વાસ્તુદોષ નાં કારણે પણ પડી શકો છો વારંવાર બીમાર, બચવા માટે આ ઉપાય માનવામાં આવે છે પ્રભાવશાળી

ઘણીવાર પૂરી કાળજી લેવા છતાં પણ લોકો બીમાર પડી જતા હોય છે ખરાબ ઇમ્યુનિટી, અસ્વસ્થ ખાનપાન અને આળસથી ભરપૂર જીવનશૈલી નાં કારણે વ્યક્તિ બીમાર પડી શકે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર તેનાં માટે વાસ્તુશાસ્ત્રને પણ જવાબદાર માને છે. તેના અનુસાર ઘણીવાર વાસ્તુદોષ લાગવાના કારણે લોકો બીમાર પડી શકે છે. તમને જણાવી દઈએ કે, વાસ્તુદોષ માં જે ઉપાય બતાવવામાં આવ્યા છે તે ફક્ત ધનલાભ, રોજગાર, આર્થિક પરેશાની જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે શાસ્ત્રોમાં નિરોગી કાયાને સૌથી મોટું ધન ગણવામાં આવે છે. એવામાં ચાલો જાણીએ કે વાસ્તુ નાં જાણકારો અનુસાર કયા ઉપાયો કરવાથી ઘર નાં સભ્યો નું સ્વાસ્થ્ય સારું રહે છે.
કયા વાસ્તુદોષથી સ્વાસ્થ્ય પર થાય છે અસર
વાસ્તુ શાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ જણાવવામાં આવે છે કે, જો ઘરમાં ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશા બંધ હોય અથવા દક્ષિણ-પશ્ચિમ દિશા ખુલ્લી હોય તો તેનાથી વાસ્તુ દોષ લાગે છે જાણકારો અનુસાર ત્યાંથી બીમારી જ નહીં પરંતુ ખર્ચાઓ પણ વધી જાય છે. આ ઉપરાંત ભોજન બનાવતી વખતે જો વ્યક્તિ પોતાનો ચહેરો દક્ષિણ દિશામાં રાખે છે તો તે વાસ્તુ પણ વાસ્તુદોષ નું કારણ બને છે આવી પરિસ્થિતિ ભોજન બનાવનાર ને કમર નો દુખાવો, સર્વાઇકલ અને સાંધાનાં દુખાવાની ફરિયાદ રહી શકે છે. તેમજ મેન્ટલ સ્ટ્રેસ અને મગજ સંબંધી બીમારીઓ થઈ શકે છે જો તમારા ઘર માં ઇશાન કોણ અર્થાત્ ઉત્તર-પૂર્વ દિશામાં શૌચાલય કે સીડી બનેલી હોય.
કરવા આ ઉપાયો
વાસ્તુ વિશેષજ્ઞ મુજબ જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેની પાસે લાલ રંગનું કપડું રાખવું લાભકારક સિદ્ધ થાય છે. વાસ્તુ અનુસાર માનવામાં આવે છે લાલ રંગ ઉર્જા પ્રદાન કરે છે બીમાર વ્યક્તિનું શરીર કમજોર થઈ જાય છે એવામાં તેમને તાકાતની જરૂર છે. માટે લાલ કપડું રાખવાથી લાલ રંગ નાં પ્રભાવથી બીમાર વ્યક્તિ નું સ્વાસ્થ્ય સારું થાય છે. તેમજ પિતૃઓ નું સ્મરણ કરવું એવામાં ખૂબ જ જરૂરી હોય છે જેથી તેમનાં આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. તેની સાથે જ હનુમાન ચાલીસાનાં પાઠ પણ સ્વાસ્થ્ય માટે લાભકારી સિદ્ધ થાય છે.
ઘરમાં કોઈ વ્યક્તિઓ ની આદત હોય છે કે બિનજરૂરી દવાઓ ને પણ તે રાખે છે પરંતુ વાસ્તુમાં તેને વાસ્તુદોષ નું કારણ ગણવામાં આવે છે. વિદ્વાનો મુજબ આ દવાઓ ઘરમાં બીમારીઓ લઈને આવે છે માટે તેવી દવાઓ ને ઘરની બહાર ફેકી દેવી.