વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓને જમીન પર રાખવાનું ગણવામાં આવે છે અશુભ, ભગવાન થઈ શકેછે તમારાથી નારાજ

વાસ્તુશાસ્ત્રમાં પૂજાપાઠની સાથે જોડાયેલા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે આ નિયમોનું પાલન કરવાથી પૂજાનું ફળ મળી શકે છે. શાસ્ત્રો અનુસાર પૂજાપાઠ દરમ્યાન ઉપયોગ કરવામાં આવતી વસ્તુઓ નો પ્રયોગ સાચી રીતે કરવો જોઈએ. શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને જમીન પર રાખવી અપશુકન ગણાય છે.શાલીગ્રામ ને વિષ્ણુજી નાં પ્રતિક ગણવામાં આવે છે તેને પૂજા ઘરમાં રાખવું ખૂબ જ શુભ ગણવામાં આવે છે જોકે શાલીગ્રામ ને ક્યારેય સીઘા જમીન પર રાખવા નહીં. ઘણી વાર સફાઈ કરતી વખતે લોકો તેને જમીન પર રાખી દે છે જે ખૂબ જ ખોટું છે. સફાઈ કરતી વખતે હંમેશા શાલીગ્રામ ને થાળીમાં રાખવા જોઈએ અને ભગવાનની મૂર્તિઓને પણ ક્યારેય જમીન પર રાખવી જોઈએ નહીં.
પૂજા નો સામાન
પૂજા કરવા માટે ધૂપ, અગરબત્તી, ફુલ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે વસ્તુઓ હંમેશા થાળીમાં રાખવી જોઈએ. આ વસ્તુને જમીન પર રાખીને ભગવાનને અર્પણ કરવાથી પાપ લાગેછે. તેથી પૂજા ની બધી સામગ્રીઓને થાળીમાં જ રાખીને તેનો સાચી રીતે ઉપયોગ પૂજા સમય દરમિયાન કરવો
રત્ન
રત્નોને હંમેશા ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઇપણ રત્નને ધારણ કરતા પહેલાં તેને મંદિરમાં રાખવામાં આવે છે અને મંદિર માં હંમેશા તેને એક વાટકા ની અંદર રાખવા જોઈએ. રત્ન ને જમીન પર રાખવાથી રત્નનો પ્રભાવ ઓછો થઈ જાય છે અને તેને પહેરવાથી કોઈ લાભ મળતો નથી.
શિપ
શિપ ની ઉત્પત્તિ સમુદ્રમાંથી થાય છે અને તેને માં લક્ષ્મીનું પ્રતિક ગણવામાં આવે છે તે હંમેશા સારી રીતે કપડાં વીટાળીને રાખવું જોઈએ. તેને જમીન પર રાખવા જોઈએ નહીં. એવું કરવાથી માં લક્ષ્મીજી નારાજ થઈ જાયછે. તે ઉપરાંત કોડીઓ નો પ્રયોગ પણ પૂજા દરમિયાન કરવામાં આવે છે તેને પણ જમીન પર રાખવી નહીં.
શંખ
શંખ નો પ્રયોગ પૂજા દરમિયાન જરૂર કરવામાં આવે છે ઘણીવાર પૂજા પૂર્ણ થયા બાદ શંખ જરૂર વગાડવામાં આવે છે તેને શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરને પવિત્ર થઈ જાયછે. ધ્યાન રાખો કે ભૂલથી પણ શંખ ને જમીન પર રાખવો નહિ. હંમેશા તેને કપડા ઉપર જ રાખવું.