વિજય એકાદશીનાં દિવસે આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા, દરેક સમસ્યાઓનો થશે અંત

હિંદુ પંચાંગ અનુસાર આવા વખતે વિજયા એકાદશી ૯ માર્ચ ૨૦૨૧ નાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, ફાગણ માસમાં કૃષ્ણપક્ષની અગિયારસ ની તિથી ને વિજયા એકાદશી નાં રૂપમાં મનાવવામાં આવે છે. ધર્મશાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો એકાદશી નાં વ્રતની ખૂબ જ મહિમા બતાવવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે, એકાદશીનું વ્રત દરેક વ્રતોમાં શ્રેષ્ઠ છે. તેમજ ધર્મશાસ્ત્રમાં એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ પ્રત્યેક એકાદશીનું વ્રત કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
એકાદશીનું વ્રત કરવાથી જગતનાં પાલનહાર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. અને વ્યક્તિ નાં જીવનની દરેક પરેશાની દૂર કરે છે. મહિનામાં બે વાર આવતી એકાદશી ને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ બે નામથી લોકો ઓળખે છે. આ બંનેનું અલગ-અલગ મહત્વ છે. એકાદશીનું વ્રત કરનાર લોકો પર ભગવાન વિષ્ણુની કૃપા દષ્ટિ બની રહે છે અને તેના જીવનની દરેક સમસ્યા દૂર થાય છે અને તેને સમસ્ત સુખોની પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને આ લેખનાં માધ્યમથી એકાદશી ની તિથિ શુભ મુહૂર્ત પૂજાવિધી અને મહત્વ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
વિજયા એકાદશી નું શુભ મુહૂર્ત
એકાદશી નો પ્રારંભ ૮ માર્ચ ૨૦૨૧ સોમવાર નાં દિવસે બપોર ૩ કલાક ૪૪ મિનિટ સુધી રહેશે. એકાદશી ની સમાપ્તિ ૯ માર્ચ ૨૦૨૧ મંગળવાર નાં દિવસે બપોરે ૩ કલાક ને બે મિનિટ પર થશે. એકાદશી નાં વ્રતનાં પરણા ૧૦ માર્ચ ૨૦૨૧ નાં દિવસે બુધવાર સવારનાં ૬ કલાક ને ૩૬ મિનિટ થી સવારે ૮ કલાક ને ૫૮ મિનિટ સુધી રહેશે.
એકાદશી વ્રત ની પૂજા વિધિ
- એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ વ્રતનાં દિવસે સવારે સૂર્યોદય પહેલા ઊઠી સ્નાન કરી માતા એકાદશી અને જગત નાં પાલનહાર ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું અને વ્રતનો સંકલ્પ કરવો.
- ભગવાન વિષ્ણુજી સમક્ષ અને ધૂપ અને દીવો પ્રજ્વલિત કરવો.
- વિષ્ણુજી ની પૂજા દરમ્યાન તેમને ચંદનનું તિલક લગાવી અને પુષ્પ અર્પણ કરવા.
- જ્યારે તમારી પૂજા પૂરી થાય ત્યારે તે સ્થાન પર આસન પાથરી બેસીને એકાદશી વ્રતનું મહત્વ વાંચવું અને શ્રવણ કરવું.
- એકાદશી ના વ્રત નાં પારણા બારશ ની તિથી એટલે એકાદશી નાં આગલા દિવસે કરવામાં આવે છે.
- બારશ નાં દિવસે સવારે ઉઠી સ્નાન કર્યા બાદ પૂજા કરી ભોજન બનાવી કોઈ જરૂરિયાત મંદ અથવા તો બ્રાહ્મણને ભોજન અને દક્ષિણા આપી. ત્યારબાદ એકાદશી વ્રત નાં પારણા કરવા.
વિજયા એકાદશી નું મહત્વ
એવી માન્યતા છે કે, જે વ્યક્તિ સાચા મનથી એકાદશી નું વ્રત કરેછે તેનાં દરેક પાપ નો નાશ થાય છે. એટલું જ નહીં તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પહ્મપુરાણમાં ભગવાન શિવ વિષ્ણુ અને નારદ મુનિ દ્વારા આ વ્રતનુ વર્ણન કરવામાં આવ્યું છે. એકાદશી ને સંપૂર્ણ પાપોનો નાશ કરનારી અને પુણ્ય ને આપનાર બતાવવામાં આવી છે. તેવી માન્યતા છે કે, જે ભક્ત આ વ્રતને સાચા દિલ, નિયમ અને નિષ્ઠાની સાથે રાખે છે તેને પિતૃદોષથી પણ મુક્તિ મળે છે.