વિષ્ણુ પુરાણ અનુસાર આ ૩ પ્રકાર ની મહિલાઓ સાથે ક્યારેય ન કરવા લગ્ન, જીવન અને ઘર બંને થઈ જાય છે બરબાદ

શાસ્ત્રો અનુસાર મનુષ્ય નાં જીવનમાં ૧૬ સંસ્કાર હોય છે. તેમાંથી લગ્ન એ સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર છે. જો કે એક સુખી વૈવાહિક જીવન પસાર કરવા માટે તમારા જીવનસાથી પણ સારા હોવા જોઈએ. એટલા માટે તમારે લગ્ન કરતી વખતે એવી છોકરી ની પસંદગી કરવી જોઈએ જે તમારા ઘર પરિવાર ને શાંતિ અને પ્રેમથી સંભાળી શકે.
વિષ્ણુપુરાણ માં સ્ત્રીઓ વિશે ઘણી ખાસ વાત કહેવામાં આવી છે. વિષ્ણુપુરાણ અનુસાર આ ૩ પ્રકારની સ્ત્રીઓ સાથે ક્યારેય પણ લગ્ન ન કરવા જોઈએ. આ સ્ત્રીઓ માં ઘણી એવી બુરાઈઓ હોય છે જે તમારા ઘર અને જીવનને બરબાદ કરી શકે છે. તેથી જ્યારે પણ લગ્ન માટે છોકરી પસંદ કરો ત્યારે એ વાત નું ખાસ ધ્યાન રાખવું કે, જે છોકરી ને તમે પસંદ કરો છો તેનામાં આ બુરાઈઓ ના હોય.
કડવા વચન બોલનાર
જે સ્ત્રી ની વાણી મધુર હોય છે તેના પર માં સરસ્વતી હંમેશા ખુશ રહે છે. અને તે સ્ત્રી ની બુદ્ધિ ઘર પરિવાર ને સુખી કરવાની દિશામાં કાર્ય કરે . ત્યાં જ અપ્રિય અને કટુ વચન બોલનાર સ્ત્રીનો નેચર ખરાબ હોય છે. તે ઘરમાં અશાંતિ અને નેગેટિવ વાતાવરણ ઉત્પન્ન કરે છે. એટલા માટે આવી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ નહીં.
વધારે ઊંઘ કરનાર
જે ઘરની સ્ત્રીઓ આળસુ હોય છે અને વધારે ઊંઘે છે ત્યાં માં લક્ષ્મી નો વાસ થતો નથી મોડે સુધી સૂવાથી ફક્ત બીમારીઓ જ નહીં પરંતુ ઘરમાં આળસ અને નેગેટિવ વાતાવરણ ઉદ્ભભવે છે. એક એ સ્ત્રીએ સવારે સૂર્યોદય પહેલા ઊઠવું જોઈએ અને સાંજના સમયે ઘરમાં સુવું જોઈએ નહીં.
એક જ ગૌત્ર કે નજીક નાં સબંધવાળી સ્ત્રી
શાસ્ત્રો અનુસાર આપણી નજીક નાં સંબંધી કે એક જ ગૌત્ર વાળી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ નહીં. જે સ્ત્રી નો સબંધ તમારી માતા કે પિતા નાં પરિવાર સાથે હોય તેની સાથે લગ્ન કરવા પાપ ગણાય છે અને જ્યાં તેનાથી જેનેટિક બીમારીઓ આવવાની પણ સંભાવના રહે છે, શાસ્ત્રો અનુસાર માતા પક્ષ થી પાંચમી પેઢી અને પિતા પક્ષ સાતમી પેઢી સુધી નાં સંબંધ વાળી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ નહીં.