વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ ભૂલો કરવાથી થઈ શકે છે પૈસાની તંગી, બની શકો છો કરજદાર

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘણીવાર કેટલીક ભૂલો નાં કારણે વાસ્તુદોષ લાગી જાયછે.તેના કારણે ઘરની ખુશીઓમાં રુકાવટ આવી જાય છે. આ જ કારણે જ લોકો ઘર અને ઓફિસ બનાવતા પહેલા વાસ્તુ શાસ્ત્ર ની જાણકારી અગાઉથી મેળવી લે છે. માન્યતા છે કે ખોટા વાસ્તુ ને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. વસ્તુ શાસ્ત્ર નાં જાણકારો અનુસાર ઘર નાં દરેક ભાગનું પોતાનું અલગ અલગ મહત્વ હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘણા એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેનાં આધારે ઘર, દુકાન કે ઓફિસમાં ની ઉર્જા માં પરિવર્તન લાવી શકાય છે. ઘણી કેટલીક સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે જેથી વાસ્તુદોષ લાગે નહીં. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશા ને માતૃ સ્થાન ગણવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ઘરની ઉત્તર દિશાને ક્યારેય પણ ઊંચા સ્થાન બનાવવી જોઇએ નહીં. જાણકારો અનુસાર આ દિશા દિશા ને ઊંચાઈ પર રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ લાગે છે. આ દોષ નાં પ્રભાવ થી ઘરમાં ધનની કમી બની રહે છે.
ગંદકી થી રાખો દૂર
ઉત્તર દિશાને ખાસ ગણવામાં આવે છે કારણ કે, તે દિશાને કુબેરજી નીદિશા માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભગવાન કુબેર ને ધનના દેવતા ગણવામાં આવે છે. તેથી વાસ્તુશાસ્ત્રમાં સલાહ આપવામાં આવે છે કે, આ દિશાને ક્યારેય ગંદી રાખવી નહીં. જગ્યા ગંદકી નો વાસ હોય છે ત્યાં ભગવાન કુબેર નિવાસ કરતા નથી.
ઉત્તર દિશામાં પાણીનો પ્રવાહ
વાસ્તુ મુજબ એ વાત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, દક્ષિણ દિશામાં પાણી નો પ્રવાહ ન હોવો જોઈએ. દક્ષીણ દિશા માં પાણી નો પ્રવાહ હોય ત્યાં દરિદ્રતા આપોઆપ જ આવી જાય છે. એવામાં આર્થિક તંગીને દૂર કરવા માટે પાણી નાં પ્રવાહ માટે સુનિશ્ચિત કરવું કે પાણીનો વેગ હંમેશા ઉત્તર દિશામાં રહે.
નળમાંથી ન ટપકવું જોઈએ પાણી
દરેક ઘરમાં ઘરમાં નળમાંથી પાણી ટપકવા ને અશુભ ગણવામાં આવે છે. વાસ્તુ અનુસાર નળમાંથી જો સતત પાણી ટપકતું હોય તો તેને જલ્દીથી રીપેર કરાવો અથવા તો તેને બદલી અને નવો લગાવો જો તમે એવું નહી કરો તો આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ગેસ પર ન રાખો ખાલી વાસણ
કિચનમાં કોઈ કારણ વગર ગેસ પર ખાલી વાસણ ચડાવવું અશુભ ગણવામાં આવે છે. વસ્તુ શાસ્ત્ર અનુસાર જે લોકો એવું કરે છે તેનાં ઘરમાં પૈસાની કમી રહે છે.