વ્યક્તિ ને રંક માંથી રાજા બનાવી શકે છે, આ ૨ ગુણો જાણો શું કહે છે જયા કિશોરીજી

કથાકાર નાં રૂપમાં જયા કિશોરીજી એ થોડા જ સમયમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી છે. દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તે ભાગવત કથા કરનાર તથા નાની બાઈનું માયરુ ની કથા પાઠ કરવાના લીધે ચર્ચામાં રહે છે. તેઓનું સાચું નામ જયા શર્મા છે અને તેમનાં ગુરુ પંડિત ગોવિંદ રામ મિશ્ર એ તેમનું નામ જયા શર્મા માંથી જયા કિશોરી રાખ્યું. તે પોતાની સફળતાનો શ્રેય ભગવાન શ્રીકૃષ્ણ ઉપરાંત પોતાનાં માતા-પિતાને આપે છે. કિશોરીજી ની નાની બહેન નું નામ ચેતના શર્મા છે. કથા વક્તા ઉપરાંત જયા કિશોરીજી મોટીવેશનલ સ્પીચ માટે પણ જાણીતા છે. સંબંધોમાં થી લઈને સફળતા સુધી જયા કિશોરીજી લોકોને સમસ્યાઓનું સમાધાન પણ જણાવે છે.
સોશિયલ મીડિયા નાં પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેઓ ખૂબ જ એક્ટિવ છે. ત્યાં તેમને લગભગ ૧.૬ મિલિયન લોકો ફોલો કરે છે. ફક્ત વડીલો જ નહીં પરંતુ યુવાવર્ગ પણ જયા કિશોરીજી ને હંમેશા પ્રશ્ન પૂછતા રહે છે. જયા કિશોરીજી એ યુવા, પ્રતિભા, સફળતા અને મહેનત સંબંધી ઘણી પોસ્ટો શેયર કરી છે. હરીફાઈ નાં આ સમયમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતે સફળતા નાં શિખર પર આગળ રહે. કિશોરીજી જણાવે છે કે, મહેનત અને ધગશ થી કોઈપણ વ્યક્તિ સફળતા મેળવી શકે છે. તેઓનું કહેવું છે કે જો વ્યક્તિ માં થોડી પણ ટેલેન્ટ નહીં હોય પરંતુ રાત દિવસ સાચી દિશામાં મન લગાવી અને મહેનત કરશે તો તે ચોક્કસ સફળ થશે. ઇન્સ્ટાગ્રામ પર જયા કિશોરીજી કુલ ૨૨૬૨ પોસ્ટ શેયર કરી ચૂક્યા છે. બે દિવસ પહેલાં તેમને શેયર કરેલી પોસ્ટમાં તેઓ કહે છે કે, જો કોઈ વ્યક્તિમાં આ ૨ ગુણ હશે તો તે રંક માંથી રાજા બની શકે છે.
જયા કિશોરીજી નાં કહેવા પ્રમાણે જે વ્યક્તિમાં ઇચ્છાશક્તિ હોય અને દ્રઢસંકલ્પ કરવા માટે સક્ષમ હોય તેનાં માટે દરેક કાર્ય માં સફળતા સંભવ છે. આ પોસ્ટમાં લગભગ ૩૫ હજારથી વધુ લોકો એ લાઇક આપી છે. તેમજ જયા કિશોરીજી ના ભક્તોએ તેની પોસ્ટ પર કોમેન્ટ્સ પણ કરી છે. તમને જણાવી દઈએ કે. ૯ વર્ષની ઉંમરથી જ જયા કિશોરી ભગવાનની કથાઓ સ્ત્રોત અને ભજન ગાતા હતા. તેમનો જન્મ ગોર બ્રાહ્મણ પરિવારમાં થયો છે. જ્યાં ભક્તિમય વાતાવરણ માં તેમનો ઉછેર થયો છે. આ જ કારણે નાની ઉંમરથી જ તેમને રુદ્રાષ્ટકમ, લિંગાષ્ટકમ અને મધુરાષ્ટકમ્ કંઠસ્થ છે.