વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં જરૂર લગાવવા જોઈએ આ વૃક્ષો, સુખ શાંતિ અને સમૃદ્ધિ નું થશે આગમન

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ ઘરમાં વાસ્તુદોષ હોય તો તેનાં કારણે ઘરમાં ઘણી પરેશાનીઓ ઉત્પન્ન થયા કરે છે. વાસ્તુ દોષ નાં કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. જેનાં કારણે ઘરમાં રહેનાર સભ્યોને કોઈને કોઈ પરેશાનીનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં રહેલી વસ્તુઓ ઘર નાં વાસ્તુ ને પ્રભાવિત કરે છે. જેવી રીતે આપણે દરેક લોકો જાણીએ છીએ કે, ઘર સજાવવા માટે ઘર માં વુક્ષો લગાવવાથી તે ઘર નાં વાસ્તુ ને પ્રભાવિત કરે છે. જો તમે આ વૃક્ષો ને તમારા ઘરમાં લગાવો છો તો તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર બની રહેશે શાંતિ અને સમૃદ્ધિ નું આગમન થાય છે. આજે અમે તમને વાસ્તુ અનુસાર કયું વૃક્ષ લગાવવું શુભ રહેશે તેનાં વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
તમે તમારા ઘરની અંદર અશોક કે વાસ નું વૃક્ષ લગાવો છો તો તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ વૃક્ષને લગાવવાથી ઘરમાં રહેનારા સભ્યો ની પ્રગતિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ નું આગમન થાય છે.
આ વૃક્ષ લગાવવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે
વાસ્તુ અનુસાર કેટલાક એવા વૃક્ષો છે જેને તમે તમારા ઘરની અંદર લગાવો છો તો તમારા સ્વાસ્થ્યને ફાયદો થાય છે. તમારા ઘરના ગાર્ડનમાં કે બાલ્કનીમાં ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં નાનું એવું કેળા, આમળા, તુલસી, ફૂદીનો અને હળદર જેવા વૃક્ષો જરૂર લગાવવા કારણ કે, આ દિશામાં જો તમે આ વુક્ષો લગાવો છો તો ઉગતા સૂર્યની સ્વાસ્થ્યવર્ધક કિરણો ઘરમાં પ્રવેશ કરે છે જે તમારા ઘરમાં રહેનાર સભ્યો નું સ્વાસ્થ્ય સારું રહેછે.
દાડમ નું વૃક્ષ ભાગ્યમાં વૃદ્ધિ કરે છે
આયુર્વેદની દૃષ્ટિએ જોવામાં આવે તો દાડમ ને ઘણા રોગો માટે લાભકારી ગણવામાં આવે છે. દાડમ નું વૃક્ષ ખૂબ જ લાભકારી અને શક્તિવર્ધક ગણવામાં આવે છે. જો તમે તમારા ઘરની બહાર દક્ષિણ-પૂર્વ દિશામાં દાડમ નું વૃક્ષ લગાવો છો તો તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
લીમડાનું વૃક્ષ લગાવવાથી સુખદ પરિણામ પ્રાપ્ત થાય છે
જો તમે તમારા ઘર નાં ગાર્ડનમાં લીમડાનું વૃક્ષ વાવો છો તો તેનાથી ફાયદો મળે છે તમને જણાવી દઈએ કે, લીમડા નું વૃક્ષ એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. આ વૃક્ષ દૂષિત વાતાવરણને શુદ્ધ કરવામાં સહાયક બને છે. જો તમે તમારા ઘરની અંદર લગાવો છો તો વાતાવરણ સ્વચ્છ રહે છે એટલું જ નહીં પરંતુ ઘણી બીમારીઓ થી પણ બચી શકાય છે. જો તમે લીમડાનું વૃક્ષ વાયવ્ય ખૂણામાં લગાવો છો તો તેનાથી ખૂબ જ સુખદ પરિણામ પ્રાપ્ત થાય છે.
ભૂરા રંગ નાં ફૂલ
વાસ્તુ અનુસાર જો તમે તમારા ઘરની ઉત્તર દિશામાં ભૂરા રંગના ફૂલનો છોડ લગાવો છો તો તેનાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે આ રંગ નાં છોડ ને લગાવવાથી જીવનમાં સ્થિરતા અને પવિત્રતા પણ આવે છે.
આ છોડ થી આવે છે પૈસા અને પ્રસિદ્ધિ
વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ, વાસ અને ક્રિસમસ ટ્રી ઘરમાં લગાવું ખૂબ જ શુભ ગણવામાં આવે છે. જો તમે આ છોડો લગાવો છો તો તેનાથી તમારા જીવનમાં પૈસા અને પ્રસિધ્ધિ નું આગમન થાય છે.
બીલીનું વૃક્ષ આ દિશામાં લગાવવું ગણવામાં આવે છે શુભ
તમને જણાવી દઈએ કે, બિલી નું વૃક્ષ દેવોના દેવ મહાદેવને ખૂબ જ પ્રિય છે. જો તમે આ વૃક્ષને તમારા ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવો છો તો તેનાથી ખૂબ શુભ ફળની પ્રાપ્તિ થાય છે.