટે તેમણે પોતાના કમંડળ માંથી જળ છાટ્યુ જેનાથી એક સુંદર સ્ત્રી પ્રગટ થયા તેમને સરસ્વતી નામ આપવા આવ્યું જ્યારે માં સરસ્વતી પ્રગટ થયા ત્યારે તેનાં એક હાથમાં વીણા અને બીજા હાથમાં પુસ્તક હતું અને ત્રીજા હાથમાં માળા ચોથા હાથમાં વરમુદ્રા હતી. માં સરસ્વતી એ જ્યારે વીણા વગાડી ત્યારે સંસારની દરેક વસ્તુ સ્વરમાં આવી ગઈ. માંનાં પ્રાગટ્ય નાં આ દિવસ ને વસંત પંચમી નાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.