વસંત પંચમી નાં દિવસે શા માટે કરવામાં આવે છે માં સરસ્વતીની પૂજા, જાણો તેની સાથે જોડાયેલ કથા

વસંત પંચમીનો દિવસ આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પૂરી શ્રદ્ધા અને ભાવનાથી માં સરસ્વતીની પૂજા કરે છે સરસ્વતીને વિદ્યા અને સ્વર ની દેવી કહેવામાં આવે છે. વસંત પંચમી નાં દિવસે પૂજાનું વિશેષ મહત્વ હોય છે. દર વર્ષે મહા મહિના નાં શુક્લ પક્ષ ની પાંચમ ની તિથી નાં દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે પણ વસંત પંચમી ૧૬ ફેબ્રુઆરી મંગળવાર નાં આવે છે એવું કહેવામાં આવે છે કે, આ દિવસે માં સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેથી આ પાવન તહેવાર પર નાના બાળકો નો વિદ્યા અભ્યાસ શરુ કરવામાં આવેછે. તેની સાથે જ વિદ્યાર્થી, ગાયક અને કળા સાહિત્ય સાથે જોડાયેલા લોકો દિલથી માં સરસ્વતીની આરાધના કરે છે.
વસંત પંચમી નાં દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાની પાછળ એક કથા પણ જોડાયેલી છે. માન્યતા અનુસાર એકવાર ભગવાન બ્રહ્માજીએ સંસારની રચના કરી તેમને પહેલાં મનુષ્ય, ઝાડ, જીવ જંતુ અને દરેક વસ્તુઓની રચના કરી ત્યારબાદ પોતાના કમળડલ જળ લઈને જળ છટકાવ કર્યો ત્યારે નો તેમની સામે ચાર હાથવાળી એક સુંદર સ્ત્રી પ્રગટ થઈ તેમના ચહેરા પર અદભૂત તેજ હતું. અને હાથમાં વીણા બીજા હાથમાં વરમુદ્રા હતી કે બંને હાથમાં પુસ્તક અને માળા હતી. બ્રહ્માજીએ માં સરસ્વતી ને પ્રણામ કર્યા અને તેમણે દેવી ને નિવેદન કર્યું કે તમારી વીણા નાં મધુર નાદ કરો. ત્યારબાદ સરસ્વતીજીએ પોતાની વીણા થી મધુર ધ્વનિ કરી ત્યારે સંસારમાં દરેક વસ્તુ સ્વરમાં આવી ગઈ. ત્યારબાદ બ્રહ્માજીએ તેમને સરસ્વતી નામ આપ્યું. ત્યારે આ ઘટના થઈ ત્યારે વસંતપંચમીનો દિવસ હતો. બસ તે દિવસથી આખા સંસારમાં વસંત પંચમી નાં દિવસે દેવી સરસ્વતીની પૂજા આરાધના થવા લાગી.
વસંત પંચમી નાં દિવસ નું હિન્દુ લોકો માટે ખૂબ જ મહત્વ છે. આ દિવસે તે લોકો નદીમાં સ્નાન કરીને વસંત પંચમી નો તહેવાર ઉજવે છે. કોઈ નવા કાર્યનો શુભારંભ વસંત પંચમીના દિવસે કરવામાં આવે છે. આ દિવસને નવા અને માંગલિક કાર્ય માટે શુભ ગણવામાં આવે છે. આ દિવસે નવા કામ શરૂ કરવાથી સારા પરિણામો પ્રાપ્ત થાય છે વસંત પંચમી નાં દિવસે પીળા રંગ ને શુભ ગણવામાં આવે છે. આ દિવસે ઘરમાં પકવાન પણ પીળા કલરનું બનાવવામાં આવે છે. આ દિવસે પીળા રંગની વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.