વસંતપંચમી પર કરો આ ઉપાયો, કમજોર મગજ નાં બાળકો પણ થશે હોશિયાર, જ્ઞાન અને બુદ્ધિની થશે પ્રાપ્તિ

હિન્દુ ધર્મમાં વસંત પંચમી નાં તહેવાર એક વિશેષ મહત્વ રાખે છે. આ દિવસે વિદ્યાની દેવી માં સરસ્વતી ની વિધિ પૂર્વક પૂજા કરવામાં આવે છે અને સરસ્વતીની પૂજા સ્કૂલ અને કોલેજોમાં કરવામાં આવે છે. વસંત પંચમી ને લઈને એવી એક કથા જણાવવામાં આવે છે કે સૃષ્ટિ નાં પ્રારંભિક કાળમાં ભગવાન વિષ્ણુની આજ્ઞાથી બ્રહ્માજીએ મનુષ્યની રચના કરી હતી પરંતુ જ્યારે તે સૃષ્ટિની રચનાથી સંતુષ્ટ ના થયા ત્યારે બ્રહ્માજીએ વિષ્ણુજી ની આજ્ઞા થી પૃથ્વી પર પાણી છાંટ્યું અને તેનાથી એક અદ્ભભૂત શક્તિન નાં રૂપમાં ચ્તુર્ભુજી સુંદર સ્ત્રી પ્રગટ થઈ તેમના એક હાથમાં વીણા બીજા હાથમાં વરદ મુદ્રા અને અન્ય હાથમાં પુસ્તક અને માળા હતા. આ દેવી બીજું કોઈ નહીં પરંતુ માં સરસ્વતીજી હતા.
માહ મહિનામાં શુક્લ પક્ષની પાંચમ ની તિથિ વસંત પંચમી નાં તહેવાર તરીકે દેશભરમાં ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૬ ફેબ્રુઆરી નાં વસંત પંચમી નો તહેવાર આવી રહ્યો છે અને આ દિવસે સ્વર અને જ્ઞાનની દેવી માં સરસ્વતીની વિધિ-વિધાન થી પૂર્વક પૂજા કરવામાં આવે છે. આજે અમે તમને આ લેખ નાં માધ્યમથી માં સરસ્વતી સાથે જોડાયેલ કેટલાક એવા ઉપાયો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેની મદદથી જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ થશે. આ ઉપાયો કરવાથી કમજોર મગજ નાં બાળકો પણ હોશિયાર થઈ જશે.
- ધાર્મિક માન્યતા અનુસાર જો વસંત પંચમી નાં દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે તો તેનાથી બૌદ્ધિક વિકાસ થાય છે. વસંતપંચમી નાં શુભ દિવસે નવજાત શિશુ જેની આ પહેલી વસંત પંચમી હોય તેની જીભ પર ચાંદી ની સડી ની મદદથી મદદથી મધ વડે મંત્ર “ऊँ ऐं” લખવામાં આવે તો બાળક ની વાણી મધુર બની જાય છે. એટલું જ નહીં નવજાત શિશુનો બૌદ્ધિક વિકાસ પણ સારી રીતે થાય છે. આ ઉપાય કરવાથી બાળક શિક્ષણ ક્ષેત્રે વિશેષ સફળતા પ્રાપ્ત કરે છે.
- જો તમારું બાળકની ઉમર ૩ વર્ષની હોય તો વસંત પંચમી નાં દિવસે બાળક નાં હાથમાં એક કાગળ પર લાલ રંગની શાહી થી “ऊँ ऐं” મંત્ર લખાવવો ત્યારબાદ માં સરસ્વતીની પૂજા કરવી. માન્યતા છે કે, આ ઉપાય કરવાથી બાળક ખૂબ જ બુદ્ધિશાળી બને છે.
- જો કોઈ બાળક તોતળું બોલતો હોય અને બોલવામાં તકલીફ મહેસુસ થતી હોય તો એવી સ્થિતિમાં વસંતપંચમી નાં દિવસે બાળકની જીભ પર ચાંદીની સડી ની સહાયતા થી કેસર વડે “ऊँ ह्रीं श्रीं सरस्वत्यै नमः” મંત્ર લખવો આ ઉપાય કરવાથી બાળક નો વાણી દોષ દૂર થાય છે. અને વાણીની દેવી સરસ્વતી નાં આશીર્વાદ થી બાળક સારો વક્તા બની શકે છે.
- ઉપરોક્ત વસંત પંચમી નાં કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેની મદદ થી કમજોર મગજ વાળા બાળકો પણ હોશિયાર થઈ શકે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ ઉપાયો કરવાથી માં સરસ્વતી નાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વસંત પંચમી નાં દિવસે વિધિ-વિધાન પૂર્વક પૂજા અર્ચના કરી આ ઉપાય જરૂર અજમાવવા. આ ઉપાયો થી કમજોર મગજ નાં બાળકો પણ કુશાગ્ર બુદ્ધિ વાળા બનશે.