વાસ્તુ શાસ્ત્ર પૈસાની તંગી દૂર કરવા માટે, પ્રભાવી માનવામાં આવે છે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલ આ ઉપાયો

આજના સમયમાં સારી લાઈફ જીવવા માટે પૈસાની ખુબ જરૂર પડે છે. પરંતુ ઘણીવાર મહેનત કરવા છતાં પણ આર્થિક સંકટમાંથી નીકળી શકાતું નથી. પૈસાની તંગી દૂર થતી નથી. ઘણા લોકો તેના માટે પોતાના ભાગ્યને દોષિત ગણે છે જોકે ઘણીવાર આ પરેશાની તમારા ઘરમાં રાખેલી વિશેષ વસ્તુઓ થી પણ હોઈ શકે છે. વાસ્તવમાં વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, ઘણી વસ્તુઓ ઘરમાં નેગેટિવ એનર્જી નું સંચાર કરે છે તેનાથી ધન આગમન યોગ બનતા નથી તેમાં વિધ્ન આવી જાય છે. જ્યોતિષ મુજબ ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે
શ્રી યંત્ર
માન્યતા છે કે, શ્રી યંત્ર માં ધનની આરાધ્ય દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે એવામાં જે લોકો આર્થિક મુશ્કેલી કે વધારે ખર્ચાઓ થી પરેશાન હોઈ તેઓએ પોતાના ઘરમાંથી શ્રી યંત્ર જરૂર રાખવું જોઈએ. માનવામાં આવે છે કે એવું કરવાથી ધનલાભ થાય છે અને પૈસાની બચત થઇ શકે છે. તેથી આ યંત્રને ઘરની ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશામાં રાખવું જોઈએ. ઘર નાં દરેક સભ્યોએ આ યંત્રને પ્રણામ કરવા જોઈએ.
ત્રણ પગવાળો દેડકો
ચીન વાસ્તુ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિએ પોતાના ઘરમાં ત્રણ પગવાળો દેડકો રાખવો જોઈએ તે દરેક બાજુ થી ઘરમાં ધન ખેંચી લાવે છે. તેમનું મોઢું ઘરની તરફ અને પીઠ બહારની તરફ રહેવી જોઈએ સાથે જ એ વાતનું ધ્યાન રાખવું કે, તેનાં મોઢામાં સિક્કો જરૂર હોવો જોઇએ.
પાણીની ટાંકીમાં આ વસ્તુઓ રાખવી ખૂબ શુભ ગણાય છે
પાણીની ટાંકીમાં કાચબો, શંખ, ચાંદીનો સિક્કો કે ચાંદીનો તાર રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર માં માનવામાં આવે છે કે, પાણીની ટાંકીમાં આ વસ્તુઓ રાખવાથી ઘરમાં ધન લાભ થાય છે અને આર્થિક પરેશાની થી છુટકારો મળે છે.
ઘરથી દૂર રાખવું આ ડોરમેટ
પ્રવેશ દ્વાર પર ફાટેલું ડોરમેટ રાખવાથી લક્ષ્મી ઘરની અંદર પ્રવેશ કરતા નથી. જણાવવામાં આવે છે કે, ઘર નાં લોકો આવતા જતા જ્યારે તેનાં પર પગ રાખે છે તેના પ્રભાવથી ઘરમાં ગરીબી આવે છે. ઘરની બહાર ફાટેલું ડોરમેટ રાખવું જોઈએ નહીં.