વિદુરનીતિ મુજબ આ ૩ પ્રકાર નાં લોકો ને ન જણાવવી તમારી અંગત વાત, થઇ શકે છે નુકસાન

વિદુરનીતિ માં વિદુરજી એ એ વાત પર ચર્ચા કરી છે કે, કેટલાક લોકો એવા હોય છે જેને ક્યારેય તમારી અંગત વાત જણાવવી જોઈએ નહીં. કારણ કે આવા લોકો ભવિષ્યમાં તમને પરેશાન કરી શકે છે. વિદુર નીતિ મહાભારત કાળ નાં વિદુરજી નાં વિચારો વિશે જણાવે છે આ નીતિમાં કેટલાક ખંડ માં વિદુરજી અને ધુતરાષ્ટજી નાં સંવાદો નું પણ વર્ણન કરવામાં આવ્યું છે. વિદુરજી ને હંમેશા બુદ્ધિમાન ગણવામાં આવતા હતા. તેથી તેમના ભાઈ ધૃતરાષ્ટ્રને તેમની સાથે દરેક વિષય પર વાત કરવાનું પસંદ હતું. જાણવામાં આવ્યું છે કે, પોતાના પુત્રો કૌરવોની વિરુદ્ધ જઈને પણ ધુતરાષ્ટજી ઘણીવાર ઘણા વિષયો પર વિદુરજી ની સલાહ લેતા હતા. કહેવામાં આવે છે કે પાંડવો નું મહાભારત યુદ્ધમાં વિજય નું એક મોટું કારણ પણ વિદુરજી નો સહયોગ હતો. મહાભારત માં વિદુરજી જે લોકો ની ચર્ચા કરી છે તે આ મુજબ છે.
લાલચી વ્યક્તિ
વિદુરનીતિ માં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ લાલચી હોય છે તે કોઈનો પણ સગો થઇ શકતો નથી લાલચી વ્યક્તિ પોતાના પિતા સાથે પણ છલ કરવામાં સમય લગાડતો નથી. તેથી ક્યારેય પણ લાલચી વ્યક્તિને તમારી અંગત વાત જણાવવી જોઈએ નહીં કારણ કે એવા વ્યક્તિ સમય આવે ત્યારે તમારી અંગત વાત નો ઉપયોગ પોતાની લાલચ પૂરી કરવામાં કરી શકે છે. ભૂલીને પણ લાલચી વ્યક્તિને તમારી અંગત વાતો કહેવી નહિ.
ખૂબ જ વાતો કરનાર ને
જે લોકો ખૂબ જ વાતો કરવાના શોખીન હોય છે તે બીજા માટે જોખમરૂપ થઈ શકે છે કારણ કે, જે લોકોને વધારે વાતો કરવાની આદત હોય છે કે તે બીજા લોકોને પોતાના વિશે ઓછું પરંતુ બીજાનાં વિશે વધુ જણાવે છે આ દરમિયાન તેઓ બીજાની અંગત વાતો કહેતા જરા પણ ખચકાતા નથી. કારણ કે એ સમયે તે કેવળ વાતોનો જ આનંદ ઉઠાવી રહ્યા હોય છે.
ચાલાક વ્યક્તિ
વિદુરજી કહે છે કે, જે વ્યક્તિ ચાલાક હોય છે તે વાસ્તવમાં અંગત વાતો સાંભળવા લાયક હોતો નથી. કારણ કે, એવા વ્યક્તિ ખૂબ જ આરામથી કોઈની ભાવનાઓ અને વિચારો વિષે સાંભળીને સમય આવ્યા પર પોતાના હિત માટે ઉપયોગ કરવાની કોશિશ કરી શકે છે. તેથી કહેવામાં આવે છે કે, કોઈ વ્યક્તિને આપણા જીવનમાં મહત્વ આપતા પહેલા થોડો સમય વિચાર કરવો જોઈએ.