વિદુરનીતિ મુજબ આ પ્રકાર નાં લોકો પર, ક્યારેય વરસતી નથી માં લક્ષ્મીની કૃપા

વિદુરનીતિ મા વિદુરજી નાં વિચારો નો ઉલ્લેખ કરવામાં આવેલ છે. કેટલાક એવા લોકો વિશે પણ જણાવવામાં આવ્યું છે જેને તેમના દુર્ગુણોને કારણે દેવી લક્ષ્મીની કૃપા ક્યારેય પ્રાપ્ત થતી નથી એટલે કે તે લોકો ધન નાં અભાવમાં જ પોતાનું જીવન પસાર કરે છે. વિદુરજી ને મહાભારતકાળ નાં સૌથી સમજદાર વ્યક્તિ માંનાં એક ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે, વિદુરજી ની સમજદારી અને શ્રીકૃષ્ણ નાં સહયોગ નાં કારણે જ મહાભારત નાં યુદ્ધમાં પાંડવો ને વિજય પ્રાપ્ત થઈ હતી. વિદુરજી એ પોતાની ચતુરતા ના કારણે ખૂબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. વિદુરજી નાં વિચારો મુજબ આ પ્રકાર નાં લોકોને ક્યારેય માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી.
બેઈમાન
વિદુર નીતિ માં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ બેઈમાન હોય છે તેના પર ક્યારેય માં લક્ષ્મીની કૃપા વરસતી નથી. કહેવામાં આવે છે કે બેઈમાન વ્યક્તિ એમ વિચારે છે કે પોતાની બેઈમાની થી અપાર ધન સંચય કરી લેશે. પરંતુ બેઈમાની થી સંચય કરેલુ ધન વ્યર્થ ખર્ચાઓમાં જ જાય છે. તમને જણાવી દઈએ કે, એવા વ્યક્તિને ધન પ્રાપ્તિ થઇ જાય તો પણ તે વ્યક્તિ ધન નું સુખ ભોગવી શકતો નથી. તેથી વિદુરનીતિ માં કહેવામાં આવ્યું છે કે, દરેક વ્યક્તિ એ ઈમાનદારી થી જીવન પસાર કરવું જોઈએ.
ભાગ્ય પર વિશ્વાસ કરીને કર્મ ન કરનાર ને
કેટલાક લોકો પોતાના ભાગ્ય પર એટલો વિશ્વાસ કરે છે કે, તે પોતાના કર્મોને પ્રભાવશાળી બનાવવા માટે વિચારતા જ નથી વિદુર છે કહે છે કે, ઈશ્વરે દરેક નાં ભાગ્ય ની રચના કરી છે. પરંતુ ભાગ્ય નાં શુભ ફળોની પ્રાપ્તિ એ વ્યક્તિને જ થાય છે જે પોતાના માટે મહેનત કરે છે અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા મહેનત કરે છે. તેથી હાથ પર હાથ રાખીને બેસી રહેવાથી લક્ષ્મી પ્રાપ્ત થતી નથી મહેનત કરવી પડે છે.
બીજા પર આધાર રાખનાર લોકો ને
વિદુરજી કહે છે કે, કેટલાક લોકો બીજા પર આધાર રાખીને પોતાનું જીવન પસાર કરતા હોય છે. એવા લોકોને ક્યારેય માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી. જાણવામાં આવ્યું છે કે, આવા લોકો પોતાની અસફળતાનું કારણ પણ બીજાને માને છે.