વાસ્તુ શાસ્ત્રમાં ધન બરકત માટે બતાવવામાં આવ્યા છે આ ઉપાયો, જીવનભર નહીં રહે ધનની કમી

વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા નિયમો જણાવવામાં આવ્યા છે જેની મદદથી આર્થિક પરેશાની દૂર કરી શકાય છે અને ધન સાથે જોડાયેલી દરેક પરેશાનીથી મુક્તિ મેળવી શકાય છે. આ ઉપાયો કરવાથી ભાગ્ય ખૂલી જાય છે તેથી ધન સંબંધી કોઇ પણ પરેશાની હોય તો નીચે જણાવેલા ઉપાયો કરવા તેનાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.
મુખ્ય દ્વાર પર બનાવવું સ્વસ્તિકનું ચિન્હ
રોજ સવારે ઘરનાં મુખ્ય દરવાજા પર દીવો કરી અને બની શકે તો સ્વસ્તિક બનાવવું તેને બનાવ્યા બાદ દરવાજા પર ફૂલ અને ચોખા અર્પણ કરવા. સ્વસ્તિક નાં ફૂલને ખૂબ જ શુભ ગણવામાં આવે છે તેને રોજ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.
લગાવો આ બે છોડ
આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે આ ઉપાય કરવો તમારા ઘરનાં આંગણામાં તુલસી અને કેળાં નું વૃક્ષ લગાવવું એવું કરવાથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે. ઘરનાં મુખ્ય દ્વાર પર ડાબી બાજુએ તુલસી અને જમણી બાજુએ કેળા નું વૃક્ષ લગાવવું રોજ તેની પૂજા કરવી અને સાંજે તેની સામે દીવો કરવો. આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે અને વાસ્તુદોષ દૂર થાય છે.
આવી વસ્તુઓને ઘરથી રાખવી દૂર
ઘરમાં તૂટેલી વસ્તુઓ રાખવી નહીં ઘરમાં તૂટેલી કે ખરાબ થયેલી વસ્તુઓ ગરીબી લાવે છે માટે ક્યારેય ઘરમાં કોઈ તૂટેલી વસ્તુઓ રાખવી નહિ તેને ઘરની બહાર ફેકી દેવી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલી વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ લાગે છે અને ક્યારેય કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી નથી.
સૂકાયેલ તુલસીનો છોડ ન રાખવો
તુલસી નાં છોડને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે તેની પૂજા કરવાથી દરેક દુઃખોનો અંત થાય છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે ક્યારેય તુલસી નાં છોડને સુકો રાખવો નહીં જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેવો તેની જગ્યાએ નવો તુલસીનો છોડ લગાવો.
ઘરમાં અંધારું ન રાખવું
તમારા ઘરમાં હંમેશા એક લેમ્પ ચાલુ રાખો ક્યારેય પણ અગ્નિ કોણ અને દક્ષિણ-પૂર્વ દિશામાં અંધારું ન થવા દેવું. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશામાં રસોઈ ઘર બનાવવાનું શુભ ગણવામાં આવે છે. આ દિશામાં ક્યારેય અંધારું ન રાખવું જોઈએ.
પૂજાઘર રાખો હંમેશા સાફ
તમારા પૂજા ઘરને હંમેશા સાફ રાખો ત્યાં ગંદકી ન થવા દેવી. પૂજા ઘરમાં પાંચથી વધારે ભગવાનની મૂર્તિઓ ન રાખવી જોઈએ. કોઈ મૂર્તિ ખંડિત થઈ ગઈ હોય તો તેને જળ માં પ્રવાહિત કરવી અથવા પીપળા નાં ઝાડ નીચે રાખવી ખંડિત મૂર્તિ ઘરમાં રાખવી નહીં.