વસંત પંચમી નાં દિવસે માં સરસ્વતી ને પ્રસન્ન કરવા માટે કરવા જોઈએ આ કામો બની રહેશે માં ની કૃપા

આ વર્ષે ૧૬ ફેબ્રુઆરી નાં વસંત પંચમી નો તહેવાર આવી રહ્યો છે. આ દિવસે માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર માઘ મહીનાની શુક્લપક્ષ ની પાંચમ ને દિવસે આવી રહ્યો છે.માં સરસ્વતી ને વિદ્યા અને સંગીત ની દેવી ગણવામાં આવેછે માટે આ દિવસે વિદ્યાર્થીઓને વિશેષ રૂપથી માં ની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. વસંત પંચમી નાં વિધિ-વિધાનથી પૂજા કરવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. વસંત પંચમી ની શરૂઆત ૧૬ ફેબ્રુઆરી નાં સવારે ૩ કલાક ને ૩૬ મિનીટ થી શરૂ થઈ ૧૭ ફેબ્રુઆરી નાં સવારનાં ૫કલાક ને ૪૬ મિનિટ સુધી રહેશે..
આ રીતે કરવી માં ની પૂજા
- વસંત પંચમી નાં દિવસે સ્નાન કર્યા બાદ સફેદ અથવા પીળા રંગનાં વસ્ત્ર ધારણ કરવાં ત્યારબાદ મંદિરમાં બાજોઠ પર પીળા રંગનું વસ્ત્ર પાથરવું તેનાં પર માં ની મૂર્તિ રાખવી ત્યારબાદ વિધિપૂર્વક કળશની સ્થાપના કરવી.
- માં ને સફેદ ફૂલની માળા અર્પણ કરવી અને સિંદુર ઉપરાંત અન્ય શણગારની વસ્તુઓ ચડાવવી.
- વસંત પંચમી નાં દિવસે માતા નાં ચરણોમાં ગુલાલ અર્પણ કરવું શુભ ગણવામાં આવે છે પ્રસાદમાં પીળા રંગની મિઠાઈ અથવા ખીર ધરાવવી
- પૂજા નો સંકલ્પ કર્યા બાદ દીવો કરવો અને માં સરસ્વતી નાં મંત્ર નાં જાપ કરવા.
- જો તમારી કોઈ મારું કામ પૂર્ણ ન થઈ રહી હોય તો માં ને તેની પસંદગીની વસ્તુઓ ચડાવવી. વસંત પંચમી નાં દિવસે પીળા રંગ નું વિશેષ મહત્વ છે. આ રંગ માં ને ખુબજ પ્રિય છે માટે તે દિવસે માં ને આ રંગ નાં વસ્ત્ર અર્પણ કરવા અને પીળા રંગના પુષ્પ કેસર ચંદન નું તિલક કરવાથી તમારી મનોકામના માં પૂર્ણ કરે છે.
આ દિવસે ન કરવા કામ
વસંત પંચમી નાં દિવસને ખૂબ જ શુભ ગણવામાં આવે છે આ દિવસે કોઈપણ કાર્યની શરૂઆત કરી શકોછો જેમ કે, સગાઈ, ગ્રહ પ્રવેશ, લગ્ન જેવા શુભ કામની શરૂઆત કરવામાં આવે છે. જોકે વસંતપંચમી નાં આ કર્યો કરવા વર્જિત ગણવામાં આવે છે.
- વસંત પંચમી નાં દિવસે પુસ્તકની પૂજા કરવામાં આવે છે તે દિવસે તે વિશે પુસ્તક વાંચવા નહીં.
- લસણ અને ડુંગળી ખાવાથી બચવું
- ખોટું ન બોલવું
- તમારા મોઢામાંથી ખરાબ શબ્દો ન કાઢવા.